1. Home
  2. Tag "professors"

એનઆઈએમસીજેના પ્રાધ્યાપકો આંતરરાષ્ટ્રીય સેમીનારમાં સંશોધન પત્ર રજૂ કરશે

અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) અમદાવાદના નિયામક પ્રો. ડો. શિરીષ કાશીકર અને સહાયક પ્રાધ્યાપક શ્રી કૌશલ ઉપાધ્યાય આગામી ૨૬મેના રોજ કાઠમંડુ નેપાળ ખાતે આયોજિત ‘એશિયન કમ્યુનિકેશન’ પરના ઇન્ટરનેશનલ સેમિનારમાં સંશોધનપત્ર રજૂ કરશે. ડો. કાશીકર આ સેમિનારમાં “કમ્યુનિકેશનના સાધારણીકરણ મોડેલના બે દાયકા અને તેનું ભવિષ્ય” પર આયોજિત પેનલ ચર્ચામાં પણ ભાગ લેશે. […]

સરકારી ઈજનેરી કોલેજોમાં છેલ્લા 12 વર્ષથી પ્રાધ્યાપકોને બઢતીનો લાભ ન મળતા અસંતોષ

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી ઈજનેરી કોલેજોના પ્રાધ્યપકોને બઢતી, અને પગાર ધોરણના મુદ્દે અન્યાય થઈ રહ્યો છે. સરકારી ઇજનેરી કોલેજમાં વિવિધ શાખાઓમાં સહાયક પ્રાધ્યાપક (વર્ગ-2) થી સહ પ્રાધ્યાપક (વર્ગ-1) માં બઢતી કરવા બાબતે ઇજનેરી કોલેજ અધ્યાપક મંડળ દ્વારા સરકારમા વિવિધ સ્તરે વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ આ બાબત અંગે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની […]

સરકારી મેડિકલ કોલેજોના પ્રાધ્યાપકોને નિવૃતના 10 વર્ષ બાદ બઢતી, સરકારનું અંધેર તંત્રઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્યમાં સરકારી મેડીકલ કોલેજના 6 પ્રોફેસર અને 11 સહપ્રાધ્યાપકના 20-25 વર્ષે બઢતીના નિમણુંક પત્રો પાછલી અસરથી તદન હેગામી ધોરણે અપાયા છે, એમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના શિરમોર કહેવાતો વહીવટમાં કેટલી પોલંપોલ ચાલે તે જોવા મળ્યું, બઢતીના જે નિમણૂક પત્રો અપાયા છે, એમાં કોઈનું અવસાન થયું છે અને ઘણા બધા દસ-દસ વર્ષથી નિવૃત થઇ ગયા […]

રાજ્યમાં ગ્રાન્ટેડ કોલેજોમાં 6 જગ્યાઓ માટેના અધ્યાપકોની ભરતીના ઈન્ટરવ્યું 31મી મેથી લેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં અધ્યાપક સહાયકોની ભરતી માટે ઉમેદવારો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. ઘણા ઉમેદવારોએ આ સંદર્ભે ઉચ્ચ શિક્ષમ વિભાગને પણ રજુઆતો કરી હતી. આખરે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિલંબિત અધ્યાપક સહાયકની ભરતીના અંતે ઈન્ટરવ્યૂ જાહેર કરી દેવાયા છે. 31મી મેથી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા શરૂ થશે અને પ્રથમ તબક્કામાં છ જગ્યા માટે ઈન્ટરવ્યૂ […]

ગુજરાતની ખાનગી કોલેજોના પ્રોફેસરોને UGCના નિયમ મુજબ પગાર આપો, PMOએ કર્યો આદેશ

રાજકોટ  :  ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં ખાનગી યુનિવર્સિટીઓ અને ખાનગી કોલેજોમાં ખૂબજ વધારો થયો છે. ત્યારે ખાનગી કોલેજોમાં સેવા આપતા અધ્યાપકોને પુરતો પગાર ન આપીને તેમનું શોષણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઊઠી હતી. ઘણા અધ્યાપકોએ યુજીસીના ધારાધોરણ મુજબ સમાન પગાર ધોરણ આપવાની પીએમઓ સુધી રજુઆતો કરી હતી. આથી યુજીસીના નિયમ મુજબ ખાનગી કોલેજોના અધ્યાપકોને પગાર […]

શાળ સંચાલકો અને અધ્યાપકોની પડતર પ્રશ્નોના ઉકેલ માટે શિક્ષણ મંત્રી અને નાણા મંત્રી સાથે બેઠક યોજાઈ

ગાંધીનગરઃ રાજ્યના કોલેજોના અધ્યાપકો અને ગ્રાન્ટેડ શાળાના સંચાલકોના વણઉકેલ્યા પ્રશ્નો માટે લડતના મંડાણ કર્યા બાદ આખરે સરકારે બન્નેના પ્રતિનિધિ મંડળોને બોલાવીને ચર્ચા કરી હતી. છેલ્લા કેટલાક સમયથી કોલેજોના અધ્યાપકો અને શાળા સંચાલકો પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકાર પાસે માંગણી કરીને વિરોધ કરી રહ્યા હતા. ત્યારે સરકાર તરફથી પ્રશ્નોના નિવારણ માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ […]

ઈજનેરી કોલેજના અધ્યાપકો 14 એપ્રિલથી પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે લડત શરૂ કરશે

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષકો જુના પેન્શનની યોજના લાગુ કરવા માટે લડત આપી રહ્યા છે. ત્યારે ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ પણ જુની પેન્શન યોજના લાગુ કરવા માટે લડત આપવાનું નક્કી કર્યું છે. વર્ષ 2005થી ભરતી થયેલા અધ્યાપકોને જુની પેન્શન યોજના લાગુ પડતી નથી. આથી રાજ્ય સરકારના કર્મચારીઓ અને શિક્ષકોની જેમ હવે ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ પણ પેન્શન સહિત વિવિધ […]

ગુજરાતમાં કોરોનાને લીધે મૃત્યુ પામેલા 40 અધ્યાપકોના પરિવારને હજુ પેન્શન મળ્યુ નથી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કાળ કપરો રહ્યો, કોરોનાની બીજી લહેરના અંત સુધીમાં અનેક લોકોના કોવિડ સંક્રમણને લીધે મોત  નિપજ્યા હતા. કોલેજ અને યુનિવર્સિટીઓના અનેક અધ્યાપકોના પણ કોરોનાને લીધે મોત થયાં હતા.જેમાં  40 જેટલા  અધ્યાપકોના પરિવારોને હજુ પેન્શન મળતું નથી. જેથી અધ્યાપક મંડળે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરને પત્ર લખીને ઝડપથી પેન્શન આપવામાં આવે તેવી માંગણી કરી છે. ગુજરાત […]

રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓને ગ્રાન્ટેડ કોલેજો સોંપી દેવાના મુદ્દે અધ્યાપકોનો વિરોધ

અમદાવાદ: રાજ્ય સરકારે ખાનગી યુનિવર્સિટી એકટ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સામેલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે ગ્રાન્ટેડ કોલેજમાં સરકારી ફીના ધોરણે અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ અધ્યાપક મંડળમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને પગલે રાજ્યની દરેક યુનિવર્સિટીમાં અધ્યાપકો કુલપતિને આવેદનપત્ર આપી સુચિત એક્ટ સામે રોષ વ્યકત કરી રહ્યા છે. […]

GTUના મેકેનિકલ એન્જિનિયરિંગના અધ્યાપકો સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનનું મોનિટરિંગ કરશે

અણદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો રાજ્યની 14 જેટલી સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના વપરાશ અંગે મોનિટરિંગ કરશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અનુરોધ પર જીટીયુની 40 જેટલી મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગની ફેકલ્ટી હોસ્પિટલમાં સહયોગ આપશે. જીટીયુ અને રાજ્ય સરકારના ઉચ્ચ સત્તાવાળાઓ વચ્ચે સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના યોગ્ય વપરાશ તેમજ મોનિટરિંગ બાબતે વિચાર વિમર્શ કરાયો હતો. જીટીયુના મિકિનિકલ ડિપાર્ટમેન્ટની સીનિયર ફેકલ્ટીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code