1. Home
  2. Tag "Prime Minister Narendra Modi"

પાકિસ્તાને SCO મીટિંગ માટે PM મોદીને આપ્યું આમંત્રણ

નવી દિલ્હીઃ  પાકિસ્તાનમાં યોજાનારી શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે PM નરેન્દ્ર મોદીને ઑક્ટોબરમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક માટે આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે,  ભારતની સાથે ચીન અને પાકિસ્તાન પણ શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સંપૂર્ણ સભ્ય છે. SCOના અન્ય સભ્ય દેશોમાં રશિયા, […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ટેલિફોન પર વાત કરી

નવી દિલ્હીઃ 26 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ટેલિફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ભારત-અમેરિકાની ભાગીદારી પ્રત્યે રાષ્ટ્રપતિ બિડેનની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ કહ્યું કે ભારત-અમેરિકાની ભાગીદારી બંને દેશોના લોકો તેમજ સમગ્ર માનવતા માટે ફાયદાકારક છે. તેઓએ યુક્રેન સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સપ્તાહે બે દેશો પોલેન્ડ અને યુક્રેનની સત્તાવાર મુલાકાતે જશે. 45 વર્ષ પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા પોલેન્ડની મુલાકાત છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો તેમના રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠની પણ ઉજવણી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ તેમની […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર ગુરુવારે લાલ કિલ્લા પર સતત 11મી વખત ત્રિરંગો લહેરાવ્યો હતો. લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ દેશને આઝાદી અપાવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજે એ શુભ ક્ષણ છે જ્યારે આપણે દેશ માટે શહીદ થયેલા, દેશની આઝાદી માટે પોતાનું જીવન […]

બજેટ દેશને વિકાસની નવી ઊંચાઈએ લઈ જશેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશની નવી સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. દેશવાસીઓને અભિનંદન આપતા પીએમ મોદીએ બજેટને દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા જેવું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ બજેટ સમાજના દરેક વર્ગને શક્તિ આપવાનું છે, તે દેશના ગામડાઓ, ગરીબો અને ખેડૂતોને સમૃદ્ધિના માર્ગે […]

બિમ્સટેક વિદેશ મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ બિમ્સટેક સભ્ય દેશોના વિદેશ મંત્રીઓએ આજે ​​વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત રૂપે મુલાકાત કરી હતી.  પ્રધાનમંત્રીએ કનેક્ટિવિટી, ઊર્જા, વેપાર, આરોગ્ય, કૃષિ, વિજ્ઞાન, સુરક્ષા અને લોકો વચ્ચેના આદાનપ્રદાન સહિતના વિવિધ ક્ષેત્રોમાં પ્રાદેશિક સહયોગને વધુ મજબૂત કરવા પર મંત્રીઓના જૂથ સાથે ફળદાયી ચર્ચા કરી. તેમણે આર્થિક અને સામાજિક વિકાસના એન્જિન તરીકે બિમ્સટેકની ભૂમિકા પર ભાર મૂક્યો […]

ઓસ્ટ્રિયામાં ‘વંદે માતરમ’ ની ધૂન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કરાયું ભવ્ય સ્વાગત

રશિયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે ઓસ્ટ્રિયા પહોંચ્યા છે. રાજધાની વિયેનામાં હોટેલ રિટ્ઝ-કાર્લટનમાં કલાકારોએ ‘વંદે માતરમ’ ની વિશેષ રજૂઆત સાથે PM Modi નું ભવ્ય સ્વાગત કર્યું. PM Modi 9 જુલાઈએ ઐતિહાસિક મુલાકાતે ઓસ્ટ્રિયા પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી 41 વર્ષમાં આ દેશની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. PM Modi ના આગમન બાદ ઓસ્ટ્રિયાના […]

બદલાતા ભારતને જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન મંગળવારે પીએમ મોદીએ રશિયાના મોસ્કોમાં એક કોમ્યુનિટી પ્રોગ્રામમાં હાજરી આપી હતી. અહીં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીને સાંભળવા ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કર્યા હતા.  હું […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈમરજન્સીનો વિરોધ કરનારાઓને શ્રદ્ધાંજલી પાઠવી

નવી દિલ્હીઃ વર્ષ 1975માં ઈન્દિરા ગાંધી તરફથી લદાયેલી ઈમરજન્સી એટલે કે કટોકટીનો ભાજપ આજે રાષ્ટ્રીય સ્તરે વિરોધ કરી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર ટ્વીટ કરીને ઈમરજન્સીનો વિરોધ કરનારાઓને આજે શ્રદ્ધાંજલી અર્પવા આહ્વાન કર્યુ છે. ઈમરજન્સી સામે આજે ભાજપ રાષ્ટ્રીય સ્તરે વિરોધ દર્શાવી રહયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે બપોરે ઈમરજન્સીને […]

હેડલાઈનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સંસદ તરીકે લીધા શપથ

નરેન્દ્ર મોદીએ સંસદ તરીકે શપથ લીધા… વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સંસદ તરીકે લીધા શપથ….. વિપક્ષ સદનમાં સહકાર આપશે તેવી વ્યક્ત કરી આશા…. ઈન્ડી ગઠબંધનના સાંસદોનો દેખાવો… ઇન્ડી ગઠબંધનના સાંસદોએ ગાંધીજીની પ્રતિમા પાસે કર્યું વિરોધ પ્રદર્શન… ખડગે, સોનિયા ગાંધી, અખિલેશ યાદવ સહિતના નેતાઓએ Neet તથા પ્રોટેમ સ્પીકર મુદ્દે કરી નારેબાજી.. બે દિવસ ચાલશે સાંસદોની શપથવિધી… સવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code