1. Home
  2. Tag "Patdi"

પાટડીના આદરિયાણા સહિત રણકાંઠાના ગામોમાં ગાયોના દોડની હરિફાઈ યોજાઈ

150 વર્ષથી ચાલતી પરંપરા, નૂતન વર્ષે યોજાતી હરિફાઈ, ગાયોની શીંગડે ઘી લગાવીને શણગારવામાં આવે છે, ગોવાળોને સમુહ ગાયોના ધણની આગળ-પાછળ દોડે છે સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડીના રણકાંઠાના ગામડાંઓમાં વર્ષોથી ચાલતી પરંપરા છે, કે વિક્રમ સંવતના નવા વર્ષના પ્રથમ દિવસે ગાયો દોડાવવાની એક અનોખી સ્પર્ધા યોજવામાં આવે છે. જેમાં ગાયોના ધણની આગળ-પાછળ ગોવાળો પણ દોડતા હોય છે. […]

પાટડીના બજાણા નજીક એસટી બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

કારમાં સવાર બે પ્રવાસીને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડાયા, અકસ્માત બાદ એસટી બસ ખાડામાં ઉતરી ગઈ, અકસ્માતને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાટડી તાલુકાના બજાણા નજીક હાઈવે પર એસટી બસ અને કાર વચ્ચે સર્જાયો હતો. બજાણા નજીક આવેલા રેલવે ફાટક પાસે […]

પાટડીના મજેઠી રોડ પર દૂધના ટેન્કરે બાઈકને અડફેટે લેતા બાળક સહિત ત્રણના મોત

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાટડીના મજેઠી રોડ પર બન્યો હતો. પાટડી તાલુકાના માલવણ હાઈવે પર મોટી મજેઠી અને રાજપર વચ્ચે દૂધના ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમા બાળક સહિત ત્રણના મોત નિપજ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં એક બાળકીનો આબાદ બચાવ થયો હતો. પોલીસ દ્વારા અકસ્માતે […]

પાટડીના ફતેપુર ગામે બાળકો ક્લાસરૂમમાં હતા અને શિક્ષકો શાળાને લોક મારીને જતા રહ્યા

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાના ફતેપુર ગામની પ્રાથમિક શાળામાં શાળા છૂટવાના સમયે બાળકો ઘેર જતાં રહ્યા હશે, એમ માનીને ક્લાસરૂમમાં જોયા વિના જ શાળાને તાળાં મારીને શિક્ષકો ઘેર જતાં રહ્યા હતા. દરમિયાન શાળાના ક્લાકરૂમમાંથી શાળાના દરવાજા સુધી આવ્યા તો શાળાના દરવાજાને તાળાં લાગેલા હતા. આથી બાળકો રડવા લાગતા અને બુમાબુમ કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા. અને […]

પાટડીના રૂસ્તમગઢ નજીક કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યાં,

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના પાટડી તાલુકાના રૂસ્તમગઢ નજીક નર્મદાની માઈનોર કેનાલમાં મોટું ગાબડું પડતા ખેતરો જળબંબાકાર બની જતા ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડુતોએ રવિ સીઝનમાં જીરાનું વાવેતર કર્યું હતું.  કેનાલના કાંઠે આવેલી ખેતરોમા જીરાના પાકમાં નર્મદાનું પાણી ફરી વળતા ખેડુતો નર્મદા નિગમ સામે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ખેડુતોએ એવો આક્ષેપ કર્યો હતો કે નર્મદાની માઈનોર […]

પાટડીના રણકાંઠાના ગામોમાં પરંપરાગત ગોવાળો પાછળ ગાયોને દોડાવવાની સ્પર્ધા યોજાઈ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પથંકમાં આવેલા પાટડીના રણ વિસ્તારના ગામોમાં છેલ્લા દોઢસો વર્ષથી બેસતા વર્ષના દિવસની સવારે ગાયો દોડાવવાની પરંપરા આજે પણ જોવા મળી રહી છે. નવા વર્ષને વધાવવા ગ્રામજનો દ્વારા ગાયોને  ગોવાળો પાછળ દોડાવવામાં આવે છે. માલધારીઓ ધૂળની ઉડતી રજને માથા પર ચઢાવે છે. તેમજ માલધારી સમાજના લોકો ગાયોને સુશોભિત કરી, પૂજન કરી ગાયોને ઘાસચારો અર્પણ […]

પાટડીના જૈનાબાદનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અન્યત્ર ખસેડવાની હિલચાલ સામે આવેદનપત્ર અપાયું

સુરેન્દ્રનગરઃ પાટડીના જૈનાબાદમાં ફાળવાયેલું પ્રાથમિક કેન્દ્ર  ખસેડીને વડગામ લઇ જવાની હિલચાલથી સ્થાનિક લોકોમાં અસંતોષ ઊભો થયો છે.. નાગરિકોએ  રેલી સાથે પાટડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી. જૈનાબાદ ગામના લોકોના કહેવા મુજબ પાટડીના દસાડા ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય અને સામુહિક આરોગ્ય કેન્દ્રો આવેલા હતા. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં […]

પાટડીની સરકારી હોસ્પિટલની દુર્દશા, પીવાના પાણીની સુવિધા નથી, ચારેકોર ગંદકીનું સામ્રાજ્ય

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પછાત ગણાતા પાટડી શહેરની સરકારી હોસ્પિટલનો આ વિસ્તારના 92 જેટલા ગામોના લોકો લાભ લઈ રહ્યા છે. આ હોસ્પિટલની દુર્દશાથી દર્દીઓ વધુ બિમાર પડી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં ગંદકી અને અવ્યવસ્થાથી દર્દીઓ હેરાન પરેશાન થઇ ગયા છે. એમાંય આકરા ઉનાળાની શરૂઆતમાં જ આ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ અને એમના સગાવહાલાઓ માટે પીવાના પાણીની પણ સરખી […]

પાટડીના માલવણ હાઈવે પર ટ્રક – ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા બેનાં મોત, 15ને ઈજા

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના પાટડીના માલવણ હાઈવે પર અખિયાણા ગામ નજીક મજૂરો ભરીને ખેતરે જઈ રહેલા ટ્રેક્ટર સાથે ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રેક્ટર ઉપર આખેઆખી ટ્રક ચડી જતાં બે લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. જ્યારે ટ્રેક્ટરમાં સવાર 15 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત બન્યા હતા. ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સારવાર […]

પાટડીમાં 1996માં બનેલું ST બસ સ્ટેન્ડ તકેદારીના અભાવે ઢોરવાડો બન્યુ, તંત્ર નિષ્ક્રિય

સુરેન્દ્રનગરઃ જિલ્લાના દસાડા તાલુકાનું મુખ્ય મથક પાટડી છે, રોજબરોજ અનેક લોકો હટાણું કરવા માટે પાટડીની મુલાકાતે આવતા હોય છે. ત્યારે પાટડીના એસટી બસ સ્ટેશનની ખંડેર જેવી હાલત છે. સને 1996માં તત્કાલિન ગૃહ રાજ્યમંત્રી અમિત શાહના વરદ હસ્તે પાટડી બેચરાજી રોડ પર વેલનાથ નગર સામેં અદ્યતન બસસ્ટેન્ડનું દબદબાભેર ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. પરંતુ આ બસસ્ટેન્ડ ગામથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code