પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની જમીનમાં એક જ વર્ષમાં સેન્દ્રીય કાર્બનના પ્રમાણમાં 0.067 ટકાનો વધારો
અમદાવાદઃ વડોદરા જિલ્લામાં પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોની જમીનની ફળદ્રુપતામાં વધારો થયો હોવાનું સોઇલ ટેસ્ટમાં ફલિત થવા પામ્યું છે. પ્રાકૃતિક ખેતી કરતા પહેલા અને બાદમાં લેવામાં આવેલા માટીના નમૂનાનો સોઇલ હેલ્થ ટેસ્ટ કરવામાં આવતા આ જમીનોમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ વધ્યું હોવાનું પૂરવાર થયું છે. રાસાણિક ખાતરોના દુષ્પરિણામો પહેલાની જમીન કેવી હતી ? તેની સાદી સમજ જોઇએ તો […]