ભાવનગરનો શેત્રુંજી ડેમ અઠવાડિયામાં છઠ્ઠી વખત ઓવરફ્લો થતા 30 દરવાજા એક ફૂટ સુધી ખોલાયા
ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં સમયાંતરે વરસાદ વરસી રહ્યો છે.પાલિતાણા તાલુકામાં આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ એક જ સપ્તાહમાં સતત છઠ્ઠી વખત ઓવરફ્લો થતાં નિચાણવાળા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.. રવિવારે મોડીરાત્રીથી જ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમ ઓવરફ્લો થયો હતો. આજે મંગળવારે ફરી એકવાર વહેલી સવારે 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા […]