1. Home
  2. Tag "oxygen"

મહારાષ્ટ્રમાં કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની અછતઃ ગુજરાત સપ્લાય કરશે ઓક્સિજન

મહારાષ્ટ્રને 100 મેટ્રીક ટન ઓક્સિજન સપ્લાય કરશે છત્તીસગઢ પણ 100 મેટ્રીક ટન ઓક્સિજન પુરો પાડશે મહારાષ્ટ્રમાં સરકારે આકરા નિયંત્રણો નાખ્યાં અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાએ અજગર ભરડો લીધો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. દર્દીઓ માટેના ઓક્સિજનની અછતથી પણ હોસ્પિટલો પ્રભાવિત છે. ત્યારે ગુજરાત  […]

ભાવનગરના અલંગમાંથી રાજ્યની મોટાભાગની હોસ્પિટલોને ઓક્સિજનનો સપ્લાય કરાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજનની માગમાં વધારો થયો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં અલંગ સહિત જુદાજુદા વિસ્તાકોમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટ અડધા ગુજરાતની હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડે તેવી વ્યવસ્થા  છે. જેને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. ગુજરાતભરમાં બે દિવસથી અહીંથી ઓક્સિજનના સિલિન્ડર મોકલવામાં આવી રહયા છે. […]

કોરોનાના દર્દીઓ વધતા કોવિડ હોસ્પિટલોમાં રોજ 350 મે. ટન ઓક્સિજનનો વપરાશ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. કોરોના કહેરની બીજી લહેર દરમિયાન બદલાયેલાં લક્ષણોને કારણે કોવિડના દર્દીઓમાં શ્વાસની તકલીફો વધી રહી છે, જેથી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાત વધી ગઈ છે, તેથી રાજ્યમાં કોરોનાના કેસો ઘટતાં દિવાળી બાદ ઓક્સિજનનો વપરાશ દૈનિક 50 મેટ્રિક ટન સુધી પહોંચી ગયો હતો, પરંતુ હાલ ઓક્સિજનનો વપરાશ 350 મેટ્રિક ટને વિક્રમી […]

સુરતમાં  કોરોના કેસ વધતા ઓક્સિજનની માંગમાં 45 ટકાનો વધારો

સુરત:  ઉદ્યોગ, અને રોજગાર-ધંધાથી ધમધમતા સુરત શહેરમાં હવે કોરોનાના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસો સુરતમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 724 નવા કોરોના કેસ નોંધાયા હતા. જેને લઇને સુરતમાં હાલ ઓક્સિજનના બોટલોની માંગ વધી રહી છે. ત્યારે શહેરમાં ઓક્સિજનની  બોટલો માટે દર્દીઓના પરિવારજનોને સવારના 3 વાગ્યાથી લાઇનોમાં ઊભા રહેવું પડે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code