1. Home
  2. Tag "ORDER"

તમિલનાડુમાં તમામ 50 સ્થળ પર રેલીની મંજૂરી નહીં મળતા RSSએ કાર્યક્રમ મોકુફ રાખ્યો

બેંગ્લોરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ તામિલનાડુમાં આવતીકાલે રવિવારના રોજ નિર્ધારિત તેના તમામ કાર્યક્રમો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવ્યું છે કે, મદ્રાસ હાઈકોર્ટની સિંગલ બેંચ દ્વારા કાર્યક્રમ માટે શરતો લાદવામાં આવ્યા પછી, યુનિયને રાજ્યમાં વિવિધ સ્થળોએ યોજાનારી રૂટ માર્ચ અને અન્ય કાર્યક્રમોને મોકૂફ રાખ્યા છે. આ સાથે કોર્ટના આ નિર્ણયને પડકારવાનું પણ […]

દિલ્હીઃ AIIMSમાં સાંસદોને વિશેષ સારવાર અને સંભાળ આપવાનો આદેશ પાછો ખેંચાયો

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી AIIMSમાં સાંસદોને વિશેષ સારવાર અને સંભાળ આપવાનો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના મુખ્ય વહીવટી અધિકારી દેવ નાથ સાહને લોકસભા સચિવાલયના સંયુક્ત સચિવ વાય.એમ. કંદપાલને પત્ર લખીને આ અંગે જાણ કરી છે. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, AIIMS દિલ્હીમાં સાંસદો માટે તબીબી સંભાળની […]

નવી દિલ્હીઃ યમુના નદીના ઘાટ ઉપર છઠ્ઠની ઉજવણીની તડામાર તૈયારી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છઠ્ઠના તહેવારમાં યમુના નદી પ્રદૂષિત ન થાય તેની ખાતરી કરવા અધિકારીઓને આદેશ કર્યાં છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે, “યમુનાના ઘાટ પર છઠ્ઠનો તહેવાર પહેલાની જેમ ઉજવવામાં આવશે. તમામ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે યમુના પ્રદૂષિત ન થાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું […]

રખડતા ઢોરને મામલે પોલીસ અને મ્યુનિ. તંત્રને જરૂર પડે વધુ કડક પગલાં લેવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ રાજ્યમાં સૌથી વધુ વિકરાળ બનેલી  રખડતા ઢોરની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટે  નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા પર અંકુશ લાવવા રાજ્ય સરકાર સહિત રાજ્યના પોલીસ વડા અને તમામ મ્યુનિ.કોર્પોરેશન અને નગરપાલિકાઓને કડક પગલા લેવા આદેશ આપ્યા હતા. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગો પર રખડતા ઢોરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. […]

ગુજરાતના કોમી તોફાનો અને બાબરી ધ્વંસ સાથે જોડાયેલા કેસ બંધ કરવા સુપ્રીમનો નિર્દોશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ ધ્વંસ અને ગુજરાત રમખાણો સાથે જોડાયેલા કેસ બંધ કરવાનો મહત્વનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોને લઈને દાખલ કરવામાં આવેલી અનેક અરજીઓનો હવે કોઈ અર્થ નથી. આથી તેમની સામેની કાર્યવાહી બંધ કરવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોના 9માંથી 8 કેસમાં ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ […]

જમદેશપુરઃ જેલમાં બંધ કેદીની હત્યા કરવાના કેસમાં 15 આરોપીઓને ફાંસીની સજાનો કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ ઝારખંડના જમશેદપુરમાં હત્યાના એક કેસમાં 15 આરોપીઓને ફાંસીની સજા કોર્ટે ફરમાવી હતી. જમશેદપુરની જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં મનોજસિંહ નામના કેદીનું મોત થયું હતું. આ ઘટના 25મી જૂન 2019ના રોજ બની હતી. જમશેદપુરમાં પ્રથમવાર એક સાથે 15 આરોપીઓને ફાંસીની સજાનો આદેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર 25 જૂન, 2019 ના રોજ, […]

પાક.માં અધિકારીઓ તો ઠીક પ્યૂન પણ કોર્ટના આદેશને નથી ગણકારતાઃ હિન્દુ પરિવારને સંસ્થામાં રખાયેલી અપહ્યુત સગીરાને ના મળવા દીધી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં હિન્દુ સહિતના લઘુમતીઓ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રહીમ યાર ખાન વિસ્તારમાંથી કથિત રીતે અપહરણ કરાયેલી 13 વર્ષની હિન્દુ સગીરા હાલ દાર-ઉલ-અમન નામની સંસ્થામાં રાખવામાં આવી છે. સગીરાને મળવા માટે માતા-પિતાએ કોર્ટમાંથી મંજૂરી પણ મેળવી છે પરંતુ સંસ્થાના સંચાલકોને કોર્ટનો પણ કોઈ ભય ના તેમ આદેશને ઘોળીને […]

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની મંજૂરી આપી, ઉદ્ધવ ઠાકરેની CM પદેથી રાજીનામાંની જાહેરાત

નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજકારણ છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ઉથલપાથલ વચ્ચે રાજ્યપાલે ફલોર ટેસ્ટની સુચના આપી હતી રાજ્યપાલના આ નિર્ણયને શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો આ અરજીની સુનવણીમાં શિવસેના, સિંદે જૂથ અને રાજ્યપાલ તરફથી લંબાણપૂર્વકની દલીલો કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ સુનવણી બાદ રાતના આદેશ જાહેર કરીને રાજ્યપાલના નિર્ણયને યોગ્ય ઠરાવી ગુરુવારે ફલોર ટેસ્ટ ની મંજૂરી […]

ગુજરાતઃ 115 સરકારી વકીલોના પ્રોબેશન પૂર્ણના હુકમો કરાયાં, 178 સરકારી વકીલોની બદલી

અમદાવાદઃ કાયદા વિભાગ હેઠળના તમામ સરકારી વકીલો (આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર) માટે તાજેતરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સટી ખાતે “કન્વિકશન રેટ : સરકારી વકીલોની ભૂમિકા” વિષય ઉપર યોજાયેલ પરિસંવાદમાં કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સરકારી વકીલોના પ્રોબેશન પૂર્ણ થયાના હુકમો તાત્કાલિક કરી આપવાની જાહેરાત કરી હતી, જે અન્વયે કાયદા વિભાગ ધ્વારા આવા પ્રોબેશન પૂર્ણ થયાના 115 સરકારી વકીલોના […]

સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન તમામ કોલેજોને 14 જૂન સુધીમાં ફાયર NOCની વિગતો મોકલવા આદેશ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ફાયર NOCને લઈને યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં આગામી 14 જૂન સુધીમાં યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોને ફાયર NOCની વિગતો મોકલવા આદેશ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોએ ફાયર NOCની માહિતી આપવાની રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ હાસ્પિટલોમાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code