1. Home
  2. Tag "peanuts"

સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવક, સારા ભાવથી ખેડૂતોને રાહત

હિંમતનગર: ઉત્તર ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદને કારણે ખરીફપાકનું સારૂએવું ઉત્પાદન થવાની શક્યતા છે. જેમાં આ વખતે મગફળીનું સારૂએવું વાવેતર થયુ હતું અને માર્કેટયાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. જેમાં સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ યાર્ડમાં પ્રતિદિન મગફળીના 150 ટ્રેક્ટરની આવક થઈ રહી છે. જેમાં ભેજવાળી નહોય તેવી સારી ક્વોલીટીની મગફલીના ભાવ પ્રતિ 20 કિલોના 1880 ઉપજતા […]

જાણો શિયાળામાં શેકેલી મગફળી ખાવાના અનેક ફાયદાઓ વિશે

હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે દિવસ દરમિયાન તાપ અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.ધીમે ધીમે શિયાળાની ઋતુનું આગમન થવા જઈ રહ્યું છે.ત્યારે શિયાળામાં અનેક વસ્તુઓનું સેવન કરવામાં આવતું હોય છે.એમાં મગફળીનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે,તેમાં અનેક પોષક તત્વો હોય છે.તો ચાલો જાણીએ શિયાળામાં મગફળી ખાવાના ફાયદા વિશે. […]

રાજકોટ યાર્ડમાં મગફળી અને મરચાની આવક બંધ કરવી પડીઃ શિવરાત્રીએ યાર્ડ રજા રાખશે

રાજકોટઃ રાજ્યમાં ગત ચોમાસામાં સારા વરસાદને કારણે રવિપાકનું રેક્રડબ્રેક વાવેતર થયું હતુ. તેથી હવે માર્કેટયાર્ડમાં રવિપાકની ધૂમ આવક શરૂ થઈ છે. સાથે જ સિંગતેલના ભાવ ઉંચા જતા હવે ધીમે- ધીમે યાર્ડમાં મગફળીની આવક વધી રહી છે. હાલ મગફળીની આવક થઇ રહી છે તે સિઝનની છેલ્લી આવક છે. એપ્રિલ માસથી નવી આવક થશે. હાલમાં આવક વધારે […]

સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છતાં ખેડુતોનો યોગ્ય પ્રતિસાદ ન મળ્યો

રાજકોટઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડુતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા હતા. અને ખેડુતોને ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ ટેકાના ભાવે મગફળીના ખરીદી શરૂ કરી હતી. પરંતુ આ વખતે જાહેર બજારમાં મગફળીના ભાવ અને સરકારે જાહેર કરાયેલા ભાવમાં વધુ તફાવત ન હોવાથી મોટાભાગના ખેડુતોએ જાહેર બજારમાં યાને માર્કેટ […]

રાજકોટના યાર્ડમાં એક જ દિવસમાં મગફળીની સવા લાખ ગુણીની મબલખ આવક

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ખરીફ પાકની સીઝન હજુ જોરદાર જામેલી જ હોય તેમ રાજકોટ યાર્ડમાં  એક જ દિવસમાં સવા લાખ ગુણી મગફળીની રેકોર્ડબ્રેક આવક થતા નવનિયુક્ત ચેરમેન જયેશ બોઘરાએ નવો ચીલો ચાતર્યો હોય તેમ મગફળી ભરેલા વાહનોને ચાંદલા, શ્રીફળ વધેરી એન્ટ્રી અપાવી હતી. રાજકોટ માર્કેટયાર્ડમાં ગત અઠવાડીયે નવા ચેરમેન તરીકે જયેશ બોઘરા નિયુક્ત થયા હતા. બોઘરાએ  સતા […]

ભાવનગર માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદને લીધે મગફળી અને ડુંગળીનો જથ્થો પળલી ગયો

ભાવનગરઃ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગોતરી આગાહી કરી હતી, તદઉપરાંત સરકારે પણ તમામ માર્કેટ યાર્ડ્સના સત્તાધિશોને કમોસમી વરસાદથી માલ પળલે નહીં તે માટે સાવચેત રહેવાની સુચના આપી હતી. છતાં ભાવનગરના માર્કેટ યાર્ડમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહતી. આથી  માવઠાના કારણે માર્કેટ યાર્ડમાં ખૂલ્લામાં રાખેલો મગફળી અને ડુંગળીનો જથ્થો પલળી ગયો હતો. અગાઉથી ન રખાયેલી […]

સુરેન્દ્રનગરઃ 395 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 8253 ક્વિંટલ મગફળીની ખરીદી

જિલ્લામાં છ કેન્દ્રો ઉપર ખરીદી 6 હજાર ખેડૂતોએ ઓનલાઈન કરાવી નોંધણી સૌથી વધુ મૂળી તાલુકાના 153 ખેડૂતો મગફળી આપી અમદાવાદઃ ગુજરાતમાં સરકાર દ્વારા ખેડૂતોને મગફળીના પુરતા નાણા મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં 395 ખેડૂતો પાસેથી સરકારે 8253 ક્વિંટલ મગફળીની ખરીદી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. […]

જામનગરનું હાપા માર્કેટ યાર્ડ મગફળીની મબલખ આવકથી ઊભરાયું

જામનગરઃ શહેરના હાપા માર્કેટીંગ યાર્ડ મગફળીથી ઊભરાઈ રહ્યું છે. મગફળીની મબલખ આવક થઈ રહી છે. 12 કલાકમાં 23000 ગુણીની આવક યાર્ડમાં થઈ હતી. માત્ર જામનગર જિલ્લાના જ નહીં પણ અન્ય જિલ્લા અને તાલુકાના ખેડુતો જામનગરના યાર્ડમાં માલના વેચાણ માટે આવવાનુ પસંદ કરી રહ્યા છે. ઓકટોબરથી શરૂ થયેલી મગફળીની આવકમાં અત્યાર સુધીમાં સવા લાખથી વધુ મગફળીની […]

સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતા ખેડુતોને ખૂલ્લા બજારમાં મગફળીના વધુ ભાવ મળી રહ્યા છે

જામનગર : જિલ્લામાં અતિવૃષ્ટીને લીધે મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે પણ આ વર્ષે ખેડુતોને ધારણા કરતા વધુ ભાવ મળી રહ્યા છે. જિલ્લામાં ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે 33 હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી ભારે ઉત્સાહ સરકાર સમક્ષ દેખાડયો હતો પરંતુ ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હોવા છતાં ખેડૂતો દ્વારા નિરઉત્સાહ દર્શાવવામાં આવી રહ્યો છે, […]

ભાવનગર, પાલિતાણા અને મહુવા યાર્ડમાં કપાસ,મગફળીની ધૂમ આવક, સારા ભાવથી ખેડુતો ખૂશખૂશાલ

ભાવનગરઃ જિલ્લામાં ખરીફ પાકનું ઉત્પાદન સારૂએવું થયું છે. દિવાળી બાદ ભાવનગર, મહુવા અને પાલીતાણાના માર્કેટ યાર્ડો ફરી ધમધમતા થયા છે. ચોમાસાના બે મુખ્ય પાક મગફળી અને કપાસના વેચાણ માટે ખેડૂતોનો ધસારો વધ્યો છે. જો કે મહુવા યાર્ડમાં મગફળીની આવક વધી જતા ગુરૂવારથી મગફળી લાવવા પર પ્રતિબંધ ફરમાવાયો હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગર યાર્ડના સૂત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code