રાજકોટના યાર્ડમાં એક જ દિવસમાં મગફળીની સવા લાખ ગુણીની મબલખ આવક
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ખરીફ પાકની સીઝન હજુ જોરદાર જામેલી જ હોય તેમ રાજકોટ યાર્ડમાં એક જ દિવસમાં સવા લાખ ગુણી મગફળીની રેકોર્ડબ્રેક આવક થતા નવનિયુક્ત ચેરમેન જયેશ બોઘરાએ નવો ચીલો ચાતર્યો હોય તેમ મગફળી ભરેલા વાહનોને ચાંદલા, શ્રીફળ વધેરી એન્ટ્રી અપાવી હતી. રાજકોટ માર્કેટયાર્ડમાં ગત અઠવાડીયે નવા ચેરમેન તરીકે જયેશ બોઘરા નિયુક્ત થયા હતા. બોઘરાએ સતા […]