1. Home
  2. Tag "PMO"

હિમાચલપ્રદેશ ચૂંટણીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસ ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર તેજ બન્યો છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોલનમાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસને ઘેરી હતી. તેમજ હિમાચલમાં ફરીથી ભાજપની સરકાર બનવાના પીએમ મોદીએ દાવો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુંદરનગરમાં પણ જાહેર સભાને સંબોધી […]

ભારતીય શિક્ષણ પ્રણાલી વિશ્વની સૌથી મોટીઃ 14.9 લાખ શાળામાં 26.5 કરોડ વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે અભ્યાસ

નવી દિલ્હીઃ શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલયે આજે 2020-21 માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ (PGI) બહાર પાડ્યો છે, જે સમગ્ર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાળા શિક્ષણ પ્રણાલીના પુરાવા આધારિત વ્યાપક વિશ્લેષણ માટેનો એક અનન્ય સૂચક છે. ભારતીય શિક્ષણ પ્રણાલી લગભગ 14.9 લાખ શાળાઓ, 95 લાખ શિક્ષકો અને વિવિધ સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિના લગભગ 26.5 કરોડ […]

ભૂતકાળની જેમ આજે પણ ભારતના ઉદયથી પરેશાન થનારી શક્તિઓ હાજરઃ પીએમ મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા. અહીં તેમણે ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને જળ અર્પણ કરીને તેમને નમન કર્યા હતા. વડાપ્રધાને કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ […]

કેન્દ્ર સરકાર 10 લાખ નોકરીઓ આપવા પર કામ કરી રહી છેઃ વડાપ્રધાન

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​વીડિયો સંદેશ દ્વારા ગુજરાત રોજગાર મેળાને સંબોધન કર્યું હતું. તેમણે આ પ્રસંગ્રે જણાવ્યું હતું કે, ધનતેરસના શુભ દિવસે તેમણે રાષ્ટ્રીય સ્તરે રોજગાર મેળાનો પ્રારંભ કર્યો હતો ત્યારે 75,000 ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. દરમિયાન ગુજરાતમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું છે અને આજે 5000 […]

દિલ્હીમાં પ્રદુષણનું લેવલ વધ્યું, શ્વાસની બીમારીથી પીડિતા દર્દીઓની મુશ્કેલી વધી

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં દિવાળીના તહેવારો દરમિયાન પ્રદુષણનું સ્તર વધ્યું છે. જેથી લોકોને શ્વાસ લેવાની સમસ્યા ઉભી થઈ છે. દિલ્હીમાં એરક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે એક્યુઆઈ 250ને પાર પહોંચ્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં એક્યુઆઈ 300ની નજીક પહોંચ્યું હતું. બીજી તરફ તંત્ર દ્વારા પ્રદુષણને ઘટાડવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. દિવાળી દરમ્યાન દિલ્હીનું પ્રદૂષણનું લેવલ […]

દેશમાં આઠ વર્ષના સમયગાળામાં રૂ. 20 હજાર કરોડનું 3.33 લાખ કિલો ડ્રગ્સ જપ્ત કરાયું

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં “નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા” પર એક ઉચ્ચ સ્તરીય પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના મુખ્યમંત્રીઓ/નાયબ મુખ્યમંત્રી/વહીવટદારોની સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ […]

ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નવા ચેરમેન બન્યાં જાણીતા ઉદ્યોગપતિ જક્ષય શાહ

અમદાવાદઃ ગુજરાતના જાણીતા યુવા ઉદ્યોગપતિ જક્ષય શાહની વડાપ્રધાન કાર્યાલય દ્વારા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એટલે કે ક્યુસીઆઈના ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી છે. જક્ષય શાહની ક્યુસીઆઈના ચેરમેન તરીકે નિમણુંકને પગલે રાજ્યના ઉદ્યોગપતિઓ તથા અન્ય સામાજિક આગેવાનોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની વર્ષ 1997માં એક સ્વાયત્ત સંસ્થા તરીકે સ્થાપના થઈ હતી. અગાઉ જાણીતા […]

બદ્રીનાથ મંદિરમાં પીએમ મોદીએ ભગવાનની પૂજા-અર્ચના કરી

નવી દિલ્હીઃ ઉત્તરભારતના ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથમાં બાબના ચરણોમાં શીશ ઝુકાવ્યા બાદ બદ્રીનાથ મંદિર ગયા હતા. જ્યાં તેમણે બાબાની પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શ્રી બદ્રીનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. નરેન્દ્ર મોદીએ અંદરના ગર્ભગૃહમાં પ્રાર્થના કરી હતી. તેમણે અલકનંદા રિવરફ્રન્ટના વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી. વડાપ્રધાન […]

ભારત સંરક્ષણ ક્ષેત્રને તકોના અનંત આકાશ તરીકે જુએ છે: નરેન્દ્ર મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે DefExpo22નું ઉદ્ઘાટન કર્યું હતું. ઇન્ડિયા પેવેલિયન ખાતે, પ્રધાનમંત્રીએ HTT-40નું અનાવરણ કર્યું – તે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું સ્વદેશી બનાવટનું તાલીમ માટેનું એરક્રાફ્ટ છે. પીએમએ આ કાર્યક્રમ દરમિયાન, મિશન ડેફસ્પેસનો પણ પ્રારંભ કર્યો હતો અને ગુજરાતમાં ડીસા […]

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું, છ વ્યક્તિઓના મૃત્યુ

નવી દિલ્હીઃ કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં સર્જાઈ હોવાનું જાણવા મળે છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિઆદિત્યનાથ સિંઘિયા સહિતના રાજકીય આગેવાનોએ આ ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. ખાનગી કંપનીના આ હેલિકોપ્ટરમાં છ લોકો હતા. આ અકસ્માતમાં પાયલોટ સહિત 6 લોકોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code