1. Home
  2. Tag "Primary School"

પાલિતાણા તાલુકાના જામવાળી ગામે પ્રાથમિક શાળાના 23 બાળકોને ફુડ પોઈઝનિંગ

એક બાળકનો જન્મદિ હોવાથી શાળામાં ભોજન સમારોહનું આયોજન કરાયુ હતું, 120 બાળકોએ ભોજન લીધું હતુ જેમાં 23ને ઝાડા-ઊલટી થતાં હોસ્પિટલ ખસેડાયા, તમામ બાળકો ભયમુક્ત, હોસ્પિટલમાંથી રજા અપાઈ ભાવનગરઃ જિલ્લાના પાલીતાણા તાલુકાના જામવાળી ગામે શાળામાં ભોજન લીધા બાદ 23 બાળકોને ફુડ પોઈઝનિંગની અસર થતાં તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બનાવને પગલે મોડી રાત્રે આરોગ્યની ટીમ […]

માતરના શેખપુર ગામની પ્રા. શાળામાં છતનો પોપડો પડતાં ત્રણ બાળકોને ઈજા, ગ્રામજનોમાં રોષ

નડિયાદઃ રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘણીબધી શાળાઓમાં પુરતાં વર્ગ ખંડો ન હોવાથી બાળકોને ખૂલ્લામાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. જ્યારે ઘણીબધી શાળાઓને મકાનો પણ જર્જરિત હાલતમાં છે. ત્યારે માતર તાલુકામાં શેખપુર ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત બનેલા વર્ગખંડના છતનો પોપડો પડતા અભ્યાસ કરી રહેલા ત્રણ બાળકોને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત ત્રણ બાળકોને લીંબાસી ખાતેની હોસ્પિટલમાં […]

પ્રાથમિક શાળાના 17,174 શિક્ષકોને ઓનલાઈન બદલી કેમ્પમાં સ્થળ પસંદગીનો લાભ મળ્યો

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો છેલ્લા ઘણા સમયથી બદલી કેમ્પની રાહ જોઈ રહ્યા હતા. ઘણાબધા શિક્ષકો પોતાના વતનથી દુર અન્ય જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે. જ્યારે શિક્ષક દંપત્તીઓ પણ અગલ અલગ સ્થળોએ નોકરી કરી રહ્યા હતા. આમ શિક્ષકો બદલીઓની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે રાજય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો માટે જિલ્લા ઓનલાઇન […]

રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળામાં 725 શિક્ષકની ઘટ, વિદ્યાર્થીઓના ભણતર પડતી અસર

રાજકોટઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. શિક્ષકોની ખાલી જગ્યાઓને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થઈ રહી છે. ઘણીબધી એવી શાળાઓ છે, જ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. સરકારે વિદ્યાસહાયકોની ભરતીનું મેરિટલિસ્ટ જાહેર કરી દીધુ છે. હવે સ્થળ પસંદગીની પ્રકિયા હાથ ધરવામાં આવશે. ત્યારે રાજકોટ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ખાલી 725 […]

ગાંધીનગરમાં પ્રા. શાળાના શિક્ષકોને વધુ એક કલાકનો સમય આપી વિદ્યાર્થીઓને ભણાવવાનો આદેશ

ગાંધીનગર :  રાજ્યમાં કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓના શિક્ષણ પર વિપરિત અસર પડી હતી. એટલે જે વિદ્યાર્થી અભ્યાસમાં નબળા છે. તેમને વધુ ભણાવીને તૈયાર કરવાનું શિક્ષણ વિભાગે આયોજન કર્યું છે. જેમાં વિદ્યાર્થીઓને શાળાના સમય ઉપરાંત વધુ એક કલાક ભણાવવા ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાઓને મહત્વનો આદેશ કરાયો છે. પ્રાથમિક શાળાના શિક્ષકોને દરરોજ એક કલાક શ્રમદાન આપવો પડશે. […]

પાટડીના વિસાવડી ગામની પ્રાથમિક શાળાના ઓરડાં જર્જરિત, છતમાંથી પોપડા પડી રહ્યા છે

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં અનેક સરકારી શાળાઓ એવી છે. કે, જ્યાં પુરતા શિક્ષકો નથી, શાળાઓમાં પુરતા ઓરડા નથી. બાળકોને પીવાના પાણીના કોઈ સુવિધા નથી. આવી સ્થિતિમાં ક્યાંથી ભણશે ગુજરાત, રાજ્યના અંતરિયાળ ગામોમાં પણ શાળાઓમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થશે ત્યારે જ સાચા અર્થમાં ગુજરાતે વિકાસ કર્યો ગણાશે. જિલ્લાના પાટડી તાલુકાના વિસાવડી ગામની પ્રાથમિક શાળાના ઓરડા હાલમાં અત્યંત જર્જરીત […]

પ્રાથમિક શાળાઓમાં ધો. 1માં 7 વર્ષ પૂર્ણ કરેલા બાળકોને પણ પ્રવેશ આપવા શાળા સંચાલકોની માગ

ગાંધીનગરઃ રાજ્યમાં નવી શિક્ષણ નીતિનો અમલ નવા શૈક્ષણિક વર્ષથી થઈ જશે. નવી શિક્ષણ નીતિ મુજબ 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ પ્રાથમિક શાળાઓમાં ધોરણ -1માં પ્રવેશ મળશે. આ નિયમને વાલીઓએ પણ આવકાર્યો છે. જ્યારે શાળાના સંચાલકોએ એવી માગણી કરી છે. 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બળકોને ધોરણ -1માં પ્રવેશ આપવો તે સારી […]

નસવાડીઃ સરકારી પ્રાથમિક શાળા છે, પણ શિક્ષકો આવતા જ નથી, બાળકો ક્યાંથી ભણે?

છોટા ઉદેપુરઃ રાજ્યના અંતરિયાળ ગામડાંઓ તેમજ આદિવાસી વિસ્તારોમાં શાળાઓમાં શિક્ષકો અનિયમિત રહેતા હોવાની ફરિયાદો ઊઠી રહી છે. નસવાડી તાલુકાની પંખાડા(જી) પ્રાથમિક શાળામાં શિક્ષકો જ અનિયમિત રહેતાં 25 જેટલાં બાળકોના અભ્યાસ પર અસર થઇ રહી છે. ઘણીવાર બાળકોને બહાર જ ઓટલા પર બેસાડીને ભણાવાય છે. રોષિત ગ્રામજનોએ આ બધી સમસ્યાઓની તાલુકા શિક્ષણ અધિકારીને જાણ કરતાં ગ્રુપ […]

પ્રાથમિક શાળાઓમાં પૂરતા પુસ્તકો પહોંચ્યા જ નથી, વિદ્યાર્થીઓ ભણે કેવી રીતે ? શિક્ષક સંઘ

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પૂરતા પુસ્તકો નહીં પહોંચ્યા હોવાનો ઘટસ્ફોટ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષે કર્યો છે. આથી ધોરણ 3થી 8ના વિધાર્થીઓની સામયિક કસોટી નહિ લેવાની માગણી કરી છે. શિક્ષકોએ ભણાવવા પૂરતો સમય આપ્યા બાદ જ સામાયિક કસોટી લેવાની માગણી સાથે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. રાજ્યમાં છેલ્લા દોઢેક વર્ષથી ચાલી રહેલી કોરોનાની મહામારીને પગલે […]

પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવા સંઘ દ્વારા સરકારને રજુઆત

ગાંધીનગર:  ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારે ધો. 12ની શાળાઓ અને કોલેજો શરૂ કરવાની મંજુરી આપી દીધી છે. ત્યારે તમામ પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની શિક્ષણ સંઘ દ્વારા સરકાર સમક્ષ માગણી કરવામાં આવી છે. ગામડાંઓમાં કોરોનાના એક પણ કેસ નથી. બીજીબાજુ પ્રાથમિક શાળાના બાળકો માટે ઓફલાઈન શિક્ષણ જરૂરી છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code