1. Home
  2. Tag "Overbridge"

ગાંધીધામમાં ટાગોર રોડ પરના ઓવરબ્રિજનું એલ્ટિમેટમ અપાયા બાદ આખરે લોકાર્પણ કરાયુ

ગાંધીધામઃ  શહેરના હાર્દસમા ટાગોર રોડ પરના ઓવરબ્રિજનું ઘણા બધા વિવાદો પછી આજે મંગળવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં ઓવર બ્રિજને  સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો 1.4 કિલોમીટર લાંબો અને 32 કરોડના ખર્ચથી તૈયાર થયેલો આ બ્રિજ ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા બાદ ખુલ્લો ન મુકતા હતા વિવાદો ઊભો થયો હતો. ગુજરાત સરકારના […]

સુરતમાં ઓવરબ્રિજ ટૂવ્હીલર માટે ઉત્તરાણના બે દિવસ પ્રતિબંધ, સેફગાર્ડ લગાવ્યા હશે તો છૂટ મળશે

સુરતઃ શહેરમાં તાજેતરમાં નાના વરાછા વિસ્તારમાં ઓવરબ્રિજ પર સ્કુટર પર જઈ રહેલી યુવતીના ગળામાં પતંગની દોરી ભરાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું. આ ગંભીર ઘટના બાદ શહેર પોલીસે શહેરના તમામ ઓવરબ્રિજ પર તા.14મીને ઉત્તરાણ અને 15મીએ વાસી ઉત્તરાણના દિવસે દ્વીચક્રી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે ટુ વ્હીલર વાહનોમાં સેફગાર્ડ (લોખંડને બેન્ડ કરેલો […]

રાજકોટમાં મ્યુનિ. દ્વારા તમામ ઓવરબ્રિજ નીચે પાર્કિંગ સુવિધા, હવે ખાણીપીણી બજાર ઊભુ કરાશે

રાજકોટઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેથી શહેરમાં ટ્રાફિકની સાથે પાર્કિંગની સમસ્યા પણ વકરી છે. રોડ પર થતાં વાહનોના પાર્કિંગને લીધે ટ્રાફિકથી સમસ્યા વધી છે. જેને હલ કરવા માટે શહેરના તમામ ઓવરબ્રિજ નીચે પે પાર્કિંગ અપાશે. તેમજ એવરબ્રિજ નીચે ખાણી-પીણી માટે પણ જગ્યા ફાળવાનો આરએમસીએ નિર્ણય લીધો છે. આરએમસી દ્વારા […]

શામળાજી- હિંમતનગર હાઈવે પર નવ નિર્મિત ઓવરબ્રિજ પર એક-એક ફુટ ઊંડા ખાડાં પડ્યાં

હિંમતનગરઃ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેને પહોળો બનાવીને સિક્સ લેનમાં રૂપાંતર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હાઈવેના નિર્માણ કાર્ય તેના અંતિમ તબક્કામાં પહોંચ્યુ છે. દરમિયાન ઓવરબ્રિજ અને હાઈવેનુ કાર્ય નબળી ગુણવત્તાનુ કરવાને ફરિયાદો ઊઠી છે. સામાન્ય વરસાદમાં હાઈવે પર ઠેર ઠેર ખાડા પડ્યા છે. અનેક જ્યાએ લાંબા અને ઊંડા ખાડાઓ પડવાને લઈ […]

વડોદરા નજીક દેણા અને દુમાડ હાઈવે ચોકડી પર ઓવરબ્રિજનું કેન્દ્રિય મંત્રી ગડકરી લોકાર્પણ કરશે

વડોદરાઃ શહેર નજીક નેશનલ હાઇવે ઉપર આવેલા અને અકસ્માત ઝોન તરીકે ઓળખાતા દેણા ચોકડી અને દુમાડ ચોકડી ઉપર રૂપિયા 52 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ તૈયાર થઇ ગયો છે. આવતીકાલ તા.2જી જુનના રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બંને બ્રિજનું લોકાર્પણ કરશે. આ બ્રિજ બનવાથી અકસ્માત ઝોન ગણાતા દેણા ચોકડી અને દુમાડ ચોકડી ઉપર અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર […]

અમદાવાદમાં ઘોડાસર ચાર રસ્તા પરના ઓવરબ્રિજની ધીમી કામગીરી સામે સ્થાનિક લોકોએ કર્યો વિરોધ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ઓવરબ્રિજ બનાવવાના કામો ચાલી રહ્યા છે. જેમાં ઘણા બ્રિજ એવા છે કે તે બ્રિજના કામો ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે. કહેવાય છે. કે, ઘણા કોન્ટ્રાક્ટરો નિયત સમયમાં બ્રિજના કામો પુરા કરતા નથી ત્યારબાદ મ્યુનિ.ના સત્તાધિશો સાથે સાંઠગાંઠ કરીને વધારો માગતા હોય છે. આમ પ્રજાના ટેક્સના નાણા બરબાદ કરતા […]

ડીસા-રાધનપુર હાઈવે પર ઓવરબ્રિજમાં ગાબડાં પડતા મરામતનું કામ હાથ ધરાયું

પાલનપુરઃ ડીસા-રાધનપુર નેશનલ હાઇવે 24 કલાક વાહનોથી ધમધમતો રહે છે. આ હાઈવે પર રેલવે ઓવરબ્રિજમાં ગાબડું પડતાં નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે એક તરફનો હાઇવે બંધ કરાવી ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો. જ્યારે અમદાવાદથી એક્સપર્ટની ટીમ આવ્યા બાદ તપાસ કરી ગાબડાની મરામત શરૂ કરવામાં આવી […]

અમદાવાદના નરોડામાં બનાવાશે ગુજરાતનો સૌથી લાંબો ત્રણ કિમી.લાંબો આધૂનિક ઓવરબ્રિજ

અમદાવાદઃ શહેરમાં વધતી જતી વસતી સાથે શહેરનો વ્યાપ પણ વધ્યો છે. સાથે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે શહેરમાં વધુને વધુ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. શહેરમાં એસજી અને એસપી રિંગ રોડ પરના ચાર રસ્તાઓ પર ઘણાબધા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. હવે  ટ્રાફિકથી કાયમ ભરચક રહેતા નરોડા પાટિયા રોડ પર ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ બનાવાશે. આ […]

વડોદરાના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ઓવરબ્રીજનું કામ પાંચ વર્ષે પણ હજુ પૂર્ણ થયુ નથી

વડોદરા:  શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સાડા ત્રણ કિ.મી ઓવરબ્રિજનું કામ વર્ષ 21017થી ચાલી રહ્યું છે. આ ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. કે, ક્યારે પુરૂ થશે તે કોઈ કહી શકતું નથી. હવે તો સત્તાધારી ભાજપ પક્ષના ધારાસભ્યએ પણ બ્રીજનું કામ સત્વરે પૂર્ણ કરવાની માગ કરી છે. વડોદરા શહેરનો વિકાસ રૂંધાયો છે. કારણ […]

કચ્છમાં ભૂજ-ભચાઉ હાઈવે પર નવા બનાવેલા ઓવરબ્રીજના લોકાર્પણના મહિનાઓમાં તિરાડો પડી

ભુજ: પશ્ચિમ કચ્છને જોડતો ભુજ – ભચાઉ રાજ્ય ધોરીમાર્ગ 42 ઉપરનો મુખ્ય ભુજોડી ઓવર બ્રિજ આખરે 10 વર્ષ બાદ થોડાક મહિનાઓ અગાઉ જ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ થોડાક મહિનાઓની અંદર જ ભુજોડી ઓવરબ્રીજ પર તિરાડો સાથે સળિયા દેખાવા લાગ્યા છે. ઓવરબ્રિજ ઉપર સળિયા દેખાતા લોકો બ્રીજના નીચેથી જવાનો રસ્તો પકડ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code