1. Home
  2. Tag "Omicron"

અમેરિકાઃન્યૂયોર્કમાં 5 લોકો ઓમિક્રોનથી સંક્રમિત,બાઇડેન સરકાર એલર્ટ,નવા નિયમો લાગુ કરશે 

ન્યુયોર્કમાં 5 લોકો ઓમિક્રોનથી સંક્રમિત બાઇડેન સરકાર એલર્ટ નવા નિયમો કરશે લાગુ દિલ્હી:એક તરફ વિશ્વમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી સંક્રમણના કેસ વધી રહ્યા છે, તો બીજી તરફ તમામ દેશોએ સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. યુએસ મીડિયાએ ગવર્નર કેથી હોચુલને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, ન્યૂયોર્કમાં ઓમિક્રોન કોરોનાવાયરસ વેરિયન્ટના પાંચ કેસની પુષ્ટિ થઈ […]

ઓમિક્રોન વેરિયન્ટની દસ્તકને કારણે બેંગલુરુમાં વધ્યું ટેન્શન,ઘણા રાજ્યોમાં કડકાઈ વધી

ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી બાદ રાજ્ય સરકાર એલર્ટ મહારાષ્ટ્ર, યુપી, તમિલનાડુ સરકારે બનાવ્યા નવા નિયમો બેંગલુરુ:કોરોનાના સૌથી ખતરનાક વેરિયન્ટ ઓમિક્રોનથી ભારત છેલ્લા 8 દિવસથી બચેલું હતું, આખરે દેશમાં તેની એન્ટ્રી થઈ ગઈ છે. ગુરુવારે કર્ણાટકમાં પ્રથમ વખત ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત બે દર્દીઓ મળી આવ્યા છે. બે દર્દીઓ સામે આવ્યા બાદ કર્ણાટક સરકાર સતર્ક થઈ ગઈ છે […]

ઓમિક્રોનના ભય વચ્ચે ભારત સરકારે 11 દેશોને જોખમી શ્રેણીમાં મુક્યાં

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનથી ફફડાટ ફેલાયો છે. દરમિયાન કેન્દ્ર સરકારે 11 દેશને જોખમી શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે. એટલું જ નહીં વિદેશથી આવતા પ્રવાસીઓનો એરપોર્ટ ઉપર આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ઓમિક્રોનથી દુનિયાભારમાં વધેલા ભય વચ્ચે ભારત સરકાર સતર્ક બની છે. તેમજ જરૂરી પગલા ભરવામાં આવ્યાં છે. જોખમી શ્રેણીમાં આવતા […]

દુનિયાના 23 દેશોમાં કોરોનાના નવા વોરિએન્ટ ઓમિક્રોનની દસ્તક, આફ્રિકા-UKમાં સૌથી વધારે કેસ

દિલ્હીઃ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની દસ્તકથી દુનિયાને ચિંતામાં મુકી દીધી છે. આ વેરિએન્ટ અત્યાર સુધીમાં લગભગ 23 દેશમાં ફેલાયો છે. જેમાં અમેરિકાનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના કોલિફોનિયામાં જે વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રિમિત થયો છે તેને કોવિડ વેક્સિનના બંને ડોઝ લીધા હતા. WHOના ચીફ ટેડ્રોસ અધાનોમ ધેબ્રેયેસસએ કહ્યું હતું કે, 23 દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટના કેસ […]

ઓમિક્રોનના ભય વચ્ચે દ.આફ્રિકાના ટીમ ઈન્ડિયાના પ્રવાસને લઈને BCCIના અધ્યક્ષએ આવુ કહ્યું

દિલ્હીઃ હાલમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ હશે અને તેઓ કોવિડ-19ના નવા વેરિએન્ટની સંબંધિત પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. તેમ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું. ઓમિક્રોન નામના કોવિડ-19ના નવા પ્રકારના ફેલાવાને લઈને ચિંતા વધી રહી છે. તેનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો. દરમિયાન સૌરભ ગાંગુલીએ […]

ઓમિક્રોન વિરિયેન્ટના ભયને લીધે સુરતવાસીઓએ વિદેશના 1250 ટૂર પેકેજ કેન્સલ કરાવ્યાં

સુરતઃ કોરોનાના ઓમિક્રોન વેરિયેન્ટના ભયના કારણે  સુરતવાસીઓ હવે વિદેશની ટૂરના કાર્યક્રમો કેન્સલ કરાવી રહ્યા છે. સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ્સ એજન્ટ્સના જણાવ્યા મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતના 25 હજાર લોકોએ 35 કરોડના 1250 ટૂર પેકેજ કેન્સલ કરાવ્યા છે. જેમાંથી મોટાભાગના યુરોપમાં બુક કરાવાયેલા હનીમૂન પેકેજ હતા.  વિદેશ જનારા લોકોને એવો ડર લાગી રહ્યો છે કે, […]

લો બોલો! એક તરફ ‘Omicron’નો ફફડાટ, તો બીજી તરફ ઑમિક્રો ક્રિપ્ટોકરન્સીએ 900% રિટર્ન આપ્યું

ઓમિક્રોન વેરિએન્ટની દહેશત વચ્ચે ઓમિક્રોન ક્રિપ્ટોકરન્સીમાં ઉછાળો ઓમિક્રોન ક્રિપ્ટોકરન્સીએ માત્ર 3 જ દિવસમાં 900 ટકા રિટર્ન આપ્યું 29 નવેમ્બરે તે 51,765 રૂપિયાના ઑલટાઇમ હાઇ પર ટ્રેડ થઇ રહી હતી નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી એક એવું વિશ્વ છે જ્યાં કઇપણ અસાધારણ, અસામાન્ય જોવા મળી શકે છે. સપ્તાહ પહેલા જ દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન નામનો કોવિડ વેરિએન્ટ સમે આવ્યો […]

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની પ્રથમ તસ્વીર આવી સામે

દિલ્હીઃ કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને પગલે સમગ્ર દુનિયામાં ખળભળાટ મચી ગયો છે.  ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ નિયમો 1 ડિસેમ્બરથી લાગુ થશે. આ મુજબ ભારત આવનારા વિદેશી પ્રવાસીઓ પાસે તેમના છેલ્લા 14 દિવસના પ્રવાસ ઇતિહાસનો રેકોર્ડ માંગવામાં આવશે, દરમિયાન કોવિડ-19ના નવા વેરિએન્ટ ઓમિક્રોનની પ્રથમ તસ્વીર સામે આવી […]

ઑમિક્રોનને લઇને અમેરિકાએ આપી ચેતવણી, પાણીની જેમ વિશ્વમાં ફેલાઇ શકે છે આ વાયરસ

કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોન અંગે અમેરિકાએ આપી ચેતવણી આ નવો વેરિએન્ટ પાણીની જેમ વિશ્વમાં ફેલાઇ શકે છે અત્યારે આ વાયરસ પર અભ્યાસ થઇ રહ્યો છે નવી દિલ્હી: વિશ્વમાં કોવિડનો પ્રકોપ હળવો થતા માંડ જનજીવન પાટા પર આવી રહ્યું હતું ત્યાં હવે દક્ષિણ આફ્રિકામાં દેખાયેલા નવા કોવિડ વેરિએન્ટ ઓમિક્રોનને કારણે વિશ્વમાં ફરીથી ફફડાટ ફેલાયો છે. કોવિડના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code