ખેડુતોને ખેત તલાવડીમાં પ્લાસ્ટિક લેયરની યોજના માટે મળેલી અરજીઓનો ઓનલાઈન ડ્રો યોજાયો
ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતોને ખેત તલાવાડીમાં પ્લાસ્ટીક લેયર ફીટ કરી આપવાની યોજના અન્વયે 40 તાલુકાઓની 2636 અરજીઓનો જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ગાંધીનગર ખાતે ઓનલાઈન ડ્રો યોજાયો હતો. જેના પરિણામો વિભાગની વેબસાઈટ પર મુકવામાં આવ્યા છે. આ સિવાયના બાકી રહેતા તાલુકાઓમાં મળેલી અરજીઓ પૈકી પ્રાથમિક ચકાસણી બાદ પાત્રતા ધરાવતા તમામ અરજદારોની અરજીઓ મંજૂર કરવામાં આવશે […]