1. Home
  2. Tag "price rise"

લોકસભા શિયાળુ સત્રઃ મોંઘવારી-ઈંધણના ભાવ વધારા સહિતના મુદ્દે સરકારને ઘેરવાની કોંગ્રેસની રણનીતિ

દિલ્હીઃ લોકસભામાં તા. 29મી નવેમ્બરથી શિયાળુ સત્રનો પ્રારંભ થશે. આ સત્રમાં મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના ભાવ સહિતના મુદ્દા ઉપર મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવશે. આમ લોકસભાનું શિયાળુ સત્ર તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન કોંગ્રેસ સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. 29 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્ર […]

નેચરલ ગૅસમાં કરાયેલા ભાવ વધારાએ સિરામિક ઉદ્યોગની કમર તોડી નાંખી

સુરેન્દ્રનગરઃ પટ્રોલ-ડિઝલ, રાધણગેસના ભાવમાં તોતિંગ વધારા બાદ હવે નેચરલ ગેસના ભાવમાં પણ તોતિંગ વધારો કરતા થાન સહિતના સિરામિક ઉદ્યોગોની હાલત કફોડી બની છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં રૂ.10નો વધારો કરી દેતા ઉદ્યોગકારોમાં રોષની લાગણી ફેલાઇ છે. હાલ કોરોનાનો મૃત:પ્રાય કરી નાંખે તેવો માર સહન કરી માંડ બેઠા થતાં ઉદ્યોગને […]

અફઘાનિસ્તાનની સ્થિતિને લીધે આયાત-નિકાસ બંઘ થતાં સુકા મેવાના ભાવમાં થયો વધારો

અમદાવાદઃ તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા બાદ હજુપણ આરાજક્તાનો માહોલ છે. મોટાભાગના દેશોએ તો પોતાની રાજદ્વારી કચેરીઓ પણ બંધ કરી દીધી છે. અને વેપાર-વણજ પણ અટકાવી દીધો છે. જેના લીધે અફઘાનિસ્તાનમાંથી ભારતમાં આયાત કરાતા સુકો મેવો અને હિંગની આયાત પણ અટકી ગઈ છે. પરિણામે, આવનારા તહેવારો અને દિવાળીએ સૂકા મેવા મોંઘા થશે અને તેની પુરવઠાની […]

અફઘાનિસ્તાનમાં તાલીબાનના શાસનની ભારતના બજારોમાં અસરઃ ડ્રાયફ્રુટના ભાવમાં વધારો

દિલ્હીઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મજબુત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ છે. બંને દેશો વચ્ચે વેપારી સંબંધો પણ ખુબ જૂના છે. બંને દેશોની ભોગોલિક નીકળતા અને ઐતિહાસિક સંબંધોને જોતા ભારત અફઘાનિસ્તાનનું નેચરલ ટ્રેડિંગ ભાગીદાર છે. દક્ષિણ એશિયામાં અફઘાનિસ્તાનના ઉત્પાદકોનું મોટુ બજાર છે. અફઘાનિસ્તાનમાં આવેલા રાજકીય બદલાવને કારણે ભારતમાં ડ્રાઈ ફ્રુટના ભાવમાં વધારો થયો છે. વેપારીઓના જણાવ્યા […]

ડીઝલના ભાવ વધારાથી સુરતના ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા ટ્રાન્સપોટર્સ પણ મુશ્કેલીમાં

સુરતઃ પેટ્રોલ-ડીઝલના સાતમા આસમાને પહોંચેલા ભાવ વધારાના કારણે ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા ટ્રાન્સપોટર્સ પણ મુશ્કેલીમાં મુકાયા છે. અને બહારગામના ડીસ્પેચીંગનું કામકાજ ઘટ્યું છે. બીજી તરફ દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાએ વેપારીઓને ફરીથી મંદીનો માહોલ ઉભો થવાની સંભાવના વર્તાય રહી છે. દેશમાં અનેક રાજ્યોમાં હજુ પણ આંશિક લોકડાઉન અને કડક નિયંત્રણો હોવાના કારણે વેપારીઓને ઓર્ડર મળતા […]

મીઠાના વપરાશથી કોરોનાથી બચી શકાતું હોવાની અફવા, મીઠાંનો ભાવ રૂ. 100 ઉપર પહોંચ્યો

દુકાનો ઉપર મીઠાની ખરીદી કરવા લાગી લાઈનો મીઠાના ભાવમાં પાંચ ગણો થયો વધારો જયપુરઃ કોરોના મહામારીથી બચવા માટે લોકો અનેક ઘરેલુ નુસ્ખા અપનાવે છે. ત્યારે હવે રાજસ્થાનમાં કોરોનાથી બચવા મીઠાનો ઉપયોગ કરવાની અફવા ફેલાઈ છે. જેથી મોટી સંખ્યામાં લોકો મીઠાની ખરીદી કરવા માટે લાઈનો લગાવી રહ્યાં છે. તેમજ મીઠામાં ભાવમાં પણ પાંચ ગણાથી વધુનો વધારો […]

ખાતરમાં તોતિંગ ભાવ વધારો પાછો ન ખેંચાય તો ખેડુતો આંદોલન કરશે

અમદાવાદઃ તાજેતરમાં રાસાયણિક ખાતરના ભાવમાં તોતિંગ વધારો કરતા સરકાર સામે ખેડુતોમાં વ્યાપક અસંતોષની લાગણી ઊભી થઈ છે. ચોમાસાની સિઝન માથે ઝળુંબી રહી છે અને ખેડૂતો વાવણીની તૈયારીમાં લાગી ગયા છે તેવા સમયે ફર્ટિલાઇઝર કંપ્નીઓએ ખાતરના ભાવમાં બેફામ વધારો કરતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે આ મુદ્દે ગુજરાત કિસાન કોંગ્રેસના દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણી કૃષિ પ્રધાન આર.સી.ફળદુને […]

કોરોનાના કપરા કાળમાં મોંઘવારીએ પણ માઝા મુકીઃ જીવનજરૂરી ચીજોના ભાવ આસમાને પહોંચ્યા

અમદાવાદઃ રાજ્યમાં લોકો કોરોનાના કપરા કાળનો સામનો કરી રહ્. છે ત્યાં મોંઘવારીએ પણ માઝા મુકી છે. રોજનું લાવીને રોજ ખાતા લોકોની હાલત વધુ કફોડી બની છે. જીવન જરૂરિયાત ચીજોના ભાવ આસમાને આંબી રહ્યા છે. ત્યારે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારની હાલત કફોડી બની રહી છે. જીવન જરૂરી ચીજોના ભાવો નિયંત્રિત કરવા ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે મુખ્યપ્રધાનને […]

રાસાયણિક ખાતરમાં તોતિંગ ભાવ વધારા સામે કોંગ્રેસ ગામેગામ આંદોલન કરશે

અમદાવાદઃ કોરોનાના કાળમાં મોંધવારી પણ વધતી જાય છે. જીવન જરૂરી ચીજ-વસ્તુઓના ભાવ આસનાને પહોંચ્યા છે, ત્યારે બીજીબાજુ સરકાર દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવતાં ચારેકોરથી વિરોધના સૂર ઊઠી રહ્યો છે, આ ભાવ વધારા ના પગલે ખેડૂતોને પડ્યા પર પાટું સમાન ગણવામાં આવી રહ્યું છે અને આવો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા […]

કાચા માલના ભાવમાં થયેલા વધારાના પગલે લઘુ પેઈન્ટ ઉદ્યોગની મુશ્કેલીઓ વધી

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. હવે ફરીથી વેપાર-ધંધા ધમધમવા લાગ્યાં છે. જો કે, કાચા માલના ભાવમાં થયેલા વધારાના પગલે ગુજરાતમાં ધમધમતા 450થી વધુ લઘુ પેઈન્ટસ ઉદ્યોગ આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. આ ઉદ્યોગોમાં લગભગ 10 જેટલા શ્રમજીવીઓ કામ કરે છે. દરમિયાન કાચા માલમાં થયેલા ભાવ વધારા મુદ્દે વેપારીઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code