રાજકોટમાં ખાનગી બસ પ્રવેશ પ્રતિબંધ મદ્દે પોલીસ કમિશનરે નમતું જોખ્યું, 6 મહિના માટે નિર્ણય મોકૂફ
રાજકોટઃ શહેરમાં માધાપર ચોકડીથી 150 ફુટ રિંગ રોડ પર ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા ખાનગી બસ સંચાલકોએ ભારે વિરોધ કર્યો હતો. ખાનગી બસ ટ્રાવેલ્સ એસો.એ સ્થાનિક ધારાસભ્યો, સાંસદ અને પોલીસ કમિશનરને પણ રજુઆત કરી હતી. દરમિયાન પોલીસ કમિશનરે બપોરના 2થી સાંજના 5 વાગ્યા સુધી ખાનગી બસ પ્રવેશની છૂટ આપી હતી. પરંતુ સંચાલકોને માન્ય નહતી. […]