1. Home
  2. Tag "Notice"

ગાઈડલાઈનનું પાલન કર્યા વિના ડિમોલિશન નહીં થાય, 15 દિવસ પહેલા નોટિસ આપવી પડશે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુનેગારો સામે બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરતી અરજીઓની સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે, તેમણે બંધારણમાં આપવામાં આવેલા અધિકારોને ધ્યાનમાં રાખ્યા છે, જે લોકોને રાજ્યની મનસ્વી કાર્યવાહીથી રક્ષણ પૂરું પાડે છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, કાયદાનું શાસન એ સુનિશ્ચિત કરે છે કે લોકો જાણે છે કે તેમની મિલકત માત્ર […]

કાયમી DGPની નિમણુંક મામલે યુપી સહિત સાત રાજ્યોને સુપ્રીમ કોર્ટની નોટિસ

નવી દિલ્હીઃ ડીજીપીની કાયમી નિમણૂકમાં આદેશનો અનાદર કરવા અંગે સુપ્રીમ કોર્ટે 7 રાજ્યોને નોટિસ મોકલી છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને સાત રાજ્યોને સૂચનાઓનું અમલીકરણ કરવા અને બે વર્ષના નિશ્ચિત કાર્યકાળ માટે નિયમિત નિમણૂંકો કરવાની માંગ કરતી નોટિસ જારી કરી છે. કોર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, બંગાળ, ઝારખંડ અને ચંદીગઢને નોટિસ જારી કરીને […]

અમદાવાદમાં જાહેર રસ્તાઓ પરના નડતરરૂપ 1386 ધાર્મિક દબાણો દૂર કરવા AMCએ આપી નોટિસ

અમદાવાદઃ શહેરના જાહેર રસ્તાઓ પર 1386 જેટલાં ધાર્મિક દબાણો છે. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગૃહ વિભાગની સુચનાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાઓ પરના નડતરરૂપ ધાર્મિક દબાણો હટાવવામાં આવશે. એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા 1386 ધાર્મિક પ્રકારના દબાણને 7 દિવસમાં દૂર કરવા નોટિસ આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જાહેર રોડ-રસ્તાઓ પર નડતતરુપ […]

વડોદરામાં પીએમ આવાસ યોજનામાં ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ ન કરાતા મ્યુનિએ ફરીવાર ફટકારી નોટિસ

વડોદરાઃ રાજકોટના અગ્નિકાંડ બાદ તમામ મહાનગરોમાં સરકારી ઈમારતોથી લઈને રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર એનઓસી છે. કે, નહીં તેના વિષે ચર્ચા જાગી છે. ત્યારે વડાદરામાં સમા સંજયનગર વિસ્તારમાં પીએમ આવાસ યોજનાની વસાહતમાં બિલ્ડરે ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ કરી નથી. આથી મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ફરીવાર નોટિસ ફટકારવામાં આવી છે. ફાયર બ્રિગેડના સૂત્રાએ જણાવ્યું હતું કે, શહેરમાં […]

લોકસભા ચૂંટણીઃ અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે તેલંગાણાના સીએમ રેડ્ડીને નોટિસ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે દિલ્હી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસે નોટિસ પાઠવી છે. તેમજ 1લી મેના રોજ પોતાનો પક્ષ રાખવા સુચન કર્યું છે. દિલ્હી પોલીસ તરફથી જાહેર કરાયેલી નોટિસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પોતાનો મોબાઈલ ફોન લઈને આવવા કહેવામાં […]

‘AAP’ના ધારાસભ્યને મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે પાઠવ્યુ સમન્સ, 20મી હાજર રહેવા નિર્દેશ

નવી દિલ્હીઃ રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને દિલ્હી વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસમાં નોટિસ છતા હાજર ન થવા બદલ સમન્સ જારી કર્યા છે. કોર્ટે તેમને 20 એપ્રિલે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે પીએમએલએની કલમ 50 હેઠળ સમન્સ પર હાજર થવામાં નિષ્ફળતા માટે એક્ટની કલમ 63 (4) સાથે વાંચી કલમ […]

AMCના 64 જેટલાં અધિકારીઓએ મિલક્ત જાહેર ન કરતાં મ્યુનિ. કમિશનરે ફટકારી નોટિસ

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના તમામ અધિકારીઓએ દર વર્ષે નિયત ફોર્મેટમાં પોતાની મિલકતો જાહેર કરવી ફરજિયાત છે. ઘણાબધા અધિકારીઓ વારંવાર રિમાન્ડ કરવા છતાંયે પોતાની મિલકતો જાહેર કરતા નથી. આથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા મ્યુનિના નાણાં, ઇજનેર, હેલ્થ, ટેકસ અને એસ્ટેટ વિભાગના કુલ 64 જેટલા અધિકારીઓએ પોતાની મિલકતો જાહેર નહી કરતાં કારણદર્શક નોટિસો ફટકારવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત બનેલા 30,000 મકાન માલિકોને નોટિસ, રિ-ડેવલપમેન્ટ કરાશે !

અમદાવાદ: રાજ્યના અમદાવાદ સહિત શહેરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વર્ષો પહેલા વસાહતો બનાવવામાં આવી હતી. અને વર્ષોથી હાઉસિંગની વસાહતોના મકાનોમાં લોકો વસવાટ કરી રહ્યા છે. જેમાં કેટલાક મકાનો જર્જરિત બની ગયા છે. એટલે હાઉસિંગ બોર્ડની વર્ષો જુની વસાહતોના રિ-ડેવલપમેન્ટ માટે કેટલાક રહિશો તૈયાર થતા નથી. આથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 127 વસાહતોના 30 હજાર જેટલા મકાનમાલિકોને […]

સરકારે Zomatoને 402 કરોડની નોટિસ ફટકારી,જાણો શું છે કારણ

દિલ્હી:ભારતમાં ફૂડ ડિલવરીનો વેપાર ચલાવતી એપ્લિકેશન Zomato પર સરકાર દ્વારા સકંજો કસવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો ટેક્સને લઈને બહાર આવ્યો છે. હાલમાં ગુરુગ્રામ સ્થિત કંપનીનું કહેવું છે કે તે આ ટેક્સ ન ચૂકવી શકે કારણ કે તે ડિલિવરી પાર્ટનર દ્વારા ચૂકવવામાં આવે છે. Zomatoનું કહેવું છે કે તે આ નોટિસનો જવાબ દાખલ કરશે. જો […]

ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક લાખથી વધુ ટેક્સના બાકીદારોને આખરી નોટિસ અપાશે

ગાંધીનગરઃ શહેરની વસતીમાં વધારો થતાં નવા હાઈરાઈઝ બિલ્ડિંગો બની રહ્યા છે. તેમજ આજુબાજુના વિસ્તારોને પણ શહેરી વિસ્તારમાં મર્જ કરવામાં આવ્યા છે. શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે મ્યુનિ,કોર્પોરેશન દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. સાથે જ મ્યુનિ,કોર્પોરેશનની આવક વધારવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકોના વર્ષોથી ટેક્સ બાકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code