1. Home
  2. Tag "plantation"

એક પેડ માં કે નામ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 80 કરોડથી વધુ રોપાઓનું વૃક્ષારોપણ

નવી દિલ્હીઃ પર્યાવરણના રક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી એક પેડ માં કે નામ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 80 કરોડથી વધુ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશે આશરે 26 કરોડથી વધુ વૃક્ષારોપણ કરીને આ ઝુંબેશમાં સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. કેન્દ્રિય વન અને પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મિડિયા ઉપર આ માહીતી આપી હતી. […]

ઇડરમાં રાજ ચંદ્રવિહાર ખાતે “મહાવાવેતર’ અભિયાન, 12 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર

વડાપ્રધાનના એક પેડ માં કે નામ સંકલ્પને ચરિતાર્થ કરાયુઃ મંત્રી મુળુભાઈ બેરા, ગ્રીન અરવલ્લી” ગીરીમાળા વૃક્ષારોપણનો સરાહનીય પ્રયાસ, ગુજરાતમાં 10.50 કરોડ વૃક્ષોનું વાવેતર ગાંધીનગરઃ સાબરકાંઠા જિલ્લામાં ઈડરના શ્રીમદ રાજચંન્દ્ર વિહાર નજીકના જંગલ વિસ્તારમાં  કેબિનેટ મંત્રીશ્રી, વન અને પર્યાવરણ  મુળુભાઈ બેરા અને  રાજ્યકક્ષા વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તેમજ જિલ્લાના  પદાધિકારીઓની ઉપસ્થિતિમાં “મહાવાવેતર’ અભિયાન યોજાયું હતું. આ કાર્યક્રમમાં […]

વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપ્યો નવો કીર્તિમાન

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તા. 5 જૂન નિમિતે શરૂ કરાયેલું રાષ્ટ્રવ્યાપી ‘એક પેડ મા કે નામ’ અભિયાન આજે સાચા અર્થમાં ગુજરાત સહિત દેશના રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશમાં ‘જન અભિયાન’ પ્રસ્થાપિત થઇ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ અભિયાન અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં તા. 6 ઓગસ્ટ 2024ની સ્થિતિએ બીજા નંબરે સૌથી વધુ 7.15 […]

‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ : અમદાવાદ મનપા દ્વારા 45 દિવસમાં જ 20 લાખથી વધુ વૃક્ષારોપણ

અમદાવાદઃ પાણી વગર માણસ કલાક સુધી જીવી શકે છે, પરંતુ પ્રાણ વાયુ વગર માણસ મિનિટ પણ જીવી શકતો નથી. એ પ્રાણ વાયુ આપણને આપે છે કોણ? આવો કોઈ દિવસ આપણે વિચાર કર્યો છે ખરો? એ વૃક્ષ જ આપે છે. વૃક્ષો અન્યના સુખને માટે છાંયડો આપે છે.  મીઠાં ફળ પણ આપે છે. એટલે તો આપણે કહીએ છીએ, […]

ભાલના વેરાન વિસ્તારને હરિયાળો બનાવવા કટબુંદી, લીંબોળી, બોર સહિત બે ટન સીડ બોલનું વાવેતર

ભાવનગર:  જિલ્લાનો ભાલ વિસ્તાર વેરાન ગણાય છે. ધોલેરાથી ભાવનગર જતા હાઈવેના આસપાસના વિસ્તારોમાં મીઠાના અગરો અને દુર સુધી છૂટાછવાયા વિસ્તારોમાં બાવળો જોવા મળે છે. આ વિસ્તારમાં કાળુભાર સહિત નદીઓનું મસુદ્ર સાથે મિલન થાય છે. એટલે ચોમાસા દરમિયાન પાણી ભરાયેલા જોવા મળે છે, પણ ઉનાળામાં આ આખો યે વિસ્તાર વેરાન ભાસતો હોય છે. ત્યારે આ વિસ્તારને […]

વિશ્વ નાળિયેર દિવસ : ગુજરાતમાં 25,672 હેક્ટરમાં નાળિયેરનું વાવેતર

અમદાવાદઃ ભારતમાં સૌથી વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત નાળિયેર ઉત્પાદનમાં આગેકૂચ કરી રહ્યું છે. કૃષિ  વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં નાળિયેરીના વાવેતર વિસ્તારમાં 4,552 હેક્ટરની વૃદ્ધિ નોંધાઈ છે.  ગુજરાતમાં વર્ષ 2012-13માં નાળિયેરનો વાવેતર વિસ્તાર 21, 120 હેક્ટર હતો, જે વર્ષ 2022-23માં વધીને 25,672 હેક્ટરે પહોંચ્યો છે. ગુજરાતમાં નાળિયેર ઉત્પાદન અંગેની વિગતો આપતા રાજ્યના […]

ગુજરાતના દરિયાકિનારાનું સંરક્ષણ અને જાળવણી માટે 3006 હેક્ટરમાં મેન્ગ્રુવ્સનું વાવેતર કરાશે

અમદાવાદઃ દ્વારકા જિલ્લાના રૂક્ષ્મણી મંદિર ખાતે વન મહોત્સવ અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે હરિયાળી મહોત્સવ ૨૦૨૩ કાર્યક્રમનું આયોજન કેન્દ્રના પર્યાવરણ, વન, જલવાયુ પરિવર્તન અને શ્રમ રોજગાર વિભાગના મંત્રી ભુપેન્દ્ર યાદવના અધ્યક્ષ સ્થાને તેમજ  રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાની વિશેષ ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું. જેમાં રૂક્ષ્મણી મંદિર પાસે ઉપસ્થિત […]

તળાજા પંથકમાં ડુંગળીના વાવેતરમાં ઘટાડો, ખેડુતો અન્ય પાકના વાવેતર તરફ વળ્યાં

ભાવનગરઃ જિલ્લાના તળાજા અને મહુવા પંથકમાં  મોટાપાયે ડુંગળીનું ઉત્પાદન થાય છે. પરપ્રાંતના વેપારીઓ પણ જથ્થાબંધ ડુંગળીની ખરીદી માટે આવતા હોય છે. જો કે છેલ્લા વર્ષોમાં ડુગળી ઉત્પાદનમાં ખર્ચ વધી રહ્યો છે, તેની સામે ખેડુતોને પુરતું વળતર મળતું ન હોવાની પણ ફરિયાદો ઊઠી છે. ત્યારે આ વખતે તળાજા તાલુકામાં ખેડુતોએ ડુંગળીના વાવેતરમાં ઘટાડો કરીને અન્ય વાવેતર […]

સૌરાષ્ટ્રમાં 31 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ, સૌથી વધુ કપાસનું વાવેતર કરાયું

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સમયસરની પધરામણીને લીધે ખરીફ પાકના વાવેતરમાં પણ વધારો થયો છે.. સૌરાષ્ટ્રમાં 30,92,100 હેક્ટરમાં વાવેતર પૂર્ણ થઇ ગયું છે. જેમાં સૌથી વધુ વાવેતર 15.42 લાખ હેક્ટરમાં કપાસનું અને ત્યારબાદ દ્વિતીય ક્રમે 12.18 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. સમગ્ર રાજ્યમાં આ સાલ કપાસનું વાવેતર 11 ટકાનો વધારો થયો છે. બીજી તરફ મગફળીના વાવેતરમાં […]

બોટાદના ગઢડા તાલુકાના ખેડુતો બાગાયતી ખેતી તરફ વળ્યા, ઉગામેડી ગામે ખારેક અને ડ્રેગનનું વાવેતર

બોટાદઃ જિલ્લાના ગઢડા તાલુકાના ખેડુતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ખેડુતો પ્રાકૃતિક ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે. આ વિસ્તારમાં પરંપરાગત મગફળી અને કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં કરાતું હતું પણ હવે ખેડુતો ખારેક અને ડ્રેગનની ખેતી કરવા લાગ્યા છે. તાલુકાના ઉમાગેડી ગામના ખેડૂતો પરંપરાગત ખેતીમાં બદલાવ કરીને બાગાયતી ખેતી કરી રહ્યા છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code