1. Home
  2. Tag "open"

રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી ધો. 5થી 8ની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. સરકારે નિયંત્રણો સાવ હળવા કરી દેતા જનજીવન પણ રાબેતા મુજબ બની ગયું છે. ધો. 12ની શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણની મંજુરી આપ્યા બાદ ધો.9થી 11ની શાળાઓને પણ ફલાઈન શિક્ષણની મંજુરી આપતા શાળાઓ વિદ્યાર્થીઓના કાલાહટથી ગુંજવા લાગી છે. હવે શાળા સંચાલકોની માગણી બાદ સરકાર ધો 5થી 8ની શાળાઓમાં […]

ધો. 9થી 11ની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થતાં વિદ્યાર્થીઓ હરખભેર સ્કુલે પહોચ્યા, મિત્રોને મળીને આનંદ વ્યક્ત કર્યો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં હવે ક્રમશઃ ઓફલાઈન શિક્ષણને મંજુરી આપવામાં આવી રહી છે. ધોરણ 12 બાદ હવે આજે સોમવારથી ધોરણ 9થી 11ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં વિદ્યાર્થીઓએ લાંબા સમય બાદ પોતાના સહાધ્યાય મળીને આનંદ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓ પાસેથી સંમતિપત્ર મેળવીને સ્કૂલે બોલાવવામાં આવ્યા છે. પ્રથમ દિવસ હોવા છતાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ સ્કૂલે […]

ગુજરાતઃ ધો. 12ની શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠી, સરકારની સુચનાઓનું કરાયું પાલન

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા આજથી ધો.12 અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થયો હતો. મહિનાઓ પછી રાજ્યભરની ધો.12ની સ્કૂલોમાં વિદ્યાર્થીઓથી ધમધમતી જોવા મળી હતી. માસ્ક નહીં તો ટાસ્ક નહીં’ના નિયમ અને સરકારે જાહેર કરેલી કોવિડ ગાઈડલાઈનના ચૂસ્ત પાલન સાથે રાજ્યભરની ગ્રાન્ટેડ અને બિનગ્રાન્ટેડ શાળાઓમાં આજે પ્રથમ દિવસે 50થી 70 ટકા વિધાર્થીઓની હાજરી રહી […]

જુલાઈ મહિનામાં સ્કૂલ-કોલેજો ફરીથી શરૂ કરવાની વિચારણા, મોદી સરકારે વિવિધ રાજ્ય સરકારો પાસેથી લેશે અભિપ્રાય

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે જનજીવન ધબકતું થયું છે. દરમિયાન આગામી જુલાઈ મહિનાથી સ્કૂલો ફરીથી શરૂ કરવાનું સરકાર વિચારી રહી છે. ગુજરાતની ભાજપ સરકાર આ અંગે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા વિચારણા બાદ અંતિમ નિર્ણય લેશે. હાલ તમામ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો સહિતના કર્મચારીઓને કોરોનાની રસી આપવાની કામગીરી ઉપર ધ્યાન આપવામાં આવી […]

ઉત્તરપ્રદેશઃ 1 જુલાઈથી ધો-1થી 8ની સ્કૂલો ખુલાશે

લખનૌઃ કોરોના સંક્રમણ ઘટતા હવે જનજીવન ફરીથી ધબકતુ થયું છે. ઉત્તરપ્રદેશની યોગી સરકારે અનલોક પ્રક્રિયા હેઠળ છુટછાટમાં વધારો કર્યો છે. તેમજ રાજ્યભરમાં ધો-1થી 8ની સ્કૂલો તા.1 જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉચ્ચ અધિકારી પ્રતાપસિંહ બધેલએ જાહેરા કર્યા નિર્દેશ અનુસાર સ્કૂલમાં માત્ર વહીવટી કામગીરી કરવામાં આવશે. તેમજ જરૂરિયાત અનુસાર સ્ટાફને છુટ આપવામાં આવશષે. જો કે, […]

ગુજરાતઃ તમામ ધાર્મિક સ્થળો ભક્તોના દર્શન માટે ખોલવાની અપાઈ મંજૂરી

એક સાથે 50થી વધારે દર્શનાર્થીઓને પ્રવેશ નહીં રૂપાણી સરકારે કેબિનેટની બેઠકમાં લીધો નિર્ણય કોરોનાની બીજી લહેરમાં મંદિર કરાયાં હતા બંધ અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને કારણે સંક્રમણ ન ફેલાય તે માટે મંદિરો ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યાં હતા. તેમજ પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જો કે, હવે કોરોના વાયરસના પોઝિટિવ કેસ […]

પ્રવાસીઓ માટે આવતીકાલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ મુકાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરના પગલે કર્ફ્યુ સહિતના આકરા પગલા લેવામાં આવ્યાં હતા. એટલું જ નહીં સંક્રમણ ફેલતુ અટકાવવા માટે પ્રવાસન સ્થળોને બંધ કરવામાં આવ્યું હતું. જો કે, હવે કોરોનાના કેસ ઘટતા ફરીથી જીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે. જેથી નર્મદા નદીના કાઠે આવેલી વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીથી પ્રવાસીઓ […]

અમદાવાદના નહેરુબ્રિજનું સમારકામ પૂર્ણ થતાં વાહન માટે ખુલ્લો મુકાયો

અમદાવાદઃ શહેરના આશ્રમ રોડથી રિલિફ રોડ, મિરઝાપુર વિસ્તારને જોડતા નહેરૂ બ્રિજને 61 વર્ષ બાદ સંપૂર્ણપણે રિપેર કરવાનો હોવાથી  45 દિવસ માટે એટલે કે 27 એપ્રિલ સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. હવે 45 દિવસની કામગીરી સંપૂર્ણ થયા બાદ ફરીવાર નહેરૂબ્રિજને ખોલી દેવામાં આવ્યો છે. જેને લીધે વાહન ચાલકોને રાહત થઈ છે. શહેરના સાબરમતી […]

રાજ્યમાં 1 મેથી શાળાઓમાં ઉનાળુ વેકેશન અને 7 જૂનથી નવું સત્ર શરૂ કરોઃ સંચાલક મંડળ

અમદાવાદઃ રાજ્યની શાળાઓમાં વેકેશનને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી ત્યારે રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખી વેકેશનને લઈને એવી રજૂઆત કરી હતી કે, રાજ્યમાં 1 મેથી ઉનાળુ વેકેશન અને તા.7 જૂનથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો કરવો જોઈએ. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ શાળા દ્વારા તે અંગેની કાર્યવાહી પૂર્ણ કરવામાં […]

ગુજરાતમાં તા. 18મી ફેબ્રુઆરીથી સ્કૂલોમાં ધો-6થી 8ના વર્ગો થશે શરૂ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા ધો-9થી 12ના વર્ગો શરૂ કર્યાં બાદ હવે સરકાર પ્રાથમિક ધોરણના વર્ગો પણ શરૂ કરવા જઈ રહી છે. તા. 18મી ફેબ્રુઆરીથી ધો-6થી 8ના વર્ગો સ્કૂલોમાં શરૂ કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રાથમિક ધોરણના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code