સ્વામી વિવેકાનંદજીનો એકાત્મબોધઃ ભિન્ન ભિન્ન ધર્મોમાં ઉપાસના વિધિમાં ભલે જુદા પડે, પરંતુ વાસ્તવમાં બધા એક જ છે
(ડો. મહેશ ચૌહાણ) આપણા રાષ્ટ્રજીવનના દરેક પાસાઓનું ઊંડાણપૂર્વક તલસ્પર્શી ગહન અધ્યયન કરી સમયાંતરે જેમને સમાજનું માર્ગદર્શન કરેલ એવા યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીને શત શત વંદન. તેઓશ્રીની જન્મજયંતિ નિમિત્તે એકાત્મતા પરના તેમના વિચારોનું સ્મરણ કરવું સુખદાયી બની રહેશે. સૌ પ્રત્યે સમાન પ્રેમભાવ યુક્ત, જાતિ-વર્ણ કે પંથના ભેદભાવ રહિતના, વિવિધતામાં એકત્વનું દર્શન, સમાનતાના સંસ્કાર તેમને માતા ભુવનેશ્વરી દેવી […]