1. Home
  2. Tag "opposition"

યુનિવર્સિટીઓ પર સરકારના નિયંત્રણના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિ. ખાતે સૂત્રોચ્ચાર કરાયો

રાજકોટઃ  રાજ્યની યુનિવર્સિટીઓમાં મહત્વના પદ પર નિમણૂંકો તેમજ મોટી રકમના વિકાસના કામો માટે થતી ગેરરીતિના મામલે વિવાદો સર્જાતા હોય છે. આથી રાજ્ય સરકારે મહત્વના પદ પર નિમણૂંકો અને વધુ રકમના કામો માટે સરકારની ફરજિયાત મંજુરી લેવી પડશે તેવો નિર્ણય લેતા  કોંગ્રેસે વિરોધ કર્યો છે. સરકાર હસ્તકની યુનિવર્સિટીઓમાં નિયંત્રણ મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી હતી. […]

સુરેન્દ્રનગરમાં મતદાર યાદી સુધારણા તાલીમ કાર્યક્રમનો શિક્ષકોએ બહિષ્કાર કર્યા બાદ મનાવી લેવાયાં

સુરેન્દ્રનગરઃ રાજ્યના પ્રાથમિક શિક્ષકોને બાળકોને ભણાવવા ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓની ઈતર કામગીરી પણ સોંપવામાં આવતી હોય છે. સુરેન્દ્રનગર શહેરના રંભાબેન ટાઉન હોલ ખાતે વઢવાણ તાલુકાના બીએલઓની મતદારયાદી સુધારણાની શિક્ષકોને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદાર યાદી સુધારા, નવા ઉમેરવા, હાઉસ ટુ હાઉસ સર્વે સહિતની તાલીમ આપવાની હતી. પરંતુ બીએલઓની કામગીરીની સૂચના શિક્ષકોને વ્હોટ્સએપ […]

પીએચ.ડીમાં પ્રવેશ અને NATની પરીક્ષા એક સાથે યોજવા સામે વિદ્યાર્થીઓનો વિરોધ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં PHD માટે એડમિશન પ્રકિયા જાહેર કરવામાં આવી છે, જેમાં PHD પ્રવેશ માટેની પરીક્ષા 21 ઓક્ટોબરે યોજવાની છે, જ્યારે નેશનલ એલિજીબિલિટી ટેસ્ટ પણ 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી યોજાશે, ત્યારે વિદ્યાર્થીઓએ બંને પરીક્ષા એક સાથે ના આપી શકે જેથી PHDમાં પ્રવેશ માટેની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા  યુથ કોંગ્રેસે માંગણી કરી છે. ગુજરાત યુનિવર્સિટી […]

નીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. સંલગ્ન 9 ગ્રાન્ટેડ કોલેજના ખાનગીકરણના નિર્ણય સામે NSUI નો વિરોધ

સુરત: રાજ્યમાં ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીઓને પધરાવી દેવાના સરકારના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના અધ્યાપકોના વિરોધ બાદ હવે દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીના અધ્યાપકો પણ વિરોધમાં જોડાયા છે. ત્યારે આ વિરોધમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ પણ જોડાયું છે. એનએસયુઆઈ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વીર નર્મદ દક્ષિણ […]

કોંગ્રેસનું હાઈકમાન્ડ ગુજરાતમાં જુથબંધીને કારણે પ્રદેશ પ્રમુખ કે વિપક્ષના નેતાનું નામ નક્કી કરી શકતું નથી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ભાજપે તો તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ પણ ગામડાંઓ અને શહેરોમાં મિટીંગો કરીને વધુ લોકોને પાર્ટીમાં જાડી રહી છે. ત્યારે સૌથી જુની ગણાતી કોંગ્રેસમાં હજુ કોઈ સળવળાટ દેખાતો નથી. કોંગ્રેસનું હાઈકમાન્ડ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષના નેતાપદ કોને […]

યુરોપિયન યુનિયનમાં બાસમતી ચોખાનો વિશેષ ટ્રેડ માર્ક મેળવવા ભારતની અરજીનો પાકિસ્તાન દ્વારા વિરોધ

નવી દિલ્હીઃ ભારતના બાસમતી ચોખાની માગ હવે વિદેશમાં પણ વધી રહી છે. ભારત અને પાકિસ્તાનની ખાણીપીણીમાં પણ બાસમતી ચોખાનું વિશેષ સ્થાન છે. બાસમતી ચોખા વિના પુલાવ અથવા બિરયાનીની કલ્પના કરવી મુશ્કેલ છે. પરંતુ હવે આ બે પાડોશી દેશો વચ્ચે બાસમતી ચોખાને કારણે વિવાદ ઊભો થયો છે. ભારતે બાસમતીના વિશેષ ટ્રેડમાર્ક માટે યૂરોપિયન યૂનિયનમાં અરજી કરી […]

ગુજરાત યુનિવર્સિટીએ પ્રવેશની કામગીરી ખાનગી એજન્સીને સોંપતા ABVPએ વિરોધ કર્યો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રકિયા માટે ખાનગી એજન્સીને કામગીરી સોંપાતા વિરોધ જાગ્યો છે.  આ કામગીરીમાં ખાનગી એજન્સી દ્વારા ગોટાળા કરવામાં આવતા હોવાનો ભાજપની વિદ્યાર્થી પાંખ  ABVPએ આક્ષેપ કર્યો છે. ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, તેમની પરીક્ષા ફી પરત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન […]

કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા આગોતરુ આયોજન, કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે પોલીસ એકશનમાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં દરરોજ હજારોની સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં હતા. જો કે, હવે કોરોનાના કેસમાં ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ કોરોનાની ત્રીજી લહેર આના કરતા પણ વધારે ઘાતક હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે આ લહેરનો સામનો કરવા માટે સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ગ્રામ્ય […]

ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવા કેન્દ્ર સરકારના પ્રયાસોઃ રૂપાલા

અમદાવાદઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે તે અયોગ્ય છે. હાલ કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. તેમ કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવીને દેશના ખેડૂતો માટે MSP લાભદાયી હોવાનું કહ્યું હતું. તેમજ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે. તેમણે જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code