1. Home
  2. Tag "PMO"

ભારત સરકાર સહકારી ક્ષેત્રના વિકાસ માટે મલ્ટિસ્ટેટ એક્સપોર્ટ હાઉસની સ્થાપના કરશે

નવી દિલ્હીઃ દેશમાં સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પીએમ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન ખાદી ઉત્પાદનો, હસ્તકલા અને કૃષિ ઉત્પાદનોને વિશ્વ બજારમાં પહોંચાડવાની કવાયત કરવામાં આવી રહી છે. દરમિયાન સરકાર દ્વારા સહકાર ક્ષેત્રના વધારે વિકાસ માટે મલ્ટી સ્ટેટ એક્સપોર્ટ હાઉસની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. કેન્દ્ર સરકાર […]

ઝારખંડઃ 3 વર્ષના સમયગાળામાં વિવિધ એન્કાઉન્ટરમાં 51 નક્સલવાદી ઠાર મરયાં, 1526ની ધરપકડ

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદ અને નકસલી પ્રવૃતિને નાથવા માટે સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે દરમિયાન ઝારખંડમાં 2019થી 2022 સુધીના 3 વર્ષના ગાળામાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં કુલ 51 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હતા. જ્યારે ઘણા ટોચના કમાન્ડરો સહિત 1526 નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક નીરજ સિન્હાએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોની […]

જનતા ઉપર મોંઘવારીનો વધુ એક મારઃ દૂધના ભાવમાં લીટરે રૂ. 2નો વધારો

નવી દિલ્હીઃ દેશમાં જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે મોંઘવારીમાં પીસાતી જનતાની મુશ્કેલીમાં વધુ એક વધારો થયો છે. હવે સૌથી મોટી દૂધ સપ્લાય કરતી કંપનીઓમાંની એક અમૂલે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમૂલ દૂધનું વેચાણ કરે છે, તેણે અમૂલ દૂધના ભાવમાં 4 […]

ભાભરમાં રાષ્ટ્રભક્તિના માહોલમાં વિશાળ તિરંગાયાત્રા યોજાઈઃ મોટી સંખ્યામાં લોકો જોડાયાં

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિવિધ વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ભાભરની શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ કોલેજ ભાભર દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રાની શરૂઆત શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજના કેમ્પસથી કૉલેજ કેમ્પસ ડિરેક્ટર દામીનીબેન સોની અને કૉલેજનાં પ્રિન્સીપાલ ડો. જીબીન વર્ગીસ સર દ્વારા લીલી […]

પાલિતાણાની સર માનસિંહજી હોસ્પિટલ હવે બનશે અત્યાધુનિક

અમદાવાદઃ પાલિતાણાની સરકારી હોસ્પિટલ-સર માનસિંહજી હોસ્પિટલને તમામ સ્વાસ્થ્ય -સુવિધા સાથે અપગ્રેડ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કર્યો છે. આજે નવી દિલ્હી ખાતે આ માટે રૂ. 45 કરોડની ફાળવણી માટે સંમત્તિ આપી દેવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પાલિતાણાની સરકારી હોસ્પિટલની મુલાકાત કરી હતી અને તેની સાથે જ તેને […]

ફાઈટર વિમાનોને પૂર્વીય લદ્દાખની સરહદોથી દૂર રાખવા ચીનને ભારતની ચેતવણી

નવી દિલ્હીઃ તાઈવાનને ચીને ચારેય બાજુથી ધેરીને સૈન્ય અભ્યાસ શરૂ કર્યું છે. તેમજ ચીન ગમે તે ઘડીએ તાઈવાન ઉપર હુમલો કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન ચીનને પોતાના ફાઈટર વિમાનોને પૂર્વીય લદ્દાખની સરહદોથી દૂર રાખવા ભારતે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારત અને ચીન વચ્ચે સીમાને લઈને લાંબા સમયથી વિવાદ […]

ગુજરાત સહિત દેશના પાંચ રાજ્યોમાં નકલી બિયારણ વેચતી ટોળકી સક્રિય

નવી દિલ્હીઃ ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટક સહિત પાંચ રાજ્યોમાં ખેડૂતો સાથે ઠગાઈ આચરનારી નકલી બિયારલ વેચતી ટોળકી સક્રીય હોવાનું જાણવા મળે છે. સાત વર્ષના સમયગાળામાં આ રાજ્યોમાં નકલી બિયારણના કેસ સામે આવ્યાં છે. સમગ્ર દેશમાં માત્ર આંધ્રપ્રદેશમાં નબળી ગુણવત્તાવાળા બિયારણ અને નકલી બિયારણનું વાવેતર કરવાથી ખેડૂતોને 2.08 લાખનું નુકશાન થયાનો બચાવ કરવામાં આવી રહ્યો છે. […]

કઠોળ-તેલીબિયાંના ઉત્પાદનના 50 ટકા જથ્થાની ખરીદીની રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માગી

અમદાવાદઃ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂત કલ્યાણ માટે અનેકવિધ પગલા લીધા છે. ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતોના હિતમાં MSPયોજના હેઠળ કઠોળ અને તેલીબિયાં પાકો માટે રાજ્યના કુલ ઉત્પાદનના 25 ટકા જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા અંગેની વર્તમાન મંજૂરીના […]

દેશમાં કોરોના રસીકરણનો આંકડો 199 કરોડને પાર

નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે બીજી તરફ રસીકરણ અભિયાનને પણ વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના 199 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, 3.75 […]

દેશમાં કોરોનાના નવા 17092 કેસ નોંધાયાં : 1.09 લાખ કેસ એક્ટિવ

નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં કોરોના વાયરસના નવા 17 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે 14684 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલથી ઘરે પરત ફર્યાં હતા. દેશમાં કોરોનાના પોઝિટવ કેસ શોધી કાઢવા માટે 24 કલાકમાં 4.13 લાખ ટેસ્ટીંગ કરવામાં આવ્યાં હતા. આમ દેશમાં કોરોનાને લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code