1. Home
  2. Tag "ORDER"

પિતાના અવસાન બાદ આશ્રિત દીકરીને વળતરની રકમ ચુકવવા માટે વીમા કંપનીને હાઈકોર્ટની ટકોર

અમદાવાદઃ ભાવનગરની એક મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. મહિલાના પિતાના અવસાન બાદ વીમા કંપનીએ વળતરની રકમ નહીં ચુકવતા મહિલાએ રાજ્યની વડી અદાલતના દરવાજા ખટખટાવ્યાં હતા. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન છુટાછેડા બાદ દીકરી પિતાના આશ્રિત હોય તો તેમને પણ અપરણીત દીકરીની જેમ જ વળતર ચુકવવું જોઈએ, વીમા કંપનીએ આ અંગે જવાબ રજૂ કરવા સમય માંગતા હાઈકોર્ટે વધુ […]

આસારામની મુશ્કેલીઓ વધી, બળાત્કાર કેસમાં કોર્ટે આજીવન કેદની સજાનો આદેશ કર્યો

અમદાવાદઃ બળાત્કાર કેસનો સામનો કરતા આસારામને દુષ્કર્મના કેસમાં ગાંધીનગર અદાલતે સુનાવણીના અંતે કસુરવાર ઠરાવીને આજે સજાનો આદેશ કર્યો હતો. કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફરમાવી હતી. તેમજ પીડિતાને રૂ. 50 હજારનું વળતર ચુકવવા માટે નિર્દેશ કર્યો હતો. આ કેસમાં ગાંધીનગર કોર્ટે બળાત્કારના કેસમાં અન્ય આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોશ છોડી મુકવા આદેશ કર્યો હતો. કેસની […]

દેશમાં એક વર્ષના સમયગાળામાં ગંભીર ગુનામાં સંડોવાયેલા 165 આરોપીઓને અદાલતોએ મોતની સજા ફરમાવી

નવી દિલ્‍હી : દેશમાં ગુનાખોરીને ડામવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ પીડિતોને ઝડપી ન્યાય મળે અને આરોપીઓને આકરી સજા મળી રહે તે માટે ન્યાયીક કાર્યવાહી પણ ઝડપી પૂર્ણ કરવા સુરક્ષા એજન્સીઓને તાકીદ કરવામાં આવી છે. દરમિયાન એક વર્ષમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા કુલ 165 કેદીઓને અદાલતોએ મૃત્યુદંડની […]

ગોરખનાથ મંદિરમાં સુરક્ષા જવાનો ઉપર હુમલાના કેસમાં આરોપીને કોર્ટે ફાંસીની સજા ફરમાવી

લખનૌઃ ગોરખપુરમાં ગોરખનાથ મંદિર ઉપર હુમલો કરવાના કેસમાં આરોપી મુર્તજા અબ્બાસને ખાસ એનઆઈએ કોર્ટે કસુરવાર ઠરાવીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. મુર્તજા ઉપર યુએપીએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીને આતંકવાદી જાહેર કરાયો હતો. આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લખનૌની એનઆઈએ/એટીએસ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. આરોપીએ એપ્રિલ 2022માં ગોરખનાથ મંદિર ઉપર હુમલો કર્યો […]

બાંગ્લાદેશની કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ વાલી તરીકે માતાનો ઉપયોગ કરી શકાશે

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં સંતાનો પાછળ વાલી તરીકે પિતાનું નામ લખવામાં આવે છે. લોકશાહીને વરેલા ભારતમાં અનેક સંતાનોની પાછળ માતાનું નામ લખાય છે. દરમિયાન ભારતના પડોશી દેશ બાંગ્લાદેશની હાઈકોર્ટે ઐતિહાસિક આદેશ કર્યો છે. હાઈકોર્ટે વિદ્યાર્થીઓ વાલી તરીકે પિતાના બદલે માતાનું નામ લખી શકે તેવો આદેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર, હાઇકોર્ટે આદેશ […]

બનાસકાંઠા :રાતના 8થી સવારના 7 વાગ્યા સુધી ટ્યુશન-ક્લાસીસ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ

  અમદાવાદઃ ગુજરાતમાં એજ્યુકેશનનું પ્રમાણ વધ્યું છે બીજી તરફ વાલીઓ પણ સંતાનો પાસેથી ઉંચા પરિણામની આશા રાખે છે. તેમજ સારા અભ્યાસ માટે સ્કૂલની સાથે ખાનગી ટ્યુશન-ક્લાસીસમાં બાળકોને ભણાવતા હોય છે.બીજી તરફ ટ્યુશન સંચાલકો વહેલી સવારે અથવા મોડી રાત સુધી બાળકોને અભ્યાસ કરવતા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ વહેલી સવારે અને મોડી રાતના ટ્યુશન-ક્લાસીસથી ઘરે […]

ગુજરાતમાં તમામ એસટી બસની નિયમિત સફાઈ કરવા તમામ ડેપોને નિગમે કર્યો આદેશ,

અમદાવાદઃ રાજ્યમાં એસટી બસમાં રોજબરોજ અનેક લોકો પ્રવાસ કરતા હોય છે. એસટી બસોમાં સ્વચ્છતા હોવી જરૂરી છે. પરંતુ કેટલાક ડેપોની એસટી બસોને નિયમિત સફાઈ કરવામાં આવતા નથી. એસટી બસમાં જ એટલી બધી ગંદકી હોય છે. આથી એસટી નિગમે તમામ ડેપોને આદેશ કર્યો છે. કે, લાંબા અને ટુંકા રૂટ્સની એસટી બસોને રોજ નિયમિતરીતે સફાઈ કરવી.તેમજ કોઇ […]

નેપાળની જેલમાંથી કુખ્યાત બિકીની કિલર ચાર્લ્સ શોભરાજને રાહત, મુક્ત કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ નેપાળની જેલમાં બંધ કુખ્યાત બિકીની કિલર ચાર્લ્સ શોભરાજને જેલમાંથી મુક્ત કરવાનો નેપાળની સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. વિદેશી પ્રવાસીઓની હત્યા કેસમાં પોલીસે તેને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી લીધો હતો. લગભગ 19 વર્ષના જેલવાસ બાદ તેને મુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો. શોભરાજ વેશ બદલવામાં માહિર હોવાની સાથે વિવિધ ભાષાઓ જાણતો હતો. સુત્રોના […]

અમે પીઓકેને આઝાદ કરાવવા તૈયાર, સરકારના આદેશની જોઈ રહ્યાં છે રાહઃ ભારતીય સેના

નવી દિલ્હીઃ ભારતીય સેના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને આઝાદ કરવા માટે તૈયાર છે. આ માટે માત્ર સરકારના આદેશની રાહ જોઈ રહી છે. તેમ સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું. તાજેતરમાં જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના એક નિવેદનમાં PoKને પરત લેવાની વાત કરી હતી. રક્ષા મંત્રીના નિવેદન પર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ […]

ભારતીય રેલવેઃ ટ્રાફિક વર્ક ઓર્ડરથી જામનગર-વડોદરા અને અમદાવાદ-વિરમગામ મેમુ ટ્રેન રદ કરાઈ

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-વિરમગામ રેલ વિભાગ વચ્ચે સાણંદ અને ગોરા ઘુમા સ્ટેશનો(ડીએફસીસીઆઈએલ)ને કનેક્ટિવિટી પૂરી પાડવાના સંબંધમાં ટ્રાફિક વર્ક ઓર્ડર (TWO)ના કામને કારણે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેનો રદ કરવામાં આવી છે. વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસને તા. 22મી નવેમ્બરથી 26મી નવેમ્બર સુધી રદ કરવામાં આવી છે. આવી જ રીતે જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code