1. Home
  2. Tag "projects"

છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે “રાજ્યોમાં ફાયર સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ” હેઠળ 3 પ્રોજેક્ટ્સને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે “રાજ્યોમાં ફાયર સર્વિસીસના વિસ્તરણ અને આધુનિકીકરણ” હેઠળ રૂ. 725.62 કરોડના ત્રણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. સમિતિએ છત્તીસગઢ માટે રૂ. 147.76 કરોડ, ઓડિશા માટે રૂ. 201.10 કરોડ અને પશ્ચિમ બંગાળ માટે રૂ. 376.76 કરોડ મંજૂર કર્યા […]

ભારતીય રેલવેઃ ગુજરાતમાં 1,677 કિ.મી. સુધીની પ્રોજેક્ટ્સ 2014-23ના ગાળામાં કાર્યાન્વિત થયાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન રેલવે પ્રોજેક્ટને ફંડની ફાળવણી તેમજ પ્રોજેક્ટ્સ કાર્યાન્વિત થવામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. આંશિક/સંપૂર્ણપણે ગુજરાતમાં આવતા પ્રોજેક્ટ્સ માટે ભારતીય રેલવેની બજેટ ફાળવણી વર્ષ 2009-14ના સમયગાળામાં 589 કરોડ રૂ. પ્રતિ વર્ષ હતી, જે વર્ષ 2023-24માં 14 ગણી કરતા પણ વધીને રૂ. 8,332 કરોડ થઈ છે. ગુજરાત માટે કાર્યાન્વિત થનારા પ્રોજેક્ટ્સની સરેરાશ […]

પીએમ મોદી તમિલનાડુ અને લક્ષદ્વીપની લેશે મુલાકાત,અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 અને 3 જાન્યુઆરી 2024ના રોજ તમિલનાડુ અને લક્ષદ્વીપની મુલાકાત લેશે. 2જી જાન્યુઆરી, 2024ના રોજ, સવારે લગભગ 10:30 વાગ્યે, વડાપ્રધાન તમિલનાડુના તિરુચિરાપલ્લી પહોંચશે. તેઓ ભારતીદાસન યુનિવર્સિટી, તિરુચિરાપલ્લીના 38મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ હશે. બપોરે લગભગ 12 વાગ્યે, તિરુચિરાપલ્લીમાં એક જાહેર કાર્યક્રમમાં, વડાપ્રધાન ઉડ્ડયન, રેલ, માર્ગ, તેલ અને ગેસ, શિપિંગ અને ઉચ્ચ ક્ષેત્રો […]

પીએમ મોદી ચિત્તોડગઢ અને ગ્વાલિયરની લેશે મુલાકાત,અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબર 2023ના રોજ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની મુલાકાત લેશે. વડાપ્રધાન સવારે 10:45 વાગ્યે રાજસ્થાનનાં ચિત્તોડગઢમાં આશરે રૂ. 7,000 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કરશે અને ખાતમુહૂર્ત કરશે. લગભગ 3:30 વાગ્યે વડાપ્રધાન ગ્વાલિયર પહોંચશે, જ્યાં તેઓ આશરે 19,260 કરોડ રૂપિયાની વિવિધ વિકાસલક્ષી પહેલોનો શિલાન્યાસ કરશે અને દેશને સમર્પિત કરશે. વડાપ્રધાનનો […]

PM મોદીએ તેલંગાણાને 13,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી, હૈદરાબાદ-રાયચુર વચ્ચે રેલ સેવા પણ શરૂ કરી

દિલ્હી: પીએમ મોદીએ તેલંગાણાના મહબૂબનગરમાં 13500 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી પણ હાજર હતા. વડાપ્રધાને હૈદરાબાદ-રાયચુર વચ્ચેની ટ્રેન સેવાને પણ લીલી ઝંડી બતાવી હતી. સીએમ કે ચંદ્રશેખર રાવે પીએમ મોદીના કાર્યક્રમમાં હાજરી આપી ન હતી.સીએમ કેસીઆરના સ્થાને તેમની સરકારના મંત્રી તાલાસાની શ્રીનિવાસ યાદવ પીએમ મોદીનું સ્વાગત કર્યું અને […]

નવા સંસદભવનના ઉદ્ઘાટન સાથે સરકારનું ધ્યાન હવે આ પ્રોજેક્ટ્સ પર,ટૂંક સમયમાં થઈ જશે તૈયાર

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે સેન્ટ્રલ વિસ્ટા હેઠળ નિર્માણ કાર્યનો આ બીજો પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. અગાઉ વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધીના સેન્ટ્રલ વિસ્ટા એવન્યુના રિડેવલપમેન્ટનું કામ કરવામાં આવ્યું હતું. જેને રાજપથથી બદલીને ‘કર્તવ્ય પથ’ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી રહેલા નિર્માણ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના પ્રવાસે,અનેક પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન  

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચેન્નાઈની મુલાકાતે છે. તેઓ ચેન્નાઈ એરપોર્ટ પર અત્યાધુનિક ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગ સહિત અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. ચેન્નાઈ એરપોર્ટના નવા બિલ્ડિંગમાં લોકોને તમિલ સંસ્કૃતિની ઝલક જોવા મળશે. તેમાં કોલમ (દક્ષિણ ભારતીય ઘરોના આગળના ભાગમાં દોરવામાં આવેલી પેટર્ન અથવા ડિઝાઇન), સાડીઓ, મંદિરો અને અન્ય તત્વોનો સમાવેશ થાય છે. 2.20 લાખ […]

પીએમ મોદીએ મેઘાલયના શિલોંગમાં રૂપિયા 2450 કરોડથી વધુના મૂલ્યની સંખ્યાબંધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો

શિલોંગ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મેઘાલયના શિલોંગમાં રૂપિયા 2450 કરોડથી વધુના મૂલ્યના સંખ્યાબંધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો, ઉદ્ઘાટન કર્યા અને તૈયાર થઇ ગયેલી યોજનાઓનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. અગાઉ આજના દિવસમાં જ, પીએમએ શિલોંગ ખાતે સ્ટેટ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલી પૂર્વોત્તરીય કાઉન્સિલની બેઠકમાં હાજરી આપી હતી અને તેની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો. બહુવિધ પરિયોજનાઓમાં કામ […]

PM મોદી 12 નવેમ્બરે સાત પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 નવેમ્બરે રૂ. 10,000 કરોડથી વધુના સાત પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.મોદી 11 નવેમ્બરે સાંજે લગભગ 7 વાગ્યે સ્ટીલ સિટી પહોંચશે અને આંધ્ર યુનિવર્સિટી એન્જિનિયરિંગ કોલેજના મેદાનમાં અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા પછી બીજા દિવસે સભાને સંબોધિત કરશે. શહેરના પોલીસ કમિશનર સી શ્રીકાંતના જણાવ્યા અનુસાર, 12 નવેમ્બરે વિઝાગમાં યોજાનાર વડાપ્રધાનના કાર્યક્રમની સુરક્ષા માટે […]

પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે,વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્દઘાટન તેમજ શિલાન્યાસ કરશે

પીએમ મોદી લેશે ગુજરાતની મુલાકાત 18 થી 20 એપ્રિલ સુધી ગુજરાતના પ્રવાસે વિવિધ વિકાસ પરિયોજનાઓનો કરશે શિલાન્યાસ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18 થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે.આ તકે અનેક પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. 18 એપ્રિલના રોજ સાંજે લગભગ 6 વાગ્યે પીએમ મોદી ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે.19 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code