1. Home
  2. Tag "ORDER"

સુરતઃ સામુહિક બળાત્કાર કેસમાં બે આરોપીઓને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા

અમદાવાદઃ સુરતના ડુમસ પાસે યુવતી ઉપર સામુહિક બળાત્કાર ગુજારવાના કેસમાં અદાલતે બે આરોપીઓને કસુરવાર ઠરાવીને અંતિમ શ્વાસ સુધી કેદની સજાનો આદેશ કર્યો હતો. તેમજ પીડિતાને રૂ. 5 લાખનું વળતર ચુકવવા નિર્દેશ કર્યો હતો. અગાઉ આ કેસમાં અદાલતે બે આરોપીઓને ગુનેગાર ઠરાવીને સજા ફરમાવી હતી. કેસની હકીકત અનુસાર સુરતમાં ડુમસ ચોપાટી વન વિભાગની ઝાડીમાં સિમેન્ટના બાંકડા […]

ગ્રીષ્મા હત્યા કેસઃ અદાલતે આરોપી ફેનિલને ગુનેગાર જાહેર કર્યો

અમદાવાદઃ સુરતમાં ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ફેનિલને ગુનેગાર ઠરાવવામાં આવ્યો હતો. આવતીકાલે આરોપીને કોર્ટ સજાનો ચુકાદો સંભળાવે તેવી શકયતા છે. કોર્ટે આજીવન કેદ તથા ફાંસી કેમ ના આપવી તે અંગે આરોપી ફેનીલને સવાલ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગત 12મી ફ્રેબ્રુઆરીના રોજ સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ફેનિલ ગોયાણીએ સરાજાહેર […]

પાટણઃ મિલકતની તકરારમાં ભાઈ અને ભત્રીજીની હત્યા કરનારી બહેનને આજીવન કેદની સજાનો આદેશ

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણમાં ખળભળાટ મચાવનારા બેવડી હત્યા કેસમાં પોલીસે આરોપી મહિલાને કસુરવાર ઠરાવીને અદાલતે અંતિમ શ્વાસ સુધી કેદનો આદેશ કર્યો હતો. મહિલાએ મિલકત માટે પોતાના ભાઈ અને તેની દીકરીની હત્યા કરી હતી. મૃતકના પરિવારજનોએ આ ચુકાદાને આવકાર્યો હતો. કેસની હકીકત અનુસાર પાટણમાં કિન્નરી પટેલની મહિલાએ મિલકતની તકરારમાં સગાભાઈની હત્યા કરી હતી. એટલું જ નહીં […]

પશ્ચિમ બંગાળમાં હિંસા કેસની તપાસ સીબીઆઈ કરશે, હાઈકોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ કલકત્તા હાઈકોર્ટે શુક્રવારે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં થયેલી હિંસાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. 21 માર્ચની રાત્રે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના બોગતુઈ ગામમાં હિંસા અને આગચંપી થઈ હતી. શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલા ઉપપ્રમુખ ભાદુ શેખની હત્યા બાદ કેટલાક અરાજક તત્વોએ બોગાતુઈ ગામમાં લગભગ એક ડઝન ઘરોને આગ ચાંપી દીધી હતી, જેમાં […]

ગુજરાતમાં શૌચાલયોના બાંધકામમાં ગેરરીતિના મુદ્દે કમિટી બનાવીને તપાસ કરાવવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યમાં શૌચાલયના બાંધકામમાં મોટું કૌભાંડ થયું હોવાની હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની અરજીમાં બનાસકાંઠા જિલ્લામાં થયેલા શૌચાલય કૌભાંડની નોંધ લેતાં હાઇકોર્ટે સમગ્ર રાજ્યમાં તપાસ કરવા હુકમ કર્યો છે. જિલ્લા અને તાલુકા સ્તરે કમિટી બનાવીને તપાસ કરવા હાઇકોર્ટે આદેશ આપ્યા છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર […]

જાતિય શોષણનો ભોગ બનેલા લોકો માટે દરેક પોલીસ સ્ટેશનમાં વકિલોની પેનલ બનાવવા ડીજીપીને આદેશ

અમદાવાદઃ રાજ્યમાં જાતિય શોષણના બનાવો વધતા જાય છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે ડિરેકટર જનરલ ઓફ પોલીસને રાજ્યભરના તમામ પોલીસ સ્ટેશનોમાં જાતીય શોષણનો ભોગ બનેલા લોકોની મદદ કરવા માટે વકીલની પેનલ હોય તેની ખાતરી કરવાનો આદેશ આપ્યો છે. 27વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટના નિર્દેશોની અવગણના કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવતા હાઈકોર્ટે આ આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું […]

કર્ણાટક હિજાબ વિવાદઃ તુમકુરમાં આદેશના ઉલ્લંઘન મુદ્દે 10 વિદ્યાર્થિનીઓ સામે ફરિયાદ

બેંગ્લોરઃ કર્ણાટકમાં હિજાબ વિવાદ વકર્યો છે અને આ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દરમિયાન કર્ણાટક પોલીસે તુમકુર જિલ્લામાં કેટલાક વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી છે. 10 વિદ્યાર્થિનીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 17મી ફેબ્રુઆરીના રોજ તુમકુરમાં ગર્લ્સ ઈમ્પ્રેસ ગવર્નમેન્ટ પીયુ કોલેજની બહાર હિજાબ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા. કર્ણાટક હાઈકોર્ટએ પોતાના અંતિમ નિર્દેશમાં […]

બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોતની સજાનો આદેશ સાંભળ્યા બાદ પણ સફદર નાગોરીને કોઈ અફસોસ નથી !

ભોપાલઃ અમદાવાદ શહેરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અદાલતે સુનાવણીના અંતે 38 આરોપીઓને મોતની સજાનો આદેશ કર્યો છે. જેમાં પ્રતિબંધિત સીમીના છ આતંકવાદીઓ ભોપાલની કેન્દ્રીય જેલમાં બંધ છે. જેમાં બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ મનાતા સફદર નાગોરીનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફાંસીની સજાના આદેશ બાદ પણ નાગોરી નોર્મલ જોવા મળ્યો હતો. તેમજ તેણે […]

અમદાવાદના બોમ્બ બ્લાસ્ટ કેસમાં 1100થી વધારે સાક્ષીઓની જુબાની લેવાઈ

સાબરમતી જેલમાં સર્જાયેલા સુરંગકાંડનો કેસ પડતર બોમ્બ બ્લાસ્ટમાં 500થી વધારે ચાર્જશીટ કરાઈ અમદાવાદઃ શહેરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અદાલતે 48 આરોપીઓને કસુરવાર ઠરાવીને 38ને મોતની સજા તથા 11 આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન 1163 જેટલા સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યાં હતા. જ્યારે હલુ આ કેસમાં આઠ આરોપીઓને પોલીસ […]

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ 38 આરોપીઓને મોતની સજા

11 આરોપીઓને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા મૃતકો અને ઈજાગ્રસ્તોને વળતર ચુકવવા આદેશ કરાયો અમદાવાદઃ શહેરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે અદાલતે ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો હતો. અદાલતે દોષિત ઠરેલા 49 આરોપીઓ પૈકી 38 આરોપીઓને મોતની સજાનો આદેશ કર્યો હતો. જ્યારે અન્ય 11 આરોપીઓને જીવે ત્યાં સુધી આજીવન કેદીની સજાનો આદેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code