1. Home
  2. Tag "protests"

લોક કલાકાર રાજભા ગઢવીએ આદિવાસી વિરૂદ્ધ ટિપણી કરતા સાંસદે કર્યો વિરોધ

ડાંગના આદિવાસીઓ વિશેની ટિપણી રાજભાને ભારે પડી, વિડિયો વાયરલ થયા બાદ આદિવાસીઓએ કર્યો વિરોધ, જાહેરમાં માફી માગવાની કરી માગ અમદાવાદઃ લોક કલાકારો હોય કે ફિલ્મી કલાકારો અથવા તો કોઈપણ જાહેર જીવન સાથે જોડાયેલી વ્યક્તિ હોય તેમણે બોલતી વખતે ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. ઘણીવાર કોઈ વ્યક્તિ કે સમાજ વિશે બોલાયેલું વાક્યથી વિવાદ ઊભો થયો […]

વિરોધ કરી રહેલા તબીબોને મળવા મમતા બેનર્જી પહોંચ્યા, રાજીનામું આપવાની તૈયારી દર્શાવી

કોલકાતામાં તબીબો સરકાર સામે કરી રહ્યાં છે વિરોધ પ્રદર્શન જવાબદારો સામે કાર્યવાહીની દીદીએ તબીબોને આપી ખાતરી કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાને લઈને વિરોધ કરી રહેલા જુનિયર ડૉક્ટરો અને રાજ્ય સરકાર વચ્ચે સંઘર્ષ ચાલુ છે. દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરોધ કરી રહેલા ડોક્ટરોને મળવા માટે સ્વાસ્થ્ય […]

ઢાકાઃ હોસ્પિટલમાં સ્વાસ્થ્ય કર્મચારીઓ પરના હુમલાના વિરોધમાં ડૉક્ટરોની રાષ્ટ્રવ્યાપી હડતાળ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની જાહેર અને ખાનગી હોસ્પિટલોના ડૉકટરોએ રવિવારે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ (DMCH)માં એક વિદ્યાર્થીના મૃત્યુ બાદ આરોગ્ય કર્મચારીઓ પરના હુમલાના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી. વિરોધ કરી રહેલા ડૉકટરોએ હુમલાના ગુનેગારો સામે તાત્કાલિક કાયદેસર અને શિક્ષાત્મક પગલાંની તેમજ કામ પર પાછા ફરવાની પૂર્વ શરત તરીકે કાર્યસ્થળો પર સલામતીની માંગ કરી હતી. દેશભરના […]

મહિલા તબીબની હત્યાના વિરોધમાં રસ્તા ઉપર ઉતરેલા તબીબોને કામ પર ફરવા સરકારની અપીલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે, ડોકટરો અને આરોગ્ય વ્યવસાયિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરવાની ખાતરી આપી છે. મંત્રાલયે કહ્યું કે, આરોગ્ય વ્યવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા પગલાં સૂચવવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. મંત્રાલયે કલકતાની આરજી કરનાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રેસિડેન્ટ મહિલા ડૉક્ટર પર સામૂહિક બળાત્કાર અને હત્યાના […]

મહિલા તબીબની હત્યાની ઘટનાના વિરોધ પ્રદર્શનમાં TMCના સાંસદ પણ જોડાશે

સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને કરી જાહેરાત હત્યાની ઘટનાના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધ દેખાવો નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુખેન્દુ શેખર રેએ પણ મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં જોડાવાની જાહેરાત કરી છે. આજે રાત્રે વિવિધ સ્થળોએ આ વિરોધ પ્રદર્શનો યોજવામાં આવશે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદે સોશિયલ મીડિયા પર શેર કરેલી […]

રાજકોટના લોકમેળામાં રાઈડ્સ માટેના નિયમો કડક બનાવાતા હરાજીમાં વેપારીઓએ ભાગ ન લીધો

રાજકોટઃ શહેરમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર હવે છાશ પણ ફુંકીને પીએ છે, અને ફાયર સેફ્ટીથી લઈને તમામ નિયમો કડક બનાવાયા છે. રંગીલા ગણાતા રાજકોટ શહેરમાં દર વર્ષે જન્માષ્ટમીનો 5 દિવસનો મેળો યોજાય છે. તંત્ર દ્વારા આ વખતે મેળામાં રાઈડ્સ માટે નવી એસઓપી જાહેર કરી છે. જેમાં  રાઇડસના સંચાલકો માટે રાઇડસ માટે NDT (નોન […]

બજેટમાં વિપક્ષ શાસિત રાજ્યો સાથે ભેદભાવના આક્ષેપ સાથે ઈન્ડી ગઠબંધનના સાંસદોનું વિરોધ પ્રદર્શન

નવી દિલ્હીઃ ઈન્ડી ગઠબંધને મોદી સરકારના બજેટને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે અને બુધવારે સંસદ ભવન સંકુલમાં બજેટનો વિરોધ પણ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત ઈન્ડી ગઠબંધનના સાંસદોએ સંસદ સંકુલમાં કેન્દ્રીય બજેટમાં વિપક્ષ શાસિત રાજ્યો સામે કથિત ભેદભાવને લઈને વિરોધ કર્યો હતો. સપાના […]

વડોદરામાં કિશનવાડીમાં કચરાના થતાં ડમ્પિંગ સામે યુવા કોંગ્રેસે કર્યો વિરોધ, 6 કાર્યકરોની અટકાયત

વડોદરાઃ રાજ્યમાં નાના-મોટા શહેરોમાં કચરા નિકાલનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બનતો હોય છે. શહેરભરમાંથી એકત્ર થતો કચરો શહેરની ભાગોળે ડમ્પ કરવામાં આવતો હોય છે. આ કચરાના ડમ્પને લીધે આજુબાજુના વસાહતીઓને સમસ્યા ઊભી થતી હોય છે. વડોદરામાં કિશનવાડી વિસ્તારમાં કચરાના ડમ્પિંગને કારણે સ્થાનિક રહિશોમાં ભારે વિરોધ ઉઠ્યો છે. દરમિયાન શહેરના યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર […]

આસામઃ CAAના વિરોધ મુદ્દે રાજકીય પાર્ટીઓને પોલીસની નોટિસ, તોડફોડ કરાશે તો કાર્યવાહી થશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમનું નોટીફીકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. સીએએ કાયદો લાગુ થયા બાદ વિપક્ષી દળો તેનો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન આસામની રાજકીય પાર્ટીઓએ હડતાળનું એલાન કર્યું હતું. દરમિયાન આ રાજકીય પાર્ટીઓને ગુવાહાટી પોલીસે લીગલ નોટિસ પાઠવી છે અને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી છે કે, જો હડતાળ દરમિયાન કોઈ પણ […]

મોટર વ્હીકલ એક્ટના નવા કાયદા સામે વિરોધ, હાઈવે પર ટ્રકચાલકોએ કર્યો ચક્કાજામ

રાજકોટઃ દેશમાં રોડ અકસ્માતોના વધતા જતાં બનાવોને અંકુશમાં લેવા માટે મોટર વ્હીકલ એક્ટને વધુ કડક બનાવવામાં આવ્યો છે. જેમાં હિટ એન્ડ રનના કેસમાં કડક દંડ અને સજા કરતો કાયદો લોકસભામાં પસાર થયો છે. આ કાયદામાં સજા અને દંડની આંકરી જોગવાઈ સામે ટ્રકચાલકો વિરોધ કરી રહ્યા છે.ત્યારે ટ્રકચાલકો દ્વારા રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલિયાસણ પાસે ચક્કાજામ કરાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code