1. Home
  2. Tag "ORDER"

કેજરિવાલ આવતીકાલે જેલમાં કરશે સરેન્ડર, કોર્ટમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી છે. રૂઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને શનિવારે (1 જૂન, 2024) સાત દિવસની વચગાળાની જામીનની મુદત વધારવાની તેમની અરજી પર કોઈ રાહત આપી ન હતી. કોર્ટ વચગાળાના જામીન અંગેની આગામી સુનાવણી 5મી જૂને હાથ ધરશે. EDએ સુનાવણી દરમિયાન કોર્ટને જણાવ્યું હતું કે, […]

દિલ્હીમાં હીટ વેવનું એલર્ટ, શ્રમજીવીઓને બપોરે 12થી 3 વાગ્યા સુધી રજાનો આદેશ આપ્યો

નવી દિલ્હીઃ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને કામદારો માટે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી રજાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, લેફ્ટનન્ટ ગવર્નરે બાંધકામ સ્થળ પર કામદારોને પાણી અને નાળિયેર પાણીનો પૂરતો જથ્થો આપવા સૂચના આપી છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડમાં ઘડાઓમાં પાણી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. આકરી ગરમીમાં […]

રાજકોટ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર એક્શનમાં, મોરબીમાં ચાર ગેમ ઝોન બંધ કરાવાયા, જૂનાગઢમાં ફન વર્લ્ડની રાઇડ્સ બંધ કરાવાઇ

રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. ઠેર-ઠેર ગેમ ઝોનમા ફાયર સેફ્ટીની ચકાસણી અને એક્શનની કાર્યવાહી થઇ રહી છે.. બીજી તરફ મોરબી અને જુનાગઢમાં આવા ગેમઝોન તાત્કાલીક બંધ કરી દેવાયા છે..જુનાગઢ, સુરત અને ભવનાથ તળેટીમાં ચાલતી રાઇડ્સ પણ બંધ કરાઇ છે. અહીં સવાલ એ ઉઠે કે દુર્ઘટના ગેમ ઝોનની […]

ઉત્તરાખંડઃ ચારધામમાં રજીસ્ટ્રેશન વગર આવતા યાત્રાળુઓને પરત મોકલાશે

નવી દિલ્હીઃ હાલ ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં છે. જો કે હવે નોંધણી વગર ચારધામ યાત્રા પર આવતા યાત્રિકોને પરત કરવામાં આવશે. મુખ્ય સચિવ રાધા રાતુરીએ આ અંગે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને એડવાઈઝરી જારી કરી છે. ચારધામ યાત્રા માટે ઉમટી પડેલી ભારે ભીડને કારણે સરકારને વ્યવસ્થા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. […]

બેલેટ પેપર દ્વારા મતદાન સહિતની તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હી: ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) વડે 100 ટકા વોટ વેરિફિકેશનની માગણી કરતા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે શુક્રવારે VVPAT સ્લિપના મેચિંગ સંબંધિત તમામ અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, પરિણામ જાહેર થયાના 7 દિવસની અંદર ઉમેદવાર ફરીથી ચકાસણીની માંગ કરી […]

સંદેશખાલીમાં મહિલાઓ ઉપર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના કેસની તપાસ CBI કરશે

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીની ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો. હવે કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના આરોપોની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો છે. સંદેશખાલીમાં EDના અધિકારીઓ પર થયેલા હુમલાની પણ CBI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કોલકત્તા હાઈકોર્ટે કોર્ટની દેખરેખ હેઠળ સંદેશખાલીમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ અને જમીન હડપ […]

દિલ્હી હાઈકોર્ટમાંથી કેજરિવાલને ના મળી રાહત, ધરપકડને પટકારતી અરજી ના મંજુર

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. સીએમ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી મામલામાં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડને પડકારી હતી. હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી અને ધરપકડને માન્ય ગણાવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, આ જામીનનો મામલો નથી, પરંતુ ધરપકડને પડકાતો મામલો છે. હાઈકોર્ટે નોંધ્યું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ […]

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને કાર્યાલય ખાલી કરવા માટે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂર્વે જ સુપ્રીમ કોર્ટમાંથી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પાર્ટીને પોતાની ઓફિસ ખાલી કરવા નિર્દેશ કર્યો છે. કોર્ટે ચૂંટણીને ધ્યાનમાં રાખીને 15મી જૂન સુધીનો સમય આપ્યો છે. આમ આદમી પાર્ટીની સામે ફરિયાદ કરી હતી કે, તેમની ઓફિસ રાઉજ રેવન્યુ કોર્ટની સંપાદીત જમીન ઉપર બનાવાયું છે. આ મામલે હાઈકોર્ટે […]

જ્ઞાનવાસી સંકુલમાં કરાયેલા સર્વેની નકલ અરજદારને અપાશે

લખનૌઃ જ્ઞાનવાપી સંકુલના સીલબંધ સર્વે રિપોર્ટ અંગે જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે સર્વે રિપોર્ટ સાર્વજનિક કરવા આદેશ કર્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ પહેલા જ કોર્ટમાં રિપોર્ટ દાખલ કરી દીધો હતો. આ રિપોર્ટને લઈને અદાલતે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે, આજે કોર્ટે […]

દિલ્હીની ‘આપ’ સરકારની મુશ્કેલી વધી, દવા કૌભાંડમાં સીબીઆઈ તપાસના આદેશ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ ના લેતી હોય તેમ લાગી રહ્યું છે. દારૂ કૌભાંડમાં ઈડી દ્વારા સીએમ કેજરિવાલને સમન્સ પાઠવીને બોલાવવામાં આવ્યા હતા, હવે ઈડી ધરપકડ કરશે તેવો સીએમ કેજરિવાલને ભય સતાવી રહ્યો છે ત્યારે હવે કેજરિવાલ સરકારની સામે દવા કૌભાંડના આક્ષેપ થઈ રહ્યાં છે. દરમિયાન કેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code