1. Home
  2. Tag "Primary Schools"

ગુજરાતની ઘણીબધી પ્રાથમિક શાળાઓ હજુ પણ પાઠ્ય પુસ્તકોથી વંચિત, શિક્ષક સંઘે કરી રજુઆત

ગાંધીનગરઃ રાજ્યમાં પાઠ્ય-પુસ્તક મંડળની નિષ્ક્રિયતાને કારણે ઘણી બધી શાળાઓના બાળકોને હજુ પણ પાઠ્ય-પુસ્તકો મળ્યા નથી. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયાને વીસેક દિવસ થઇ ગયા છે. તેમ છતાં ઘણીબધી પ્રાથમિક શાળાઓમાં હજુ પાઠ્ય પુસ્તકો મળ્યા નથી તેવા આક્ષેપ સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ વિભાગમાં રજુઆત કરી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને સ્વાધ્યાય પોથીઓ આપવામાં આવશે કે […]

ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રથી મધ્યાહન ભોજન અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાને લીધે મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને ભોજન કે નાસ્તો આપવામાં આવતો નહતો. અથવા તો તૈયાર ફુડ પેકેટ આપવામાં આવતા હતા. હવે નવા શૈક્ષણિક સત્રથી તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવશે. નવા શૈક્ષણિક સત્ર વર્ષ-2022-23નો પ્રારંભ તારીખ 13મી, સોમવારથી થનાર છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસથી જ ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓને મધ્યાહન […]

પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના માત-પિતા ન હોય તેવા બાળકોની યાદી તૈયાર કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધઘટ થતી રહે છે. કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કેટલાક બાળકોએ પોતાના માત-પિતા ગુમાવ્યા હતા. ઉપરાંત ઘણા એવા પણ બાળકો છે કે તેમના માત-પિતા કે વાલીઓ નથી. આવા બાળકો પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે.  નોધારા બાળકોને સરકાર મદદ કરી શકે તે હેતુથી પ્રાથમિક શાળામાં […]

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રા.શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાની માહિતી મંગાવાઈ

અમદાવાદઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. ત્યારે  પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ખાલી જગ્યાઓની ભરતી શરૂ કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે. કેમ કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાંથી વિદ્યાસહાયકોની ખાલી જગ્યાઓની માહિતીને 10 નવેમ્બર-2021 સુધીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ટેટ પરીક્ષા પાસ ઉમેદવારોનો આંકડો 50000થી વધુ […]

ક્યાંથી ભણશે ગુજરાત, પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની 18,000 જગ્યાઓ ખાલી

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણ પર અસર પડી રહી છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં 18 હજાર  શિક્ષકોની જગ્યા ખાલી હોવાની ચોંકવાનારી માહિતી આરટીઆઈમાં બહાર આવી છે. જેમાં ધો.1થી 5માં 7 હજાર કરતા વધુ અને ધો.6થી 8માં 10 હજાર કરતા વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. ઓક્ટોબરના અંત સુધીમાં કુલ 18 હજાર […]

દેશમાં સૌથી પહેલા Primary Schools ખોલવી હિતાવહ: ICMR

દેશમાં સૌથી પહેલા પ્રાથમિક શાળાઓ ખોલવી હિતાવહ ICMRના ડાયરેક્ટર બલરામ ભાગર્વે આપી સલાહ તે પાછળનું તર્ક પણ તેમણે આપ્યું નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરનું જોખમ ઓછું થતા હવે અનેક રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ બધા વચ્ચે હવે બાળકોની શાળાઓ ખોલવાની પણ માંગણી થઇ રહી છે. એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા બાદ હવે ICMR […]

શિક્ષક સંઘની માગ સરકારે સ્વીકારી, રાજ્યની પ્રા. શાળાઓનો સમય સવારનો કરાયો

ગાંધીનગર: રાજ્યમાં ચાલી રહેલા કોરોના સંક્રમણના કારણે બાળકો શાળાએ આવતા ન હોવા છતાં શાળાનો સમય આખા દિવસનો રાખવામાં આવ્યો હતો. જેથી શિક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઇને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે માંગણી કરી હતી કે, જુલાઇથી શાળાઓનો સમય સવારનો કરવામાં આવે. જે માંગણી સ્વીકારી લેવામાં આવી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો […]

રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં અપુરતા વિદ્યાર્થીઓ હશે એવી શાળાઓને મર્જ કરવા 28મી જુને મીટિંગ મળશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા બાદ હવે શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન  શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. બીજીબાજુ જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પુરતી ન હોય તેવી પ્રાથમિક શાળાઓ મર્જ કરવા માટેની ફરી એકવાર તૈયારીઓ શરૂ થઈ હોવાનું જાણવા મળે છે. આગામી 28 જૂનના રોજ પ્રાથમિક વિભાગના સચિવની અધ્યક્ષતામાં મળનારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code