ગુજરાતના બંદરો પરથી 105 દેશોમાં 60 કરતા વધુ કોમોડીટી-જણસની થતી નિકાસ
ગાંધીનગરઃ ગુજરાતના બંદર વિભાગની માંગણીઓ સંદર્ભે વિધાનસભા ગૃહમાં રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત આવતા બંદર વિભાગ માટે વર્ષ 2024-25માં રૂ.92.13 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. પાછલા બે દાયકામાં દરિયાઈ માર્ગે માલ સમાન ટ્રાન્સપોર્ટનો રાષ્ટ્રીય સંકલિત વૃદ્ધિ વિકાસ દર 6.25 ટકા જેટલો રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના […]