ગુજરાતમાં નવેમ્બર સુધી બેઋતુ અનુભવાશે, ડિસેમ્બરથી ઠંડીમાં ક્રમશઃ વધારો થશે
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાએ વિધીવત વિદાય લઈ લીધી હોવા છતાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સામાન્ય વરસાદના ઝાપટાં પણ પડી રહ્યા છે. ચોમાસાની વિદાય બાદ વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખરીફ પાક તૈયાર થઈ ગયો છે અને તેવા સંજોગોમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. […]