અમદાવાદમાં ના પાડવા છતાં રવિવારે કેટલાક વિસ્તારોમાં પાનના ગલ્લાં-ચાની કિટલીઓ ચાલુ રહી
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શનિવાર સાંજથી પાનના ગલ્લાઓ અને ચાની કિટલીઓ બંધ કરાવી હતી. પરંતુ આજે રવિવારે સવારે અમદાવાદમાં ફરી ચાની કિટલીઓ અને કેટલાક પાનના ગલ્લાઓ ધમધમતા જોવા મળ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી પાસે જ્યાં સામાન્ય દિવસોમાં અને દર રવિવારે ચા માટે ભીડ […]