1. Home
  2. Tag "presentation"

નોટબંધીનો નિર્ણય RBI સાથે વ્યાપક ચર્ચા બાદ લેવાયો હતો, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની રજૂઆત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કહ્યું છે કે 2016માં નોટબંધી એ એક સારી રીતે વિચારીને નિર્ણય લેવાયો હતો અને તે નકલી નોટો, ટેરર ​​ફાઇનાન્સિંગ, કાળું નાણું અને કરચોરીના જોખમને પહોંચી વળવા માટે મોટી વ્યૂહરચનાનો એક ભાગ હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, રૂ. 500 અને રૂ. 1,000ની નોટોને બંધ કરવાનો નિર્ણય […]

રાજ્યના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સેવા-2ની જાહેર પરીક્ષા માટે માન્ય ગણવા રજુઆત

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોને વર્ષો બાદ પણ બઢતી મળતી હોતી નથી. ઘણા શિક્ષકો ક્વોલીફાઈડ હોય છે. પીટીસી સાથે સ્નાતકનો કે અનુસ્નાતકનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હોય છે. છતાં શિક્ષણ વિભાગની ખાલી જગ્યાઓ પર સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકતા નથી. આથી શિક્ષણ સેવા વર્ગ-2 અને રાજ્ય પરીક્ષા બોર્ડ સેવા વર્ગ-3ની પરીક્ષા માટે પ્રાથમિક શિક્ષકોને માન્ય ગણવાની માંગણી […]

ગુજરાતમાં ગૌશાળા અને પાંજરાપોળોને સરકાર તરફથી પુરતી સહાય પણ મળતી નથી, CMને રજુઆત

અમદાવાદઃ રાજ્યમાં ગૌશાળાઓ અને પાંજરાપોળના સંચાલકો છેલ્લા ઘણા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દાતાઓના દાનની સરવાણી અને સરકારી સહાયના સહારે ચાલતા ગૌશાળા અને પાંજરાપોળોમાં આશ્રય લઈ રહેલા ગૌવંશ સહિતના પશુધનની હાલત ગંભીર બની છે. સરકારે અગાઉ 500 કરોડની જાહેરાત કર્યા બાદ એક પણ રૂપિયો ગૌશાળા પાંજરાપોળના સંચાલકોને ન ચૂકવતા હાલમાં સંસ્થાઓની નિભાવણીમાં મુશ્કેલી […]

ઈ-મેમો વસુલાતની ઝૂંબેશ બંધ કરવા માટે ભાજપના જ ધારાસભ્યએ ગૃહરાજ્યમંત્રીની કરી રજુઆત

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં સીસી કેમેરાથી ટ્રાફિક ભંગ ગુનાના હજારો કેસ વાહન માલિકો સામે નોંધાયેલા છે. હવે ટ્રાફિક પોલીસ દ્વારા ઈ-મેમો મોકલીને દંડ વસુલાત કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ટ્રાફિક અને આ-મેમોના મુદ્દે ગૃહરાજ્યમંત્રીને રજુઆત કરી છે. રાજકોટ શહેરમાં ઈ-મેમો અને ટ્રાફિકના કારણે નાગરિકો પરેશાન બન્યા છે. ઈ-મેમો અને ટ્રાફિકની સમસ્યા વચ્ચે નાગરિકો […]

સરકારના કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા માટે ST બસને સ્થાને ખાનગી બસોની વ્યવસ્થા કરવા રજુઆત

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા યોજાતા વિવિધ કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા માટે એસટી બસોનો ઉપયોગ કરાતો હોય છે. જેના લીધે ગામડાંના અનેક એસટી બસ રૂટ્સ બંધ કરવા પડે છે, અને તેથી ગામડાંના લોકોને ભારે મુસીબતોનો સામનો કરવા પડે છે. આથી સરકાર દ્વારા મેદની એકઠી કરવા માટે સરકારી એસ.ટી બસોની જગ્યાએ ખાનગી બસનો  ઉપયોગ કરવામાં આવે તેવી […]

રાજ્યના ખાનગી શાળાઓના શિક્ષકોનો પગાર સમાન રાખવા સંઘની સરકારને રજુઆત

અમદાવાદઃ રાજ્યમાં તગડી ફી ઉઘરાવતા ખાનગી શાળાઓના સંચાલકો શિક્ષકોને પુરતો પગાર પણ આપતા નથી. અને ખાનગી શાળાઓના શિક્ષકોનું શોષણ થઈ રહ્યું છે. આથી ખાનગી શિક્ષક સંઘે હવે ખાનગી શાળાઓના શિક્ષકોના પ્રશ્ને સરકારના દ્વાર ખટખટાવ્યા છે. અને એવી રજુઆતો કરી છે કે, કોરોના કાળમાં ખાનગી શાળાઓએ શિક્ષકોના કાપી નાંખેલો પગાર પરત આપવો. રાજ્ય સરકારે ખાનગી શાળાઓમાં […]

રાજકોટમાં કોંગ્રેસના બે કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં જોડાતા તેમને ગેરલાયક ઠેરવવા રજુઆત

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત-આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે  પક્ષપલટાની મોસમ પણ ખીલી ઊઠી છે. તાજેતરમાં રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના કોંગ્રેસના બે કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમલ ભરાઈ ‘આપ’માં જોડાઇ જતા આ બંને સભ્યને પદ છોડવા પાર્ટીએ નોટિસ આપી હતી. જેની મુદ્દત પૂરી થતા આજે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ કમિશ્નરને પત્ર […]

ગુજરાતમાં એસટીના ડ્રાઈવર-કંડક્ટરો પર હૂમલા છતાં કાર્યવાહી નહીં, મંડળની CM ને રજુઆત

અમદાવાદઃ ગુજરાત વાહન વ્યવહાર વિભાગની બસમાં કંડકટર અને ડ્રાઈવરો ઉપર છેલ્લા દોઢ મહિનામાં અલગ અલગ સ્થાનો પર હુમલાની ઘટનાને લઇ એસટીના કર્મચારીઓમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નિગમના સત્તાધિશોને લેખિતમાં રજુઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી છે. એટલું નહીં પરંતુ મંડળે અધિકારીઓ દ્વારા […]

ગૌશાળાઓ અને પાંજરાપોળમાં ગાયોના નિભાવ માટે વધુ સહાય આપવા રાજ્ય સરકારને રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં 550 થી વધુ ગૌશાળા તેમજ 250 થી વધુ પાંજરાપોળમાં પણ સાડા છ લાખથી વધુ બિન ઉપયોગી ગૌધન નિર્વાહ કરી રહ્યું છે. ત્યારે કોરોનાના કાળને લીધે દાતાઓ દ્વારા અપાતી સહાયમાં પણ ઘટાડો થતાં પાંજરોપોળ અને ગૌ શાળાઓના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રાજ્ય સરકાર પાસે વધુ સહાય મળે તેવી માગણી કરી રહ્યા છે.ગાયના અધિકાર […]

ગત વર્ષની જેમ ધો, 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શાળા કક્ષાએ લેવા વાલીઓની માગણી

ગાંધીનગરઃ કોરોનાને લીધે સૌથી વધુ અસર શિક્ષણને થઈ રહી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને પગલે ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ સહિતની કામગીરી હાલમાં બંધ થઈ ગઈ છે. આથી ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલની પરીક્ષા શાળાકક્ષાએ લેવાનો આદેશ કરવામાં આવે તેવી વાલીઓમાં માંગ ઊઠી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં રોજબરોજ વધઘટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code