જીવનમાં મહેનતથી મોટો કોઈ મિત્ર નથી, અને આળસથી મોટો કોઈ શત્રુ નથી : રાજ્યપાલ
ગાંધીનગરઃ દીકરીઓ માટે આજે ક્ષિતિજો ખુલી ગઈ છે. તેમનામાં રહેલી અપાર ક્ષમતાને વિકસવા માટે આજે રાષ્ટ્રમાં શ્રેષ્ઠ વાતાવરણ છે. દીકરીઓ ભારતીય મૂલ્યો, સંસ્કૃતિ અને સંસ્કારો સાથે હર ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરે. તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં રાષ્ટ્રીય સેવા યોજના-એન.એસ.એસ.ની પ્રતિભાવાન વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતુ. રાજ્યપાલએ વિદ્યાર્થિનીઓને અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી. નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પરેડ […]