1. Home
  2. Tag "police complaint"

મોરબી દુર્ઘટનાઃ જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની દુર્ઘટનાને પગલે મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલી હતી. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના રાજકીય આગેવાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ હોસ્પિટલમાં દાખલ પીડિતોની મુલાકાત લીધી હતી. દરમિયાન સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા જવાબદારો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી […]

ભરૂચમાં તસ્કરોનો તરખાટઃ બિલ્ડરના ઘરમાંથી લગભગ એક કરોડની ઘરફોડ ચોરી

અમદાવાદઃ ગુજરાતમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન તસ્કરોએ ભરૂચમાં તસ્કરોએ તરખાડ મચાવીને એક બિલ્ડરના બંધ ઘરના તાળા તોડીને અંદરથી લગભગ એક કરોડની મતાની ચોરી કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચમાં રહેતા જાણીતા બિલ્ડર ધર્મેશ તાપીયાવાલા પરિવાર સાથે ઘરને બંધ કરીને કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન […]

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાનની મુશ્કેલી વધી, શરીફ સામે સુત્રોચ્ચાર મુદ્દે ગુનો નોંધાયો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાનના હાથમાં સત્તા ગયા બાદ હવે તેમની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે. મદીનામાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાદ શરીફની સામે સુત્રોચ્ચાર કરવા મુદ્દે ઈમરાન ખાન સહિત 150 લોકોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મદીનામાં દેખાવો દરમિયાન શરીફને ચોર-ચોર સહિતને સુત્રોચ્ચાર કરાયાં તેના ઘેરાપત્યાઘાત પાકિસ્તાનમાં પડ્યાં હતા. સત્તાધારી પાર્ટી પીએમએલ-એનના […]

મહારાષ્ટ્રનું રાજકારણઃ નારાયણ રાણેને CM ઠાકરે વિરુદ્ધ ઉચારણ કરવું પડ્યું ભારે

મુંબઈઃ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની મુશ્કેલીમાં વધારો થયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ આપત્તિજનક નિવેદનને લઈને તેમની ધરપકડના આદેશ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. નાસિક ક્રાઈમ બ્રાન્ચે આ આદેશ જાહેર કર્યાં છે. આ ઉપરાંત તેમની સામે 3 પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. જેથી ભાજપ અને શિવસેનાના કાર્યકરો સામ-સામે આવી ગયા હતા. નાસિકના […]

ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્યના નવા કાયદા મુજબ પ્રથમ ફરિયાદ નોંધાઈઃ ધર્મ પરિવર્તન માટે દબાણનો આક્ષેપ

અમદાવાદઃ ગુજરાતમાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે તાજેતરમાં જ વિધાનસભામાં ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ વડોદરામાં પ્રથમ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળે છે. લઘુમતી સમાજની યુવતીએ એક યુવાન ભગાડી જતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવતીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો […]

લવજેહાદની ઘટનાઃ અમદાવાદમાં મુસ્લિમ યુવાને ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી

અમદાવાદઃ ગુજરાતમાં લેવજેહાદની ઘટનાઓ અટકાવવા માટે કાયદાની માંગણી વચ્ચે અમદાવાદ શહેરમાં લવજેહાદની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં મુસ્લિમ યુવાનો પોતાની ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને શોષણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી […]

જામનગરમાં કસ્ટમ વિભાગની ઓફિસમાંથી રૂ. એક કરોડથી વધુનું સોનું થયું ગાયબ !

અમદાવાદઃ જામનગરમાં કસ્ટમ વિભાગની ઓફિસમાંથી રૂ. એક કરોડથી વધુની કિંમતનું સોનુ ગાયબ થવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે તપાસ આરંભી છે. આ પ્રકરણમાં કોઈ જાણભેદુની જ સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2001માં કચ્છમાં આવેલા ભૂકંપ બાદ ભુજ કસ્ટમ વિભાગનું સોનું જામનગર કસ્ટમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code