1. Home
  2. Tag "Patil"

કેન્દ્રિય મંત્રી મંડળમાં અમિત શાહ, પાટિલ, નિમુબેન, માંડવિયાનો સમાવેશ, રૂપાલા,દેવુસિંહની બાદબાકી

અમદાવાદઃ નરેન્દ્ર મોદીની એનડીએ સરકારમાં ગુજરાતમાંથી 5 સાંસદોનો સમાવેશ થશે. જેમાં અમિત શાહ, એસ જયશંકર, સીઆર પાટિલ, નિમુબેન અને માંડવિયાને સ્થાન આપવાનું નક્કી કરાયુ છે. મોદી સરકારની બીજી ટર્મમાં ગુજરાતમાંથી 7 મંત્રી હતા. જ્યારે નવા મંત્રીમંડળમાં પરશોત્તમ રૂપાલા અને ખેડાથી ત્રીજી વખત જીતેલા દેવુસિંહ ચૌહાણની બાદબાકી કરાશે. નરેન્દ્ર મોદીની એનડીએ સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ થઈ […]

ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો ભાજપ પાંચ લાખ મતોની લીડથી જીતશે, પાટિલનો હુંકાર

નવસારીઃ લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ગુજરાત ભાજપ દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ચૂંટણીમાં માઈક્રો પ્લાનિંગમાં માહેર ગણાતા ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલે નવસારીના ગણદેવીના એક કાર્યક્રમમાં એવો હુંકાર કર્યો હતો કે, ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપ પાંચ લાખ મતોની સરસાઈથી જીતશે. એટલું ન નહીં […]

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં વિપક્ષની ડિપોઝિટ ડુલ થાય તેવી ફોર્મુલા ઘડાશેઃ પાટિલ

સુરેન્દ્રનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ ભારતીય જનતા પક્ષે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરેન્દ્રનગરમાં તાજેતરમાં પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક મળી હતી. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીની ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. મિશન 2024 માટે પ્રદેશ ભાજપની નવી રણનીતિ ઘડી કાઢી છે. લોકસભાની […]

OBC અનામત માટે ભારતીય જનતા પાર્ટી મક્કમ અને કટિબદ્ધ છે : સી.આર.પાટીલ

અમદાવાદઃ ગુજરાત  વિધાનસભા ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે.  ત્યારે ભાજપે પણ વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવા માટે રણનીતિ અપનાવી છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મતદારોને પોતાની તરફ કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ગુજરાતના ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી OBC અનામત માટે મક્કમ અને કટિબદ્ધ છે. […]

સૌરાષ્ટ્રમાં પેઈજ કમિટીનું કામ સપ્તાહમાં પૂર્ણ કરવા ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે આપી સુચના

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. નવ ડિસ્ટ્રીક વન ડેના કાર્યક્રમના ભાગ રૂપે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અને સૌરાષ્ટ્રના ભાજપના તમામ આગેવાનોની બેઠક બોલાવી હતી. જેમાં તેમણે પેઈજ પ્રમુખો અને કમિટી રચવાના કામ ઝડપથી […]

ના રે..ના મેં અંબરિશ ડેરને ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું જ નથીઃ પાટીલ

રાજકોટઃ શહેર ભાજપમાં જૂથવાદ વચ્ચે સી.આર. પાટીલ સૌપ્રથમ વખત રાજકોટ આવ્યા છે. ત્યારે શહેર ભાજપના કાર્યકરો દ્વારા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રસ્તા પર ફૂલની જાજમ પાથરવામાં આવી હતી તેમજ  ડીજેના તાલે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટીલના સ્વાગત માટે સવારથી જ રાજકોટ ભાજપના આગેવાનો એરપોર્ટ પર પહોંચી ગયા હતા. પાટીલ રાજકોટ […]

રાજકોટમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ શનિવારે સ્નેહ મિલન નહીં પણ આગેવાનો સાથે સંવાદ કરશે

રાજકોટઃ  શહેરમાં ભાજપના  નવા વર્ષના સ્નેહ મિલન સમારોહમાં જ અગ્રણીઓ વચ્ચેનું વૈમનસ્ય ઉજાગર થયું હતું. છેલ્લા કેટલાક દિવસથી અવનવા વિવાદોથી આગેવાનોમાં બે જૂથ પડી ગયા છે. આ વિવાદના કારણે પહેલા સી.આર.પાટીલની રાજકોટ મુલાકાત સમયે ભાજપનું સ્નેહમિલન યોજાવાનું હતું જે રદ કરવામાં આવ્યું હતું. હવે એની જગ્યાએ આવતી કાલે તા. 20મીના રોજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ […]

રાજકોટમાં ભાજપના ડખાથી પાટિલ નારાજ, જુથવાદ ચલાવી લેવામાં નહીં આવે ચીમકી આપી

રાજકોટ : રાજકોટ શહેરમાં ભાજપનો જૂથવાદ વકરતો જાય છે. અને શિસ્તબદ્ધ ગણાતા પક્ષની આબરૂના ધજીયા ઊડી રહ્યા છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જુથવાદ સામે લાલા આંખ કરી છે. રાજકોટ ભાજપમાં જૂથવાદ અંગે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભાજપમાં કોઈ આંતરિક જૂથવાદ નથી. જો આવું કાઈ હશે તો આવો કોઈ જૂથવાદ ચલાવી લેવામાં નહી આવે. તેમણે કહ્યું […]

અમદાવાદ મ્યુનિ,કમિશનરની કામો મંજુર કરવાની આર્થિક સત્તાને ઘટાડી દેવા પાટિલનું સુચન

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના પદાધિકારીઓ, શહેર ભાજપ સંગઠન અને કાર્યકર્તાઓ સાથે ગોષ્ઠી યોજીને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલે કેટલાક મહત્વના સૂચનો કરી તેનું પાલન શરૂ કરવા સિચના આપી હતી.લાંબા સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા પક્ષ અને વહીવટી તંત્ર વચ્ચે થતા સંઘર્ષના બનાવોને ગંભીરતાથી લઇ પાટીલે સહ કોષાધ્યક્ષ અને કોર્પોરેશનની કામગીરી પર દેખરેખ રાખતા ધર્મેન્દ્ર શાહને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code