1. Home
  2. Tag "Primary Schools"

પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષાનો 17મી ઓક્ટોબરથી પ્રારંભ

નવરાત્રી પૂર્ણ થયા બાદ પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષા લેવાશે, ધો-3થી 5ની 40 ગુણ અને ધોરણ-6થી 8ની 80 ગુણની પરીક્ષા લેવાશે, સ્કૂલો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગાંધીનગરઃ નવરાત્રીનો ઉત્સવ પૂર્ણ થયા બાદ  તારીખ 17મી, સપ્ટેમ્બરથી ધોરણ-3થી 8ની સંત્રાતનો પ્રારંભ થશે. ગાંધીનગર જિલ્લામાં  અંદાજે 1.20 લાખ વિદ્યાર્થીઓની પ્રથમ પ્રિલિમરી પરીક્ષા લેવામાં આવશે. જોકે તેમાં ધોરણ-3થી […]

પ્રાથમિક શાળાઓમાં 17મી ઓક્ટોબરથી ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષા

21 દિવસના દિવાળી વેકેશનનો ધનતેરસથી થશે પ્રારંભ, ધોરણ 9થી 12ની સત્રાંત પરીક્ષા 14મી ઓક્ટોબરથી લેવાશે, ઉત્તવહીઓનું મૂલ્યાંકન શાળા લેવેલ કરાશે અમદાવાદઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ 17મી ઓકટોબરથી થશે. અને તા. 25મી ઓકટોબર સુધી પરીક્ષાઓ ચાલશે. ધોરણ 3થી 4ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં જ ઉત્તર લખવાના રહેશે. જ્યારે ધોરણ 5થી […]

પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકોનું મહેકમ નક્કી કરી નિયમ મુજબ બદલીની કાર્યવાહી કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ફરજિયાત શિક્ષણના કાયદાની અમલવારી કર્યા બાદ પ્રાથમિક શાળાઓમાં એચ ટાટ 7000 આચાર્યોની ભરતી કરવામાં આવી હતી.12 વર્ષ સુધી બદલીના કોઈ નિયમો ન બનાવાતા આચાર્યોને એકજ શાળામાં ફરજ બજાવવી પડી છે. અ અંગે શાળાના આચાર્યોની લડત બાદ  શિક્ષણ વિભાગ દ્વારા બદલીના નિયમો બનાવી દેવામાં આવ્યા છે. ત્યારે આ નિયમોના આધારે 31 જુલાઈની સ્થિતિએ મહેકમ […]

પ્રાથમિક શાળાઓમાં મહેકમ મંજુર થયા બાદ ખાલી પડેલી જગ્યા પર જ્ઞાનસહાયકોની ભરતી કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા માટે સરકારે જ્ઞાન સહાયક યોજના અમલમાં મુકી છે. જેમાં જ્ઞાન સહાયકોને 11 મહિનાના કરાર કરીને ફિક્સ પગારથી સેવા લેવામાં આવી છે. રાજ્યમાં 11 હજાર જ્ઞાન સહાયકની મુદત 31મી જુલાઇના રોજ પૂરી થઇ છે. આ તમામ જ્ઞાન સહાયકનો કરાર રિન્યૂ કરવા માટે શિક્ષણ વિભાગે એવી સ્પષ્ટતાં કરી છે કે, […]

સુરત જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 243 શિક્ષકોની ઘટ, ભાષા અને સા. વિજ્ઞાનના 96 શિક્ષકો ઓછા

સુરતઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા સરકારે જાહેરાત કરી છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટને લીધે બાળકોના સિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે. સુરત શહેરની પ્રાથમિક શાળાઓમાં 72 શિક્ષકોની ઘટ છે. જ્યારે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 243 શિક્ષકોની ઘટ છે. જેમાં  સૌથી વધુ ભાષાના 26 શિક્ષકો સામાજિક વિજ્ઞાનના […]

પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ દરમિયાન બાળકોને તિથિ ભોજન આપવા તંત્રએ કર્યો આદેશ

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી તા.26મીથી ત્રિદિવસીય પ્રવેશોત્સવ યોજાશે. પ્રવેશોત્સવ દરમિયાન શાળાના બાળકોને લોક ભાગીદારીથી તિથિ ભોજન મળી રહે તે માટે આયોજન કરવા પી એમ પોષણ યોજનાના કમિશનરે આદેશ કર્યો છે. જુદા જુદા તહેવારો, જન્મ દિવસ તથા રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે ગામના શ્રેષ્ઠીઓ અને દાતાઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને તિથી ભોજન આપવામાં આવે છે. તેજ રીતે […]

પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ છતાંયે હાજરી પત્રક સહિત સ્ટેશનરી સ્કુલોને મળી નથી

ગાંધીનગરઃ પ્રાથમિક શાળાઓમાં 13મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. પણ તંત્ર દ્વારા હજુ સુધી શાળાઓને સ્ટેશનરી આપવામાં આવી નથી. જેને પરિણામે વિદ્યાર્થીઓ, શિક્ષકોનું હાજરીપત્રક તૈયાર કરવામાં આવ્યું નથી. ઉપરાંત દૈનિક નોંધ પણ નહી આપવાથી તેની કામગીરી કરવામાં આવતી નથી. જ્યારે બાલવાટીકાના ફોર્મ પણ નહી અપાતા બાલવાટીકાના પ્રવેશની કામગીરી અટકી પડી છે. ત્યારે શાળાઓને […]

પ્રાથમિક શાળાઓમાં 4થી એપ્રિલથી પરીક્ષાનો પ્રારંભ, 7 એપ્રિલે સ્કોલરશીપ માટે પરીક્ષા લેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં માર્ચ-એપ્રિલ એ પરીક્ષાની મોસમ ગણાય છે. માર્ચમાં ધોરણ 10 અને 12ની તેમજ ગુકેટની પરીક્ષા પૂર્ણ થયા બાદ એપ્રિલમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની પરીક્ષાઓ શરૂ થશે. જેમાં  પ્રાથમિક શાળામાં દ્વિતીય કસોટી (વાર્ષિક પરીક્ષા)નો કાર્યક્રમ જાહેર કરાયો છે અને તા. 4 એપ્રિલથી શરૂ થનારી આ પરીક્ષા 23 એપ્રિલે પૂર્ણ થશે. ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓમાં  સમાન […]

ગુજરાતઃ પ્રાથમિક શાળાઓને સ્વચ્છ બનાવવા સરકાર દ્વારા રૂ. 57.07 કરોડની ફાળવણી

અમદાવાદઃ મહાત્મા ગાંધીના મંત્ર ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ને સાકાર કરવા રાજ્યની પ્રાથમિક શાળાઓને વધુને વધુ સ્વચ્છ- સુખડ બનાવવાના ઉમદા હેતુથી માસિક ધોરણે સ્વચ્છતા ગ્રાન્ટ આપવામાં આવે છે. આ અંતર્ગત તા. 31મી ડિસેમ્બર 2023ની સ્થિતિએ યોજના હેઠળ રાજ્યની પ્રાથમિક શાળાઓને વર્ષ 2023-24માં રૂ. 57.07કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમ, વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું.  […]

રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 423 શિક્ષકોની ઘટ, 40 સ્કુલોમાં માત્ર એક જ શિક્ષક

રાજકોટઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અપુરતા શિક્ષકો હોવાને લીધે શિક્ષણ કાર્ય પર તેની અસર પડી રહી છે. રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 423 શિક્ષકોની ઘટ છે. જિલ્લામાં 40 શાળાઓ તો એવી છે. કે, જેમાં માત્ર એક જ શિક્ષક છે. રાજકોટ નજીક હીરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. પણ હીરાસર ગામની પ્રાથમિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code