કચ્છમાં વાવાઝોડા બાદ મેઘરાજાએ વિરામ લેતાં હાશકારો: ડેમ-તળાવોમાં નવાં નીર આવ્યાં
ભુજઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય ચક્રવાતને પગલે પ્રણાલીગત રીતે દુકાળિયા મુલક તરીકે પંકાયેલા કચ્છ જિલ્લામાં એક જ દિવસમાં ભારે વરસાદ ખાબકતાં સમગ્ર જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતુ. અનેક વિસ્તારો હજુ પણ સંપર્કવિહોણા બન્યા હતા, હજુપણ વીજપુરવઠો ખોરવાયેલો છે જેના કારણે લોકોના હાલ બેહાલ થયેલા છે, ત્યારે મોટાભાગના કચ્છમાં શનિવારે મેઘરાજાએ વિરામ લેતા લોકોએ […]