1. Home
  2. Tag "organic farming"

પ્રાકૃતિક ખેતીથી જ બચશે પાણી, જંગલ, જમીન અને જીવ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગરઃ રાજ્યપાલ અને દેશ-વિદેશમાં પ્રાકૃતિક ખેતીના પ્રબળ પ્રચારક  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતી આજના સમયની અનિવાર જરૂરિયાત છે, કારણ કે પ્રાકૃતિક ખેતીથી જ આપણે પાણી, જંગલ, જમીન અને જીવને બચાવી શકીશું. તેમણે કહ્યું કે રાસાયણિક ખેતીને કારણે દેશના ઘણા રાજ્યોમાં ભૂમિગત જળસ્તર સતત ઘટી રહ્યું છે અને જમીન પણ બંજર બની રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હરિયાણામાં ગુરુકુલ […]

પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં રાસાયણિક ખેતી કરતાં ઉત્પાદન ઓછું મળે છે એવી માન્યતા-ધારણા તદ્દન ખોટી : રાજ્યપાલ

ગાંધીનગરઃ પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં રાસાયણિક ખેતી પદ્ધતિ કરતાં ઉત્પાદન ઓછું મળે છે એવી  માન્યતા અને ધારણા તદ્દન ખોટી છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન-વરાપ અને મિશ્ર પાક આ પાંચ આયામોથી અપનાવવામાં આવે તો ઉત્પાદન રાસાયણિક ખેતી પદ્ધતિ કરતાં વધુ અને વધુ ગુણવત્તાસભર મળે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ […]

ગુજરાતમાં 9 લાખથી વધુ ખેડુતોએ 7,53,000 એકર જમીનમાં કરી પ્રાકૃતિક ખેતી

ગાંધીનગરઃ  રાજ્યમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. વર્ષ – 2023 ના અંત સુધીમાં 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. 7,53,000 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં રાજભવનમાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે વિસ્તૃત વિચાર-વિમર્શ કરાયો હતો. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું […]

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની જમીનમાં એક જ વર્ષમાં સેન્દ્રીય કાર્બનના પ્રમાણમાં 0.067 ટકાનો વધારો

અમદાવાદઃ વડોદરા જિલ્લામાં પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોની જમીનની ફળદ્રુપતામાં વધારો થયો હોવાનું સોઇલ ટેસ્ટમાં ફલિત થવા પામ્યું છે. પ્રાકૃતિક ખેતી કરતા પહેલા અને બાદમાં લેવામાં આવેલા માટીના નમૂનાનો સોઇલ હેલ્થ ટેસ્ટ કરવામાં આવતા આ જમીનોમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ વધ્યું હોવાનું પૂરવાર થયું છે. રાસાણિક ખાતરોના દુષ્પરિણામો પહેલાની જમીન કેવી હતી ? તેની સાદી સમજ જોઇએ તો […]

દેશમાં વર્ષ 2027 સુધીમાં બે કરોડથી વધારે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતા હશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે નેશનલ કોઓપરેટિવ ફોર એક્સપોર્ટ લિમિટેડ (NCEL) નો લોગો, વેબસાઇટ અને બ્રોશર લોન્ચ કર્યું હતું. તેમજ કેન્દ્રીય મંત્રીએ NCELના સભ્યોને સભ્યપદ પ્રમાણપત્રોનું પણ વિતરણ કર્યું હતું. આ પ્રસંગ્રે કેન્દ્રીય સહકાર મંત્રીએ જણાવ્યું હતું કે, સહકારી મંડળીઓને નિકાસની તકો ઉપલબ્ધ કરાવવા માટે રાષ્ટ્રીય સહકારી નિકાસ લિમિટેડ (NCEL) […]

ગુજરાતમાં એક મહિનામાં જ એક લાખથી વધુ નવા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી

ગાંધીનગરઃ ખેડૂતોમાં જાગૃતિ અને સમાજના સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. જુલાઈ-2023 ના એક મહિનામાં જ રાજ્યમાં 1,05,000  નવા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. હવે રાજ્યમાં કુલ 7,74,000 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આ માટે પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, દરેક તાલુકામાં પ્રાકૃતિક […]

દેશમાં ખેડૂતો અપનાવી રહ્યાં છે પ્રાકૃતિક ખેતી, 59 લાખ હેકટરમાં પ્રાકૃતિક ખેતી

નવી દિલ્હીઃ દેશમાં ખેતીને અર્થતંત્રની કરોડરજ્જુ માનવામાં આવે છે. ખેડૂતોની આવકમાં વધારો થવાની સાથે ખેતીમાં વધારો થાય તે દિશામાં મોદી સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટે કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે એટલું જ નહીં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી […]

જંતુનાશકોની આડઅસરોનો સામનો કરવા માટે સજીવ ખેતીને પ્રોત્સાહન આપવું પડશે-મનસુખ માંડવિયા

દિલ્હી : “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (CCEA)એ કુલ રૂ. 3,68,676.7 કરોડના ખર્ચ સાથે ખેડૂતો માટે નવીન યોજનાઓના વિશેષ પેકેજને મંજૂરી આપી છે. પેકેજ ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપીને ખેડૂતોના એકંદર કલ્યાણ અને આર્થિક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પહેલ ખેડૂતોની આવકમાં વધારો કરશે, કુદરતી અને સજીવ ખેતીને મજબૂત બનાવશે, […]

ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં ઓર્ગેનિક ખેતીની જમીનમાં એક ઈંચનો પણ વધારો થયો નથીઃ કોંગ્રેસ

અમદાવાદઃ  ગુજરાત સરકારની ઓર્ગેનિક ખેતી નીતિ સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. લોકસભામાં અપાયેલા જવાબ મુજબ છેલ્લા 6વર્ષમાં ઓર્ગેનિક ખેતીની જમીનમાં એક ઇંચનો પણ વધારો થયો નથી. ભાજપ સરકાર દ્વારા દર વર્ષે ઓર્ગેનિક ખેતીના નામે બજેટમાં કરોડો ની જાહેરાત થાય છે પણ ગુજરાતના ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં નિષ્ફળ ગયા છે. સમગ્ર ગુજરાત માં આશરે 9600000  હેક્ટર જમીનમાં ખેતી […]

દેશમાં ઓર્ગેનિક ખેતીમાં ગુજરાત 10માં સ્થાને, ખેડુતોને સજીવ ખેતીમાં રસ નથી

અમદાવાદઃ ગુજરાતમાં ખેડુતો વધુ ખેત ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ કરતા હોય છે. વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગથી ઉત્પન્ન થતો કૃષિ પાક માનવ જીવનના આરોગ્ય માટે પણ જોખમી હોય છે. ત્યારે ખેડુતો સજીવ ખેતી તરફ વળે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ઓર્ગેનિક ખેતીના હિમાયતી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code