પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણથી વર્ષ 2025 સુધીમાં એક લાખ કરોડનો ફાયદો થશેઃ અમિત શાહ
સુરતઃ શહેરના હજીરા સ્થિત કૃભકો(કૃષકભારતી કો-ઓપ.લિ.)ના રૂ.350 કરોડના ખર્ચે પ્રતિદિન 2.50 લાખ લિટર ક્ષમતાના બાયો-ઈથેનોલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરતા જણાવ્યું કે, ઈથેનોલ મિશ્રણના કારણે ક્રૂડ ઓઈલની આયાતમાં રૂ. 46000 કરોડની બચત થઈ છે, જેનો સીધો અર્થ એ છે કે શેરડી, મકાઈ, ડાંગર જેવા પાકોનું ઉત્પાદન કરતા ખેડૂતોના પરિશ્રમના પરિપાકરૂપે આ રૂ.46000 કરોડની રકમ તેમના સુધી પહોંચી […]