1. Home
  2. Tag "oxygen"

GTUના મેકેનિકલ એન્જિનિયરિંગના અધ્યાપકો સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનનું મોનિટરિંગ કરશે

અણદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો રાજ્યની 14 જેટલી સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના વપરાશ અંગે મોનિટરિંગ કરશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અનુરોધ પર જીટીયુની 40 જેટલી મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગની ફેકલ્ટી હોસ્પિટલમાં સહયોગ આપશે. જીટીયુ અને રાજ્ય સરકારના ઉચ્ચ સત્તાવાળાઓ વચ્ચે સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના યોગ્ય વપરાશ તેમજ મોનિટરિંગ બાબતે વિચાર વિમર્શ કરાયો હતો. જીટીયુના મિકિનિકલ ડિપાર્ટમેન્ટની સીનિયર ફેકલ્ટીને […]

કોરોનાએ આપણને ઓક્સિજનની ઉપયોગીતા, અનિવાર્યતા અને જરૂરીયાત સમજાવીઃ નીતિન પટેલ

અમદાવાદઃ વૈશ્વિક મહામારી કોરોના સામે નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર સત્વરે પુરી પાડી તેમને સુરક્ષિત કરવા એ આપણા સૌની જવાબદારી છે. કોરોનાના પ્રથમ તબક્કામાં ઓક્સિજન બેડની જરૂરિયાત ઓછી પડતી હતી. ત્યારે દર્દીઓને આઇસોલેશન, આઇસીયુ, અને વેન્ટીલેટર સહિતની સુવિધાઓ રાજ્ય સરકારે અસરકારક આયોજન થકી પૂરી પાડી છે. આ બીજા તબક્કાના સંક્રમણ દરમિયાન ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ વધુ આવતા તેની […]

GST નાબૂદ કરાશે તો ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ વધુ મોંઘા થશે: નાણા મંત્રી

કોવિડ-19ની દવા, ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ પરથી GST હટાવવા અંગે નાણામંત્રીનું નિવેદન આ વસ્તુઓ પરથી જીએસટી હટાવવાથી આ વસ્તુઓ મોંઘી થશે GST હટાવવાથી કંપનીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો નહીં કરી શકે નવી દિલ્હી: એક તરફ દેશમાં વેક્સિન અને ઓક્સિજનની અછત સર્જાઇ છે ત્યારે કોવિડ-19ની દવા, ઓક્સિજન કન્સન્ટ્રેટર્સની સ્થાનિક આપૂર્તિ અને કોમર્શિયલ આયાત પરથી GST હટાવવાથી આ વસ્તુઓ […]

રિલાયન્સ દ્વારા પ્રતિદિન 1000 MT ઓક્સિજનનું ઉત્પાદનઃ કોવિડ પ્રભાવિત રાજ્યોને મફતમાં અપાશે

જામનગર : ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના વધતા કેસને લીધે હોસ્પિટલોમાં ઓક્સિજનની માગમાં વધારો થયો છે. ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મદદ માટે આગળ આવી છે. જામનગર રિફાઈનરીથી વિવિધ રાજ્યોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન એટલે કે એલએમઓનું સપ્લાય તેજ બનાવ્યું છે. હવે જામનગર તેલ રિફાઈનરીમાં દરરોજ 1000 MT થી વધુ મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યું છે. આ ઓક્સિજન […]

કેન્દ્ર સરકારના આદેશ બાદ સુરતના હજીરાથી 117 ટન ઓક્સિજન મધ્યપ્રદેશ મોકલાયો

અમદાવાદઃ ગુજરાતમાં ઓક્સિજનની અછત વચ્ચે સુરત હજીરા પ્લાન્ટથી ચાર દિવસમાં 200 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં ઓક્સિજનની અછતના કારણે આઈનોક્સ કંપનીએ કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ ઓક્સિજનનો જથ્થો મધ્યપ્રદેશમાં મોકલી આપ્યો હતો. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જાય છે. સાથે જ પોડાશી રાજ્ય મધ્ય પ્રદેશમાં પણ કોરોના કેસ વધતા જાય છે. મધ્યપ્રદેશની સરકારી […]

રાજકોટમાં જરૂર ન હોવા થતા ઓક્સિજનની માગ કરતી 14 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરાઈ

રાજકોટ : શહેરમાં  કોરોનાના કેસ વધતા જાય છે. તંત્ર દ્વારા સ્થિતિને કાબુમાં લેવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. દરેક ખાનગી હોસ્પિટલોને પણ સમયસર ઓક્સિજનનો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. પરંતુ કેટલી હોસ્પિટલ બિનજરૂરી ઓક્સિજનના સપ્લાયની માંગ કરતી હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. આવી હોસ્પિટલ સામે તંત્રએ લાલ આઁખ કરી […]

ચાંગોદર પોલીસે ગ્રીનકોરીડોર બનાવી અમદાવાદમાં  ઓક્સિજનનો જથ્થો પહોંચાડ્યો

અમદાવાદઃ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  કોરોનાની સારવાર લેતા દર્દીઓને ઓક્સિજનના જથ્થાની અછત વર્તાઈ રહી છે. ત્યારે ચાંગોદર પોલીસે ચાંગોદરથી વસ્ત્રાપુરની ખાનગી હોસ્પીટલમાં ઓકિસજન ખૂટે તે પહેલા ગ્રીન કોરીડોર બનાવી ગણતરીની મિનિટોમાં હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો પહોંચાડ્યો હતો. અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશેખર અને પોલીસ અધિક્ષક વીરેન્દ્રસિંહ યાદવની સુચના મુજબ હાલમા ચાલી રહેલા કોરોના માહામારીમાં સરકારની […]

કોરોના સંકટમાં ભારતની પડખે સિંગાપોર – ઓક્સિજનના બે વિમાન ભારત આવવા માટે રવાના

સિંગાપોર આવ્યું ભારતની મદદે ઓક્સિજન ભરેલા બે વિમાન ભારત આવવા માટે રવાના દિલ્હીઃ- સમગ્ર દેશ કોરોના સામે ગંજી લડાઈ લડી રહ્યો છે,વધતા કોરોનાના કેસોને લઈને અનેક આરોગ્ય લક્ષી વસ્તુઓની અછત સર્જાઈ રહી છે, જેમાં ખાસ કરીને છેલ્લા ઘણા દિવસોથી ઓક્સિજન અને રિમડેસિવિરની અછતથી વિશ્વના ઘણા દેશો ભારતની મદદ માટે આગળ આવી રહ્યા છે. કોરોના સંકટમાં […]

મિત્રતા સામે કોરોના પરાસ્તઃ કોરોના પીડિત મિત્ર માટે 1400 kmનો પ્રવાસ કરી યુવાન ઓક્સિજન લઈ પહોંચ્યો

દિલ્હીઃ ભગવાન માતા-પિતા, ભાઈ-બહેન સહિતના લોહીના સંબંધ સાથે બાળકને ધરતી પર મોકલી છે. પરંતુ મિત્રતા જ એ એક એવો સંબંધ છે જે આપણે જાતે પસંદ કરીએ છીએ. આજના આધુનિક જમાનામાં જ્યારે કોઈ-કોઈની નથી રહ્યું ત્યારે ઉત્તરભારતમાં કોરોના પીડિત મિત્ર સાથે યુવાને મિત્રતા નિભાવીને ફ્રેન્ડશીપનો અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. કોરોના પીડિત મિત્રને ઓક્સિજનની જરૂર પડતા […]

વાયુદળના વિમાન દ્વારા ઓક્સિજનનો જથ્થો જામનગરમાં પહોંચાડાયો

જામનગરઃ  શહેર-જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગમાં ધરખમ વધારો થયો છે, જેને પહોંચી વળવા કલેક્ટર તંત્ર અને હોસ્પિટલ દિવસ-રાત એક કરી રહ્યું છે ત્યારે એરફોર્સના વિમાન દ્વારા પણ ઓક્સિજનનો જથ્થો જામનગર પહોંચ્યો હોવાના સમાચારથી લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર શહેરમાં મોટાભાગના કોવિડ કેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code