1. Home
  2. Tag "palanpur"

પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન, ટ્રાફિક નિયંત્રણની કામગીરીમાં પોલીસ નિષ્ક્રિય

પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિદિન વિકટ બનતી જાય છે. સૌથી વધુ ટ્રાફિકથી શહેરીજનો પરેશાન હોય તો એ શહેરના પશ્ચિમ પોલીસ મથક વિસ્તારમાં છે. પાલનપુર પશ્ચિમ પોલીસ પંથકની હદમાં આવતા જુના આરટીઓ સર્કલ પર ટ્રાફિક નિયંત્રણની કામગીરી ન થતી હોવાથી કલાકો સુધી લોકો ટ્રાફિકમાં ફસાય છે. જ્યારે હનુમાન ટેકરી વિસ્તારમાં આડેધડ વાહનોને કારણે અને […]

પાલનપુરમાં માલણ દરવાજા પાસેની ડમ્પિંગ સાઈટ હટાવવાની વર્ષો જુની માગણીનો કોઈ ઉકેલ આવતો નથી

પાલનપુરઃ શહેરમાં ડમ્પિંગ સાઈટ હટાવવાનો પ્રોજેક્ટ વર્ષોથી સરકારમાં ધૂળ ખાઈ રહ્યો છે. પાંચ વર્ષ પહેલા ડમ્પિંગ સાઈટ હટાવવા રાજ્ય સરકારમાં દરખાસ્ત થઈ હતી. જેને સરકારે મંજૂરી આપ્યા બાદ ટેન્ડરિંગ થયું હતું. જોકે એજન્સી દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરી નહતી. જે બાદ ફરી નવી એજન્સી માટેની દરખાસ્ત કરવામાં આવી હતી તે પણ હજુ સરકારમાં પેન્ડિંગ છે. […]

પાલનપુરમાં 25 કરોડના ખર્ચે ભૂગર્ભ વીજ લાઈન નાંખીને શહેરને વીજ થાંભલાના દોરડાથી મુક્ત કરાશે

પાલનપુરઃ શહેરમાં રૂપિયા 25 કરોડના ખર્ચે ભૂગર્ભ વીજ લાઈન બિછાવવામાં આવશે, એટલે વીજળીના થાંભલાઓને દુર કરવામાં આવશે, માત્ર સ્ટ્રીટલાઈટના પોલ જરૂર પ્રમાણે ઊભા કરાશે. રાજ્યના ઊર્જારાજ્ય મંત્રી મુકેશ પટેલે જાહેરાત કરી હતી. પાલનપુરમાં  કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્ય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને UGVCLને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારી અને પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં […]

પાલનપુરના ગઠામણ પાટિયા પાસે ટેન્કરે એક્ટિવાને ટક્કર મારતા માતા-પૂત્રનાં મોત

પાલનપુરઃ શહેરમાંથી પસાર થતાં હાઈવે પર પૂર ઝડપે દોડતા વાહનોને લીધે અવાર-નવાર અકસ્માતોને બનાવો બની રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. પાલનપુરના ગઠામણ પાટિયા પાસે બુધવારે જીવલેણ અકસ્માતની ઘટના બની હતી. પુત્રને સ્કૂલેથી લઈ માતા ઘરે જઈ રહ્યા હતા ત્યારે જ ટ્રકચાલકે પાછળથી ટક્કર મારતા માતા-પુત્રના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. હચમચાવી નાખતા અકસ્માતની […]

બનાસકાઠામાં વરસાદને લઈને પૂર્વ તૈયારી – NDRF ની ટીમનું પાલનપુર ખાતે આગમન

બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમનું આગમન વપસાદની સ્થિતિને પહોંચી વળવાની પૂર્વ તૈયારીઓ પાલનપુર – રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે બનાસકાઠા જીલ્લામાં પૂર્વ તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે,જેમાં ખાસ પુરની સ્થિતિ થાય તો તેને પહોંચી વળવા અને લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ બોલાવામાં આવી છે, હાલ પાલનપુર જીલ્લા કલેક્ટર ખાતે આ ટીમનું આગમન થયું […]

પાલનપુર શહેરમાં જાહેર માર્ગો પર ગંદકીના ઢગલાં, લોકોએ નગરપાલિકા સામે સૂત્રોચ્ચાર સાથે ધરણાં કર્યાં

પાલનપુરઃ શહેરની નગરપાલિતાના સત્તાધિશોની નિષ્ક્રિયતાને લીધે હવે નાગરિકોને જ આંદોલન કરવાની ફરજ પડી રહી છે. શહેરમાં હાલ વરસાદી સીઝનમાં રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ગંદકીના ઢગલાં જોવા મળી રહ્યા છે. ગંદકીના સામ્રાજ્યને લઈ મોટી બજાર વિસ્તારમાં નગર પાલિકા સામે વિરોધપક્ષ અને સ્થાનિકોએ ધારણા કરી વિરોધ નોંધાવ્યો હતો. પાલનપુર મોટી બજાર ખાતે વિરોધ પક્ષ અને મોટી સંખ્યામાં […]

પાલનપુરમાં માલણ દરવાજા પાસે ડમ્પિંગ સાઈટ સામે શહેરીજનોનો વિરોધ, વિપક્ષે કર્યા ધરણાં

પાલનપુરઃ શહેરમાં  માલણ દરવાજાની ડમ્પિંગ સાઈટને લઈને ઘણા સમયથી લોકો વિરોધ કરી રહ્યા છે. ડમ્પિંગ સાઈટને લીધે આજુબાજુની સાસાયટીના રહિશો પણ પરેશાન છે. 20 ગામને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે અને આ સમગ્ર વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે. અનેક વાર નગરપાલિકાથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે, પરંતુ આ ડમ્પિંગ સાઈટનો નિકાલન થતા 20 […]

બનાસકાંઠાઃ પાલનપુર-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત

રાજસ્થાનથી ઘેટા-બકરા ભરેલી એક ટ્રક અમદાવાદ જતી હતી માર્ગ અકસ્માતમાં 20 જેટલા પશુઓના પણ થયા મોત બે દિવસ અગાઉ પણ અકસ્માતમાં 3ના મોત થયા હતા અમદાવાદઃ બનાસકાંઠામાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. ઘેટા-બકરા ભરેલી ટ્રક અન્ય ટ્રક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં 20 પશુઓના પણ […]

પાલનપુર તાલુકાના ચંડીસર ગામની જીઆઇડીસી નજીક ટ્રકે બાઈકને ટક્કર મારતા બેનાં મોત

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. જેમાં ટ્રક અને બાઈક વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. પાલનપુર તાલુકાના ચંડીસર ગામે આવેલી જી.આઇ.ડી.સી.માં સાંજે ટ્રકચાલકે ટક્કર મારતા બાઇક સવાર રાજસ્થાનના બે યુવનોના મોત નીપજયા હતા. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે નાસી છુટેલા ટ્રકચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા […]

પાલનપુર-મહેસાણામાં નવી સૈનિક સ્કૂલને મંજૂરી, સંતરામપુરમાં વિજ્ઞાનપ્રવાહની નવી કોલેજ શરૂ કરાશે

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષણના સ્તરમાં વધારો થાય તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાલનપુરમાં નવી સૈનિક સ્કૂલને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સ્કૂલમાં બાળકોને શિક્ષણની સાથે સૈનિક તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત આદિવાસી વિસ્તાર સંતરામપુર ખાતે વિજ્ઞાન પ્રવાહની નવી કોલેજ શરૂ કરાશે. સરકારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code