1. Home
  2. Tag "Private School"

સુરતમાં ખાનગી શાળાઓના મોંઘા શિક્ષણને છોડી 6000 બાળકોએ મ્યુનિ. શાળામાં પ્રવેશ મેળવ્યો

સુરતઃ ગુજરાતમાં ખાનગી શાળાઓમાં ઊંચી ફી વધતી જતી મોંઘવારીમાં હવે મધ્યમ વર્ગના વાલીઓને પોસાતી નથી. બીજીબાજુ સરકારી અને મ્યુનિ. શાળાઓમાં પણ સારૂ શિક્ષણ અપાતું હોવાથી વાલીઓ વાકેફ થઈ રહ્યા છે. તેના લીધે હવે મધ્યમ વર્ગના વાલીઓ તેમના બાળકોને ખાનગી શાળાઓનું મોંઘું શિક્ષણ છોડીને સરકારી કે મ્યુનિ. શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. સુરત શહેરમાં 6000થી વધુ […]

ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી 3 મહિનાથી વધુ ફી એક સાથે લઈ શકશે નહીં, DEOએ કર્યો પરિપત્ર

અમદાવાદઃ શહેરમાં ઘણી ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી વર્ષની એક સામટી ફી શૈક્ષણિક સત્ર શરૂ થયા પહેલા ઉઘરાવવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠી હતી. અને વાલીઓને સત્ર શરૂ થયા પહેલા ખાનગી સ્કૂલમાં એક સાથે ફી ભરવાની ફરજ પડતી હતી, આથી અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર કરીને વાલીઓ પાસેથી વર્ષની એકસાથે ફી ન ઉઘરાવવાનો આદેશ કર્યો છે. વાલીઓ […]

વેરાવળની ખાનગી સ્કૂલમાં નાસ્તો કર્યા બાદ 50 બાળકોને ફુડપોઈઝનિંગ થતાં હોસ્પિટલ ખસેડાયાં

વેરાવળઃ  શહેર નજીક આવેલી ખાનગી સ્કૂલના 50 જેટલા બાળકોને બપોરે નાસ્તો કર્યા બાદ  ફૂડ પોઇઝનિંગ થતાં બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા છે. ત્યારે આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. અને બાળકોના વાલીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. વેરાવળ નજીક આવેલી ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થતાં આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. […]

વડોદરાઃ વાલીઓમાં ખાનગી સ્કૂલનો મોહ ભંગ, 5305 વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં લીધો પ્રવેશ

વર્ષ 2017-18માં 417 વિદ્યાર્થીઓએ લીધો હતો પ્રવેશ ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાનીથી વાલીઓમાં રોષ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી સ્કુલોની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ ખાનગી સ્કૂલોના સંચાલકોની ફી મુદ્દે મનમાનીને પગલે વાલીઓમાં નારાજગી ફેલાઈ છે. એટલું જ નહીં હવે વાલીઓને ખાનગી સ્કૂલનો મોહ ઓછો થયો હોય તેમ હવે સંતાનોને સરકારી સ્કૂલમાં પ્રવેશ લઈ […]

પેરેન્ટ્સને મોટી રાહત,દિલ્હીમાં ખાનગી શાળાઓની ફીમાં 15% નો થશે ઘટાડો

માતા-પિતાને મોટી રાહત ખાનગી શાળાઓની ફીમાં 15% નો થશે ઘટાડો શૈક્ષણિક સત્ર 2020-21 માટે લાગુ થશે આદેશ  દિલ્હી:કોરોના કાળમાં દિલ્હીની કેજરીવાલ સરકારે માતા-પિતાને મોટી રાહત આપી છે. દિલ્હી સરકારે ગુરુવારે રાજધાનીની તમામ ખાનગી શાળાઓને તેમની ફીમાં 15% ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય વાલીઓના મનથી ખાનગી શાળાઓની ફી અંગેના મૂંઝવણને દૂર કરવામાં મદદ કરશે. […]

વાલીઓમાં ખાનગી સ્કૂલનો મોહભંગઃ 34000 વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં લીધો પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાલીઓ સંતાનોના સારા ભવિષ્ય માટે મોંઘી ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરાવવાનું પસંદ કરતા હતા. જો કે, કોરોના મહામારીને પગલે આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થતા વાલીઓ સ્કૂલની ઉંચી ફી તથા અન્ય મોંઘી વસ્તુઓના કારણે ખાનગી સ્કૂલમાં સંતાનોના અભ્યાસનો તેમનો મોહભંગ થયો હોવાનું માલુમ પડ્યું છે. બીજી તરફ ખાનગી સ્કૂલોને પણ સરકાર દ્વારા વધારે […]

ખાનગી શાળાઓએ ઈતર પ્રવૃતિઓની ફી સાથે ટોટલ ફીમાં 25 ટકા માફી આપતા વાલીઓમાં અસંતોષ

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના સંક્રમણને લીધે વર્ષ દરમિયાન મોટાભાગની શાળામાં શિક્ષણ કાર્ય ઓનલાઈન આપવામાં આવ્યુ હતુ. શિક્ષણ પ્રત્યક્ષ બંધ રહ્યુ હોવાથી વાલીઓએ શિક્ષણ ફીમાં રાહત આપવામાં માગણી કરી હતી. દકમિયાન સરકાર દ્વારા સ્કૂલોની ટ્યૂશન ફીમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય લેવાયો હતો. સાથે જ અન્ય ફી ન વસૂલવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. જો કે, આ […]

ખાનગી શાળાના મકાનોને કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરવાની અનુમતી આપવા સંચાલકોને મંડળની અપિલ

અમદાવાદઃ રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ સ્ફોટક બની છે, મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ બની ગઈ છે. ત્યારે રાજ્યની સ્કૂલોના  બિલ્ડિંગો ખાલી પડ્યા હોવાથી સંચાલક મંડળ દ્વારા શાળાના બિલ્ડિંગ કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે ફાળવવા સૂચન કર્યું છે.  સ્કૂલોના વિશાળ બિલ્ડિંગમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી બિલ્ડિંગોને કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવા સંચાલકો સંમતિ આપે તેવું સુચન કર્યું હતું. જેના […]

લો બોલો, રાજ્યની 3065 ખાનગી પ્રાથમિક શાળામાં 7098 શિક્ષકો યોગ્ય લાયકાત વિનાના !

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી સ્કૂલોમાં સંતાનોને ભણાવવામાં વાલીઓમાં ક્રેઝ વધ્યો છે. બીજી તરફ રાજ્યમાં બીલાડીની ટોપની જેમ ખાનગી શાળાઓ ખુલવા લાગી છે. દરમિયાન વિધાનસભામાં સરકારે ખાનગી પ્રાથમિક શાળાઓને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજ્યની 3065 જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓમાં 7098 જેટલા શિક્ષકો યોગ્ય લાયકાત વિના ભણાવતા હતા. ગુજરાત વિધાનસભામાં એક સવાલના જવાબમાં સરકારે […]

સુરતમાં ખાનગી સ્કૂલની મનમાની, ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ કર્યું બંધ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજો બંધ છે. જેથી હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ કોરોનાને કારણે વેપાર-ધંધાને અસર થતા લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન સુરતમાં એક ખાનગી સ્કૂલની મનમાની સામે આવી છે. સ્કૂલ દ્વારા ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવાનું બંધ કર્યું હોવાનું જાણવા મળે છે. સ્કૂલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code