1. Home
  2. Tag "Pilgrims"

કેનેડા: મંદિરમાં દર્શન કરતા ભક્તો પર ખાલીસ્તાનીઓનો હુમલો, ભારતે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં ખાલિસ્તાની ચળવળે વેગ પકડ્યો છે. ત્યારે કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં આવેલા લોકો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યાના સમાચાર આવતા ત્યાં વસતા હિંદુઓમાં તણાવની સ્થિતિ પેદા થઇ છે. તે સમયે  હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાની ઝંડા હતા. અને તેઓએ મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ […]

કેદારનાથ યાત્રા : તીર્થયાત્રીઓ પર પથ્થર અને કાટમાળ પડ્યો, 6 લોકો ઘાયલ

નવી દિલ્હીઃ કેદારનાથ પગદંડી માર્ગ પર ભેખડ અને જમીન ધસતા દુર્ધટના સર્જાયો. ચિરબાસા નજીક પહાડ પરથી ભારે માત્રામાં પથ્થરો અને જમીન ધસતા 6 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત બન્યા છે તેમજ આ મલબામાં કેટલાક પ્રવાસીઓ દબાયા હોવાની શંકા સેવવામાં આવી રહી છે. કાટમાળમાંથી ત્રણ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં તમામના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. […]

બાબા બર્ફાનીના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર, સાત દિવસમાં 1.25 લાખને વટાવી ગઇ શ્રદ્ધાળુઓની સંખ્યા

અમરનાથ યાત્રા પર જઈ રહેલા ભોલે બાબાના ભક્તોનો ઉત્સાહ ચરમસીમા પર છે. મુશળધાર વરસાદ વચ્ચે પણ મુસાફરોના પગ અટકતા નથી. ગુરુવારે, 5600 તીર્થયાત્રીઓ પવિત્ર ગુફા તરફ આગળ વધ્યા હતા અને પૂર્વ તરફ ગયેલા 24978 શ્રદ્ધાળુઓએ હિમ શિવલિંગના દર્શન કર્યા હતા. બુધવારે એક જ દિવસમાં 30 હજારથી વધુ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. યાત્રાના સાત […]

અમરનાથ યાત્રાઃ તીર્થયાત્રીઓની સંખ્યા 74,696 પર પહોંચી

નવી દિલ્હીઃ અમરનાથની યાત્રા માટે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી આજરોજ સવારે 5725 શ્રદ્ધાળુઓની છઠ્ઠી ટુકડી કાશ્મીર માટે રવાના થઈ હતી. બમ બમ ભોલેના નારા લગાવતા યાત્રાળુઓ આજે સવારે 238 વાહનોના કાફલામાં જમ્મુ બેઝ કેમ્પથી રવાના થયા હતા.  કાશ્મીર માટે રવાના થયેલા 5725 શ્રદ્ધાળુઓમાં 4481 પુરૂષો, 1034 મહિલાઓ, 25 બાળકો, 173 સાધુઓ અને 12 […]

અમરનાથ યાત્રા: ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ યાત્રિકોની પ્રથમ બેચને લીલી ઝંડી બતાવી

સુરક્ષા દળો દ્વારા મોકડ્રીલ કરીને સુરક્ષાના તમામ પરિમાણોની ચકાસણી યાત્રાને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બે દિવસ પહેલા જ ઓફલાઈન નોંધણી શરૂ કરાઈ હતી નવી દિલ્હીઃ અમરનાથ યાત્રા માટે જમ્મુથી શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો ભગવતીનગરથી બાલટાલ તથા પહેલગામ માટે રવાના થયો હતો. શ્રદ્ધાળુઓની આ બસને ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ લીલીઝંડી બતાવીને રવાના કરી હતી. આવતીકાલથી […]

મક્કામાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું, ગરમીને કારણે 600થી વધારે હજયાત્રીઓના મોત

સાઉદી અરેબિયાના મક્કામાં હજ માટે આવતા યાત્રિકો પર ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. 12 જૂનથી 19 જૂન સુધી ચાલનારી હજયાત્રા દરમિયાન પ્રચંડ ગરમીને લીધે અત્યાર સુધીમાં કુલ 577 હજયાત્રીઓના મોત થયા છે. ગરમીના કારણે બિમાર પડેલા લગભગ 2000 યાત્રીઓને સારવાર આપવામાં આવી રહી છે. ધ ગાર્ડિયન અખબારના અહેવાલ મુજબ, મૃતક હજ યાત્રીકોમાં 323 ઈજિપ્તના અને […]

ઉત્તરાખંડઃ ચારધામમાં રજીસ્ટ્રેશન વગર આવતા યાત્રાળુઓને પરત મોકલાશે

નવી દિલ્હીઃ હાલ ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં છે. જો કે હવે નોંધણી વગર ચારધામ યાત્રા પર આવતા યાત્રિકોને પરત કરવામાં આવશે. મુખ્ય સચિવ રાધા રાતુરીએ આ અંગે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને એડવાઈઝરી જારી કરી છે. ચારધામ યાત્રા માટે ઉમટી પડેલી ભારે ભીડને કારણે સરકારને વ્યવસ્થા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. […]

ચારધામના યાત્રાળુઓને યોગ્ય સારવાર મળે તે માટે ડ્રોન મારફતે યાત્રાના ઉચ્ચ સ્થળોએ ઇમરજન્સી દવાઓ પહોંચાળાશે

નવી દિલ્હીઃ “સરકાર ટૂંક સમયમાં દેશભરમાંથી ચામ ધામની યાત્રા પર નીકળેલા યાત્રિકો માટે એક મજબૂત આરોગ્ય સહાય અને કટોકટી વ્યવસ્થાપન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા જઈ રહી છે. આ ત્રણ સ્તરીય માળખું હશે તેની ખાતરી કરવા માટે કે યાત્રાળુઓને તેમની મુસાફરી દરમિયાન તબીબી દૃષ્ટિકોણથી પૂરી પાડવામાં આવે છે.” એવી કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ઉત્તરાખંડના […]

સિંધુ દર્શન યાત્રા માટે ગુજરાતના યાત્રિકોને રૂ. 15,000 ની આર્થિક સહાય અપાશે

અમદાવાદઃ લેહ-લદ્દાખ ખાતે જૂન મહિનામાં યોજાતી સિંધુ દર્શન યાત્રામાં રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લેહ-લદ્દાખ જાય છે. હવે રાજ્ય સરકારે આ શ્રદ્ધાળુઓને વ્યક્તિ દીટ રૂ. 15 હજારની આર્થિક સહાય કરશે. સિંધુ દર્શન યોજના અંગે સરકારે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર રાજ્યના લેહ-લદ્દાખ ખાતે સિંધુ નદીના દર્શન માટેની સામાન્ય રીતે જૂન માસમાં યોજાતી સિંધુ દર્શન યાત્રા માટે ગુજરાતમાં […]

ઉત્તરાખંડમાં ડામટા નજીક 500 મીટર ઊંડી ખીણમાં યમુનોત્રી જતી ખાનગી બસ પડતા 26 યાત્રિકાના મોત

દહેરાદુનઃ દેશમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ઉત્તર કાશીથી યમનોત્રી જઈ રહેલી યાત્રાળુઓની એક ખાનગી લકઝરી બસ 500 મીટર ખીણમાં પડતા 26 યાત્રાળુઓ મોતને ભેટ્યા હતા. લકઝરી બસમાં 40 યાત્રાળુઓ હતા, અકસ્માતના બનાવની જાણ થતા એનડીઆરએફની ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને બચાવ અને રાહત કાર્ય યુદ્ધના ધોરણે આરંભા દીધુ હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code