1. Home
  2. Tag "PFI"

પીએફઆઈ ખતરનાક સંગઠન હોવાની સાથે ગેરકાયદે પ્રવૃતિઓ ચલાવતુ હતું : કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ વિભાગે ઈસ્લામિક સંગઠન પીએફઆઈ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ આ સંગઠન સાથે જોડાયેલી અન્ય સંસ્થાઓ ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી એનઆઈએના રિપોર્ટ બાદ કરવામાં આવી છે. પીએફઆઈ એક ખતરનાક સંગઠન છે. આ સંગઠન અનેક ગેરકાયદે પ્રવૃતિઓ ચલાવી […]

કેન્દ્ર સરકારે PFI પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો,દેશભરમાં ઝડપી કાર્યવાહી બાદ લેવાયો નિર્ણય

દિલ્હી:કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ મૂક્યો છે.ઘણા રાજ્યોએ PFI પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.તાજેતરમાં, NIA અને તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ PFIના સ્થળો પર દરોડા પાડ્યા હતા અને સેંકડોની ધરપકડ કરી હતી.ગૃહ મંત્રાલયે PFI ને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે.PFI ઉપરાંત 9 સંલગ્ન સંસ્થાઓ સામે પણ કાર્યવાહી […]

PFI આતંકવાદી સંગઠન અલકાયદાના પડછાયાની જેમ કામ કરતું હતું : મુખ્તાર અબ્બાસ નકવી

નવી દિલ્હીઃ દેશના 8 રાજ્યોમાં PFIના સ્થળો ઉપર મંગળવારે ફરીથી દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાને લઈને બીજેપી નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે, PFI અલકાયદાના પડછાયા તરીકે કામ કરે છે. તેઓ દેશના દુશ્મનો છે. તેમની સામે પગલાં લેવા જોઈએ. NIAને અગાઉના દરોડામાં મળેલી લીડના આધારે, મંગળવારે 8 રાજ્યોમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં હતા. […]

પીએફઆઈ અંગે અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળો ઉપર દરોડા

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓએ પીએફઆઈ સામે દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, બનાસકાંઠા અને નવસારીમાં પણ દરોડા પાડવામાં આવ્યાં હતા. સમગ્ર રાજ્યમાંથી લગભગ 10 શખ્સોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં એટીએસ અને એસઓજી સાથે મળીને એનઆઈએની ટીમે ગુજરાતમાં દરોડા પાડ્યાં છે. એનએઆઈ દ્વારા […]

સરકાર સામે હિંસક પ્રવૃતિની તૈયારી કરતું હતું PFI, NIAની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા પીએફઆઈ સામે દેશ વ્યાપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંગળવારે આઠ રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યાં હતા અને અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી. પીએફઆઈ દેશ વિરોધી પ્રવૃતિમાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં સરકાર સામે ગૃહ યુદ્ધની તૈયારી કરી રહ્યાંનું ખૂલ્યું હતું. પીએફઆઈએ અનેક રાજકીય નેતાઓને ટાર્ગેટ […]

PFIના નિશાના ઉપર BJP અને RSSના નેતા હતા, NIAની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તાજેતરમાં દેશમાં PFI સાથે જોડાયેલા અનેક સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા, જેમાં 100 થી વધુ ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન PFIના રડાર પર RSS અને BJPના ઘણા મોટા નેતાઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં, નાગપુર ખાતેનું RSSનું મુખ્યાલય પણ PFIના નિશાના પર હોવાનું તપાસમાં સામે આવ્યું […]

લઘુમતી કોમના યુવાનોને આતંકવાદી સંગઠનોમાં સામેલ થતા PFI પ્રોત્સાહિત કરતું હતું

NIAની તપાસમાં ચોંકાવનારા ખુલાસાં વિશેષ સમુદાયના લોકો ઉપર હુમલાનું આયોજન દરોડામાં સંવેદનશીલ દસ્તાવેજો મળ્યાં બેંગ્લોરઃ દેશ વિરોધી પ્રવૃતિ અને ફંડીગ મામલે એનઆઈએ તથા અન્ય સુરક્ષા એજન્સીઓએ સમગ્ર દેશમાં પીએફઆઈની કચેરીઓ અને તેની સાથે સંકડાયેલા લોકોના સ્થળો ઉપર વ્યાપક દરોડા પાડ્યાં હતા. એનઆઈએની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં હતા. આ સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બિહારની […]

પટણામાં વડાપ્રધાનની રેલીમાં હુમલાનું PIFએ કાવતરુ ઘડ્યું હતું : NIA

નવી દિલ્હીઃ NIA-EDએ ઓપરેશન ઓક્ટોપસ હેઠળ 15 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના 93 સ્થળો પર દરોડા પાડ્યા હતા. હવે આ કેસમાં તપાસ એજન્સીએ ચોંકાવનારો દાવો કર્યો છે. કોઝિકોડમાંથી ધરપકડ કરાયેલા PFI કાર્યકર શફીક પાયથેને કોર્ટ રજૂ કરીને રિમાન્ડની માંગણી સાથે EDએ કહ્યું- 12 જુલાઈના રોજ પટનામાં વડાપ્રધાનની રેલીમાં હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, […]

મહારાષ્ટ્રઃ NIAની કાર્યવાહીના વિરોધમાં પૂણેમાં PFIના કાર્યકરોએ પાકિસ્તાન ઝીંદાબાદના સુત્રોચ્ચાર કર્યાં !

મુંબઈઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે PFIના પરિસરમાં દરોડા પાડ્યા બાદ પુણેમાં જોરદાર વિરોધ થયો હતો. પોલીસે વિરોધ કરી રહેલા પીએફઆઈના 35 થી વધુ સભ્યોને કસ્ટડીમાં લીધા હતા. આ દરમિયાન પુણેમાં જિલ્લા કલેક્ટર કચેરીની બહાર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ મુદ્દાને ગંભીરતાથી […]

PFIની કામગીરી ઉપર સતત એક મહિના સુધી નજર રાખ્યા બાદ અંતે સુરક્ષા એજન્સીઓએ કાર્યવાહી શરૂ કરી

નવી દિલ્હીઃ કેન્દ્રની વિવિધ એજન્સીઓએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. દેશના 11 રાજ્યોમાં 106 સ્થળો પર દરોડા પાડીને 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ છે. આમાં પાર્ટીના ઘણા મોટા નેતાઓ પણ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર કાર્યવાહીની રૂપરેખા 29 ઓગસ્ટે જ કેન્દ્રીય ગૃહમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code