સાર્વજનિક ટ્રસ્ટની મિલકતના વેચાણ અને ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હવેથી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલ મારફત હાથ ધરાશે
અમદાવાદઃ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ની કલમ-૩૬માં સાર્વજનિક ટ્રસ્ટની કોઈપણ સ્થાવર મિલકત વેચાણ, ગીરો, વિનિયમ કે ભાડાપટ્ટે અથવા બક્ષિસથી તબદીલ કરવા અંગેની જોગવાઈમાં સુધારો કરી આ પ્રક્રિયાને […]