1. Home
  2. Tag "pressures"

રાજકોટમાં ભારે વિરોધ થતાં ધાર્મિક સ્થળોના દબાણો દુર કરવાની કાર્યવાહી રોકી દેવામાં આવી

રાજકોટઃ  શહેરમાં થોડા દિવસો પહેલા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા  ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વિવિધ વિસ્તારમાં આવેલા 2000 કરતા વધુ  ધાર્મિક દબાણકારોને નોટિસ પણ આપવામાં આવી હતી. ત્યારબાદ મ્યુનિ. દ્વારા  રોડ પરની બે નાની દેરીઓ પણ તોડી પાડવામાં આવી હતી. આથી હિન્દુ સંગઠનો દ્વારા મ્યુનિ.ની કાર્યવાહી સામે ભારે વિરોધ ઊભો થયો […]

અમદાવાદમાં એક્સપ્રેસ હાઈવે પરના સર્વિસરોડ પર દબાણો ન હટાવાતા મહિલાઓએ કર્યો વિરોધ

અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારોમાં એએમસી દ્વારા નાગરિકોના પ્રશ્નોના ઉકેલ માટે લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં સીટીએમ ચાર રસ્તા નજીક ઇન્દ્રપુરી વોર્ડમાં સબ ઝોનલ પાસે લોક દરબારના કાર્યક્રમ દરમિયાન આસપાસમાં આવેલી સોસાયટીઓની મહિલાઓએ હોબાળો કર્યો હતો. છેલ્લા કેટલાય સમયથી સીટીએમ એક્સપ્રેસ-વેના સર્વિસ રોડ પાસે દબાણો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી ગઈ હતી. […]

પાલિતાણામાં સરકારી જમીનો પરના દબાણો દુર કરવામાં નગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય

ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા શહેરમાં અને તેની આજુબાજુ કેટલાક માથાભારે લોકોએ સરકારી જમીનો પર દબાણો કરેલા છે. સરકારની માલિકીની કરોડો રૂપિયાની લાખો ફૂટ જાહેર જમીનો પણ થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા સ્થાનિક તંત્ર ટૂંકું પડતું હોય તેમ માત્ર ને માત્ર અવારનવાર નોટિસો સિવાય કોઈ કાર્યવાહી થતી જોવા મળતી નથી પરિણામે દબાણનો વિવાદ યથાવત રહ્યો છે. સૂત્રોના […]

અમદાવાદમાં મ્યુનિ.કમિશનરની તાકિદ બાદ પણ ગંદકી અને દબાણોની સમસ્યા યથાવત

અમદાવાદઃ શહેરમાં નવ નિયુક્ત મ્યુનિ.કમિશનરે ચાર્જ સંભાળ્યા બાદ મ્યુનિના અધિકારીઓની બેઠક બોલાવીને તાકિદ કરી હતી કે, શહેરમાં સૌ પ્રથમ સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવે તેમજ રોડ પરના ગેરકાયદે દબાણો દુર કરવાની તાકિદ કરવામાં આવી હતી. પરંતુ શેઠની શીખામણ ઝાપા સુધી એમ કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં લારી ગલ્લાના દબાણો, […]

બેટ દ્વારકામાં સરકારી જમીન પરના દબાણો હટાવવા મેગા ઓપરેશન, 1000 પોલીસ જવાનો ખડકાયાં

જામખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ટાપુ વિસ્તારમાં શનિવારે વહેલી સવારથી રાજયના પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જુદા જુદા જિલ્લાના મોટા પોલીસ કાફલાની ઉપસ્થિતિમાં મોટું સંવેદનશીલ ડિમોલીશન શરૂ કરવામાં આવ્યું છે. બેટ દ્વારકામાં વર્ષોથી ખડકાયેલા ગેરકાયદે બાંધકામો તોડતા પૂર્વે રાત્રીથી જ કેટલાક શખ્સોને પોલીસ ઉપાડીને અજ્ઞાત સ્થળે લઇ ગઇ હતી અને બેટ દ્વારકામાં લોકોની અવરજવર બંધ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ત્રણ મહિનામાં કરોડો રૂપિયાની કિંમતના 49 પ્લોટ્સ પરના દબાણો દુર કર્યા

અમદાવાદઃ શહેરમાં ભૂ માફિયાઓ ખાલી જમીન જોઈ નથીને કબજો કર્યો નથી. એટલે કે સરકારી હોય કે ખાનગી,  ખાલી જમીનમાં કબજો જમાવી દેવામાં આવતો હોય છે. જેમાં મ્યુનિ.કોર્પોરેશનના ખાલી પ્લોટ્સ પર પણ કબજો જમાવી દેવામાં આવતો હોય છે. શહેરમાં થોડા સમય પહેલા મ્યુનિ.દ્વારા 1200 કરોડના પ્લોટ ખુલ્લા કરાવ્યા બાદ તાજેતરમાં છેલ્લા ત્રણ મહિનામાં જ 600 કરોડના […]

કચ્છના ગાંધીધામમાં રેલવેની જમીન ઉપર થયેલાં દબાણો તોડી પડાયાં

ભૂજઃ જિલ્લાના આદિપુર ગાંધીધામ રેલવે સ્ટેશન વચ્ચે રેલવેની જમીન ઉપર થયેલા દબાણો ઉપર રેલવેનું બુલડોઝર ફરી વળ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાયેલી આ કાર્યવાહી શાંતિપુર્વક પાર પાડી હતી. ફરી દબાણો ન થાય તે માટે રેલવે દ્વારા દિવાલ બાંધવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ રેલવે પ્રશાસન દ્વારા રેલવેની જમીનો  ઉપર થયેલા દબાણો હટાવવા માટે નોટીસ આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code