ગુજરાતમાં 23મી એપ્રિલે ટેટ-2ની પરીક્ષા યોજાશે, 2.90 લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે
ગાંધીનગરઃ ગુજરાતમાં ઉચ્ચ પ્રાથમિક શાળાઓના શિક્ષકોની ભરતી ટેટ-2ના મેરિટના આધારે કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં ઘણાબધા પીટીસી અને બીએડ થયેલા વિદ્યાર્થીઓ શિક્ષણની ભરતીમાં પસંદ થવા માટે ટેટ-2ની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી તા.23મી એપ્રિલને રવિવારે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ-2 લેવાનું આયોજન કરાયું છે. આ પરીક્ષા રાજ્યમાં 9 ઝોનમાં લેવાશે. […]