1. Home
  2. Tag "Price"

સોનાના ભાવમાં સતત ઘટાડો, કિંમત 77,000 રૂપિયા સુધી પહોંચી

નવી દિલ્હીઃ તહેવારોની સીઝન બાદ સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે 24 કેરેટ સોનાની કિંમત ઘટીને 77,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાની કિંમત 77,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 75,180 અને […]

ભારતઃ 19 કિલોના LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 31 રૂપિયા સુધીનો ઘટાડો

નવી દિલ્હીઃ જુલાઈ મહિનો પોતાની સાથે ઘણા ફેરફારો લઈને આવ્યો છે અને મહિનાના પહેલા દિવસે એક સારા સમાચાર છે જે મોંઘવારીના મોરચે રાહત આપશે. હવે 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો થયો છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ તેની કિંમતમાં 31 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે. […]

કર્ણાટકની જનતા ઉપર મોંઘવારીનો વધુ એક માર, પેટ્રોલ-ડીઝલ બાદ દૂધના ભાવમાં થયો વધારો

બેંગ્લોરઃ કર્ણાટકમાં જનતાને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. હવે દૂધના ભાવમાં વધારો થયો છે. કર્ણાટક મિલ્ક ફેડરેશને નંદિની દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે. કેએમએફના પ્રમુખ ભીમા નાઈકે આ અંગે જણાવ્યું હતું કે, ફેડરેશન વધારા માટે 50 મિલી વધુ આપશે. […]

સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસ ઘટાડો, ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો

સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે સતત ત્રીજા દિવસે સોનું સસ્તું થયું છે. દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં આજે સોનું 400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે. આ ઘટાડાને કારણે આજે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.73 હજારની નીચે આવી ગયો છે. આજે 24 કેરેટ સોનાની કિંમત 72,810 રૂપિયાથી લઈને 72,970 રૂપિયા […]

ક્રુડ ઓઈલની કિંમતમાં સામાન્ય વધારો, 84 ડોલર પ્રતિ બેરલ નજીક પહોંચી

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ થઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ $84 અને WTI ક્રૂડની કિંમત બેરલ દીઠ $79 આસપાસ છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.   દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94 […]

ટામેટાના ભાવમાં થયેલા ઘટાડાના પગલે ખેડૂતોની મુશ્કેલી વધી, સરકાર પાસે મદદની આશા

નવી દિલ્હીઃ દેશમાં ટામેટાના ભાવ સામાન્ય થતા મહિલાઓએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, હવે ટામેટાની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એટલું જ નહીં ખેડૂતોને ટામેટાના પાકનું વેચાણ કરતા ખેતીના પુરતા પૈસા પણ નીકળતા નહીં હોવાનું જાણવા મળે છે. જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે, તેમજ જ્યારે ટામેટાના ભાવ વધ્યા ત્યારે જનતાને રાહત માટે […]

ડુંગળીના ભાવ નિયંત્રણમાં લાવવા માટે વધુ 2 લાખ મેટ્રીક ટન ડુંગળીની કેન્દ્ર સરકાર ખરીદી કરશે

નવી દિલ્હીઃ ટામેટાના ભાવમાં ઘટાડાને પગલે ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ મોંઘવારીનો સામનો કરતી પ્રજાને રાહત મળી રહે તે માટે ડુંગળીના ભાવમાં વધારાની શકયતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો અને પ્રજાના હિતોને ધ્યાનમાં રાખીને નાફેડ મારફતે રૂ. 25ના પ્રતિ કિલોના ભાવે ડુંગળીનું વેચાણ કરવાનો નિર્ણય લીધો છે. ખાદ્ય અને પુરવઠા મંત્રી પીયૂષ […]

શાકભાજીની સાથે દાળ,ચોખા અને દૂધ પણ મોંઘુ,એક વર્ષમાં આટલો વધારો

દિલ્હી: તાજેતરના મહિનાઓમાં રસોડાનું બજેટ સંપૂર્ણપણે બગડ્યું છે. સરકારી આંકડા મુજબ, દાળ, ચોખા અને લોટ એક વર્ષમાં 30% સુધી મોંધા થયા છે. આ દરમિયાન દેશના કેટલાક ભાગોમાં ટામેટાંનો ભાવ 250 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. જો કે બટાકાના ભાવમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ આવતા મહિનાથી ડુંગળીના ભાવમાં વધારો શરૂ થઈ શકે છે. […]

ટામેટા બાદ હવે ડુંગળીના ભાવ પણ વધશે,જાણો ક્યારે અને કેટલો થશે વધારો

દિલ્હી:તંગ આપૂર્તિને કારણે આ મહિનાના અંત સુધીમાં છૂટક બજારમાં ડુંગળીના ભાવમાં વધારો થવાની સંભાવના છે અને આગામી મહિનામાં તે 60-70 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી શકે છે. જો કે, ઓક્ટોબરથી ખરીફની આવક શરૂ થતાં ડુંગળીનો પુરવઠો સુધરશે, જેના કારણે ભાવમાં નરમાશ આવવાની ધારણા છે. શુક્રવારે એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી હતી. ક્રિસિલ માર્કેટ ઇન્ટેલિજન્સ […]

ટીવી, મોબાઈલ અને લેપટોપ જેવી ઈલેક્ટ્રિક પ્રોડક્ટની કિંમતમાં ઘટાડો થવાની આશા

નવી દિલ્હીઃ દેશવાસીઓને દિવાળી દરમિયાન મોંઘવારીમાંથી રાહત મળવાની આશા છે. ઈલેક્ટ્રિક પ્રોડક્ટ્સની માંગ વધવાને કારણે મોબાઈલ, ટીવી, લેપટોપ અને અન્ય પ્રોડક્ટ્સ જેવા ઈલેક્ટ્રિક સામાનની કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે છે. તહેવારોની સિઝન દરમિયાન ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોની માંગ વધારવા માટે કંપનીઓ દ્વારા ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ઊંચા મૂલ્યના કારણે છેલ્લા 12 મહિનાથી ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોની માંગ સુસ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code