1. Home
  2. Tag "prices"

દશેરાના તહેવારમાં મોંઘવારીની અસરઃ ફાફડા-જલેબીના ભાવમાં 20 ટકાનો વધારો

અમદાવાદઃ રાજ્યભરમાં નવરાત્રિ પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને આવતીકાલે બુધવારે અસત્ય ઉપર સત્યના વિજય પર્વ દશેરાની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરો અને નગરોમાં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. દરમિયાન આવતીકાલે દશેરાના દિવસે માત્ર અમદાવાદમાં જ શહેરીજનો કરોડોના ફાફડા-જલેબી આરોગી જશે. જો કે, આ વખતે મોંઘવારીની અસર ફાફડા-જટેલીના […]

વિદેશી બજારોમાં ખાતરના ભાવમાં વધારો છતાં કેન્દ્ર સરકારે ભાવ વધારો કર્યો નથીઃ માંડવિયા

ગાંધીનગરઃ આંતરરાષ્ટ્રીય સ્તરે  ખાતરના ભાવમાં વધારો થયો હોવા છતાં કેન્દ્ર સરકારે ખાતરના ભાવમાં વધારો કર્યો નથી. ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે સરકારે ખાતરના ભાવમાં કોઈ વધારો નથી કર્યો. તેમ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માડવિયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવ વધી રહ્યાં હતા. ખાતરની અછત હતી છતાં કેન્દ્ર સરકારે ખાતરના […]

અમદાવાદમાં ગણેશોત્સવ પહેલા જ શ્રીજીની મૂર્તિઓના ભાવમાં 25થી 30 ટકા જેટલો વધારો

અમદાવાદઃ શહેરમાં ગણેશોત્સવને લઈને તૈયારીઓ ચાલી રહી છે. મોરિયા રે બાપા મોરિયા રે. આ નાદ ગુંજવાને આડે બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગણેશજીના મૂર્તિકારો શ્રીજીની મૂર્તિઓ બનાવીને તેને રંગરોગાન માટે આખરી ઓપ આપી રહ્યા છે.ભાવિકો  છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરી શક્યા ન હતા. આ વર્ષે રાજ્ય […]

મોંઘવારીથી પીડાતી પ્રજાને વધુ એક ડામ, શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા,

અમદાવાદઃ મોંઘવારીએ માઝા મુકી છે. દિન પ્રતિદિન મોંઘવારી વધતી જ જાય છે. જેમાં રોજિંદી ખાદ્ય ચિજ-વસ્તુઓમાં જીએસટીમાં કરાયેલા વધારાને કારણે મધ્યમ વર્ગ અને ગરીબોની હાલત કફોડી બની છે. ત્યારે હવે તો લીલા શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. કેટલાક શાકભાજી બમણાથી પણ વધુ ભાવે વેચાઈ રહ્યા છે. અમદાવાદ સઙિત મહાનગરોમાં લીલા શાકભાજીના ભાવ વધારાએ ગૃહણીઓનું […]

મીઠાના ઉત્પાદનમાં 30% ઘટાડો થવાની આશંકા વચ્ચે ભાવ વધી શકે છે

આમ જનતા પર વધુ એક ફટકો પડી શકે છે આગામી દિવસોમાં મીઠું વધુ મોંઘુ થવાની શકયતાઓ મીઠાના ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો થઇ શકે છે દિનપ્રતિદિન વધતી મોંઘવારીથી આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી  છે.ત્યાં હવે આગામી દિવસોમાં મીઠું વધુ મોંઘુ થવાની શકયતાઓ સેવાય રહી છે.મીઠાના ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો થઈ શકે છે.વાસ્તવમાં દેશના સૌથી મોટા મીઠાનું […]

દરેક જગ્યાએ મોંઘવારી જ મોંઘવારી,હવે બાળકોના ભણતરની વસ્તુઓ પણ મોંઘી થઈ

પેટ્રોલ-ડીઝલ, સીએનજીમાં ભાવ વધારો હવે ભણતરની વસ્તુઓમાં પણ વધારો લોકો જશે તો ક્યાં જશે રાજકોટ :દેશમાં પેટ્રોલ-ડીઝલ, સીએનજી તથા અનેક વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યારે તમામ લોકો હવે મોંઘવારીની બૂમો પાડી રહ્યા છે ત્યારે જો વાત કરવામાં આવે ભણતરની વસ્તુઓની તો હવે તેના ભાવમાં પણ વધારો થયો છે જેના કારણે મધ્યમવર્ગના […]

મોંધવારીનો માર:સિમેન્ટના ભાવમાં થયો વધારો,30 થી 50 રૂપિયા મોંઘી થઈ સિમેન્ટની થેલી

સિમેન્ટના ભાવમાં 12 ટકાનો વધારો સિમેન્ટની થેલી 30 થી 50 રૂપિયા મોંઘી થઈ સામાન્ય માણસથી લઈને સરકારના બજેટને અસર થશે દિલ્હી:દિનપ્રતિદિન વધતી મોંધવારીથી આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.પેટ્રોલ-ડીઝલથી લઈને જીવન જરૂરિયાતવાળી ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યાં હવે આમ જનતાને મોંધવારીનો વધુ એક ફટકો લાગવા જઈ રહ્યો છે.હવે મકાન બનાવવા માટે વપરાતી સિમેન્ટમાં […]

રે મોંઘવારી… પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા તેલ, દાળ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તેના લીધે જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. દાળ-કઠોળના ભાવમાં એક મહિનામાં 16 ટકાનો જંગી વધારો નોંધાયો છે. દાળની માગની સામે ઉત્પાદન ઘટતા ભાવ વધારો લોકોને નડી રહ્યો છે. 15 રૂપિયાના વધારા સાથે અડદની દાળના એક કિલોના 125 રૂપિયા થઈ ગયા છે. […]

યુક્રેન-રશિયાના કારણે રો-મટિરિયલ્સના ભાવમાં વધારો થતા ધોરાજીનો પ્લાસ્ટિક ઉદ્યોગ મુશ્કેલીમાં

રાજકોટઃ ધોરાજીમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવનારા પ્લાસ્ટિક ઉદ્યોગ -રો મટિરીયલ્સમાં ભાવ વધતા ઉદ્યોગકારોને માઠી અસર થઈ છે. યુક્રેન અને રશિયાનુ જે યુદ્ધ ચાલી રહ્યું છે, તેની અસરમાં પ્લાસ્ટિકના રો – મટિરીયલમા ભાવ વધારો થતા પ્લાસ્ટિક કારખાનેદારોની ચિંતામા વધારો થયો છે. એક બાજુ કોરોના કાળમા ધંધા, વેપારમાં હાલાકી થઈ ત્યાર બાદ હાલ ધોરાજી વેસ્ટમાંથી બેસ્ટ કરતા ધોરાજી […]

2014 પછી ક્રુડ ઓઈલનો ભાવ બેરલ દીઠ 110 ડોલર પહોંચ્યો, પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારાના એંધાણ

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને પગલે ક્રુડ ઓઈલના પુરવઢામાં વિક્ષેપ ઉભો થયો છે. જેના પગલે ક્રુડ ઓઈલના ભાવમાં સતત વધારો થયો છે. હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલનો ભાવ પર બેરલ 100 ડોલરને વટાવી ગયો છે. વર્ષ 2014 પછી પ્રથમવાર ક્રુડ ઓઈલના ભાવ 110 ડોલર પહોંચ્યો છે. પરંતુ ભારતમાં ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code