1. Home
  2. Tag "Prime Minister"

ઈન્ડી ગઠબંધને નીતિશ કુમરને વડાપ્રધાન પદની ઓફર કરી હતીઃ જેડીયુનો દાવો

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકાર બનવા જઈ રહી છે. જેડીયુએ પણ આમાં સમર્થન આપ્યું છે. દરમિયાન જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ શનિવારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ‘ઈન્ડી ગઠબંધન દ્વારા સીએમ નીતિશ કુમારને વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી. નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપ અને એનડીએ સાથે જ […]

નરેન્દ્ર મોદી રવિવારે સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે, વિદેશી મહેમાનો પણ રહેશે ઉપસ્થિત

નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી રવિવારે ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે નવી દિલ્હીમાં NDA સંસદીય દળની બેઠક દરમિયાન આ માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનરેન્દ્ર મોદી અને તેમના નવા મંત્રીમંડળને શપથ લેવડાવશે. દરમિયાન શુક્રવારે અનેક રાઉન્ડની બેઠકો બાદ […]

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પડોશી દેશોના નેતાઓ હાજર રહેશે

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સતત ત્રીજી વખત ભારતના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આવતીકાલે ઢાકાથી નવી દિલ્હી આવવા રવાના થશે. “વડાપ્રધાન ઢાકાથી સાંજે 4 વાગ્યે નવી દિલ્હી માટે રવાના થશે, અને નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપ્યા પછી  બાંગ્લાદેશ પરત ફરશે, ”બાંગ્લાદેશના વડા પ્રધાનના ભાષણ લેખક એમ […]

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા શેરબજારમાં તેજીનો ધમધમાટ, BSE અને NSE માં ઉછાળો

મુંબઈઃ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા ગુરૂવારે સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. આજના કારોબારની શરૂઆત મજબૂત નોંધ પર થઈ હતી. જોકે, બજાર ખૂલ્યા બાદ પ્રોફિટ બુકિંગ માટે વેચવાલીનું દબાણ પણ થોડા સમય માટે નિર્માણ થતું જોવા મળ્યું હતું. પરંતુ થોડા સમય બાદ ખરીદદારોએ ફરી ખરીદીનું દબાણ બનાવી શેરબજારની ગતિ વધારી દીધી હતી. ટ્રેડિંગના પ્રથમ […]

NDA ના ઘટક દળોએ નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે પસંદ કર્યા

નવી દિલ્હીઃ18મી લોકસભા માટે સંપન્ન થયેલી ચૂંટણી અને તેના પરિણામ આવી ગયા બાદ સરકાર રચવાની કવાયત રૂપે એનડીએના ઘટક દળોની બેઠક પ્રધાનમંત્રીના નિવાસસ્થાને મળી હતી. આ બેઠકમાં એનડીએના ઘટક દળોએ નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે.  એ અંગેનો પ્રસ્તાવ પણ સર્વ સંમતિથી પસાર કર્યો છે. આ બેઠકમાં ઘટક દળોએ તેમનો સમર્થન પત્ર પણ […]

‘મોદી ત્રીજી વખત PM નથી બની રહ્યા…’, સંજય રાઉતનો દાવો

મુંબઈઃ લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ જાદુઈ બહુમતીનો આંકડો પાર કરી ગયો છે અને સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિ એલાયન્સે પણ સરકાર બનાવવાની આશા છોડી નથી. ગઠબંધનના તમામ નેતાઓ બહુમતીનો આંકડો મેળવવામાં સતત વ્યસ્ત છે. દરમિયાન, શિવસેના ઉદ્ધવ જૂથના વરિષ્ઠ નેતા સંજય રાઉતે […]

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ગઈકાલે પરિણામ જાહેર થયાં છે. હવે એનડીએ અને ઈન્ડિ ગઠબંધન દ્વારા સરકાર રચવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિજીને મળ્યા હતા. તેમજ પીએમ પદથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપતિ મુર્મુજીએ તેમનું રાજીનામું સ્વિકારી લીધું હતું. નવી સરકાર બને ત્યાં સુધી નરેન્દ્ર મોદી કાર્યવાહક પ્રધાનમંત્રી બની […]

પ્રધાનમંત્રીએ ચક્રવાત “રેમલ”ની અસરની સમીક્ષા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રીએ આજે વહેલી સવારે નવી દિલ્હીના 7 લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસ સ્થાને ચક્રવાત “રેમલ”ની અસરની સમીક્ષા કરી હતી. પીએમને બેઠક દરમિયાન ચક્રવાતની અસરગ્રસ્ત રાજ્યો પરની અસર વિશે માહિતી આપવામાં આવી હતી. મિઝોરમ, આસામ, મણિપુર, મેઘાલય અને ત્રિપુરામાં ભૂસ્ખલન અને પૂરને કારણે માનવ જીવન અને મકાનો અને મિલકતોને થયેલા નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવી […]

નેપાળના પ્રધાનમંત્રી ગૃહમાં ચોથી વખત બહુમત પરીક્ષણ આપશે

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ નેપાળમાં ડાબેરી પક્ષોની ગઠબંધન સરકાર હાલમાં અસ્થિરતાના સમયમાંથી પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’એ ફરી એકવાર ગૃહમાં વિશ્વાસનો મત સાબિત કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીએ સંસદ સચિવાલયને માહિતી આપી હતી કે તેઓ 20 મેના રોજ પ્રતિનિધિ સભામાં વિશ્વાસ મત સાબિત કરશે નેપાળની બંધારણીય જોગવાઈઓ અનુસાર, જો સત્તાધારી […]

લોકસભા ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર

મુંબઈ: લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અને અત્યાર સુધીમાં ચાર તબક્કાનું મતદાન યોજાયું છે અને હવે પાંચમાં તબક્કાનું મતદાન યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપાના ચૂંટણીપ્રચારની તમામ જવાબદારી ઉઠાવી લીધી છે અને સમગ્ર દેશમાં ઝંઝાવતી ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે. ગઈકાલે વારાણસીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા વિશાળ રોડ-શો યોજ્યો હતો. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં વિશાળ સભાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code